ઉર્મિ વેકરીયાએ જણાવ્યું કંઈક આવું સત્ય…. ફાયરબ્રિગેડે આવ્યું કર્યું હોત તો બચી ગયા હોત….. કર્યો ખુલાસો….
હમણાં જ સુરતમાં આગની ઘટના બની તેમાં 21 બાળકોના મૃત્યુ થયા છે. જેમાં આગકાંડ થયો તેની પાછળ ઘણા બધા કારણો હતા. પરંતુ લોકોના હજુ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો તેવામાં એક ખુબ જ મુશ્કેલીથી બચેલી સુરતની એક છોકરીએ નવો ઘટસ્ફોટ કર્યો છે. આ છોકરીએ આ આખી ઘટનાને પોતાની નજર સમક્ષ જોઈ હતી. જેને લઈને તેણે એક નવો ઘટસ્ફોટ કર્યો હતો. તો મિત્રો જાણો આ શું કહ્યું હતું એ છોકરીએ.
તે છોકરીનું નામ હતું ઊર્મિ વેકરીયા. જેની ઉમર પણ માત્ર 16 જ વર્ષની હતી. તેણે આખી ઘટનાનું વર્ણન કર્યું તેમાં કોઈ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ થઇ ગઈ હતી.
આ ઘટના બનવા પાછળ એક કારણ હતું કે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડનું વીજ ટ્રાન્સફોર્મર ક્લાસની બાજુમાં જ હતું. અને તેમાં કોઈ કારણોસર સ્પાર્ક થયો અને આગ લાગી હતી. પરંતુ આગ એટલી પ્રચંડ લાગી જવા પામી હતી કે જોતજોતામાં આગ થોડી જ ક્ષણોમાં ત્રીજા માળ સુધી પહોંચી જવા પામી હતી. પરંતુ ત્રીજા માળ પર ક્લાસ ચાલુ હતા અને વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં આગની જાણ થતાની સાથે જ ખુબ જ અફડાતફડી મચી જવા પામી હતી. જેના પગલે બાળકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. પરંતુ તેમ છતાં પણ 21 બાળકોના આ ઘટનામાં મૃત્યુ થયા.
તો મિત્રો ઊર્મિ જણાવે છે કે, જ્યારે નીચે આગી ત્યારે તેનો ધુમાડો ઉપરની બાજુ ધીમે ધીમે આવી રહ્યો હતો, પરંતુ તેને નજરઅંદાઝ કરવામાં આવ્યો અને ધીમે ધીમે આગ વધવા લાગી અને કાલસ સુધી પહોંચી ગઈ. કોચિંગ ક્લાસમાં પણ આગ પ્રસરી જવા પામી હતી. કેટલાક બાળકો પોતાને બચાવવા માટે ઉપરથી કુદી ગયા અને કેટલાક બાળકો એ આગમાં જ મૌતને ભેટી ગયા. પરંતુ ઊર્મિને સદ્દનસીબે ત્રીજા માળ પર લટકીને પણ એક વ્યક્તિએ બચાવી હતી.
ઊર્મિએ એવો ખુલાસો કર્યો હતો કે જ્યારેઆ ઘટના બની ત્યારે ફાયરબ્રિગેડ પહોંચ્યા તો ખરા, પરંતુ લોકોને બચાવવા માટે જે જરૂરી સામાન તેમની પાસે હોવો જોઈએ તે હતો નહિ. જો તેમની પાસે અમને બચાવવા માટેનો યોગ્ય અને જરૂરી સામાન હોય તો એ બચાવી શકે ને અમને, ફાયરબ્રિગેડ પાસે કોઈ કાપડ, જાળી કે લાંબી સીડી પણ ન હતી. તેની પાસે જે સીડી હતી તેનાથી માત્ર એક જ માળ સુધી પહોંચી શકાય તેમ હતું. તે લોકોએ એ સીડીને લંબાવી પણ ખરી પરંતુ તે પહેલા માળ સુધી જ પહોંચી.
ઊર્મિના પિતાએ પણ જણાવ્યું કે જો અમારી દીકરીને એ વ્યક્તિએ લટકીને બચાવી ન હોત તો આજે અમારી દીકરી જીવિત ન હોત. એ વ્યક્તિ અમારા માટે ભગવાન બનીને આવ્યો હતો. ફાયરબ્રિગેડ આવ્યું પરંતુ તેની પાસે બાળકોને બચાવવાના કોઈ સાધનો અને સુવિધા ન હતી. તેની પાસે લાંબુ દોરડું પણ ન હતું કે બાળકો નીચે ઉતરી શકે. જો તેની પાસે દોરડું હોત તો આજે કોઈ પણ બાળક મૃત્યુ ન પામ્યા હોત અને કોઈને ઈજા પણ ન થઇ હોત.
પરંતુ નીચે ઉભેલા લોકો પણ ખુબ જ બેદરકાર સાબિત થયા. કોઈએ નીચે પડતા બાળકોને ઝીલવાની પણ હિંમત પણ ન કરી. પરંતુ જે બાળકો મૃત્યુ પામ્યા તેના માતાપિતા પર આજે શું વીતી રહી હશે. તો મિત્રો આમાં તમરુ કહેવું શું છે, વાંક પ્રજાનો છે ? પ્રશાસન નો છે ? કોચિંગ ક્લાસ ચલાવતા લોકોનો, કે બિલ્ડરો નો છે? કોમેન્ટ કરીને ખાસ જણાવો. અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google