🕉 “ૐ” મંત્ર જાપ કરવાથી થતા શારીરિક અને માનસિક ચમત્કારિક ફાયદાઓ…. સાંભળીને દંગ રહી જશો…
🕉 મિત્રો ૐ મંત્ર તો દરેક લોકોએ સાંભળ્યો જ હશે. પરંતુ કદાચ તે મંત્રનો જાપ કરવાથી થતા ચમત્કારો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. મિત્રો ૐ માત્ર એક મંત્ર જ નથી, પરંતુ અપાર શક્તિનો સ્ત્રોત છે. ૐ શબ્દ ત્રણ સ્વરોનો બનેલો છે. અ, ઓ અને ઉ. જેને વેદોમાંથી લેવામાં આવ્યા છે. આ ત્રણેય અક્ષર પરમ બ્રહ્મને દર્શાવે છે.
મિત્રો વધુ એક રસપ્રદ માહિતી જણાવી દઈએ કે કોઈ પણ શબ્દ બોલવા માટે જીભ હલાવવી પડે છે. પરંતુ તમારે ૐ શબ્દ બોલવા માટે જીભ હલાવવી પડતી નથી. તો જ્યારે તમે ૐ બોલો ત્યારે આ વાત જરૂર નોટીસ કરજો. મિત્રો જ્યારે પણ બે વસ્તુ ટકરાઈ છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે. પરંતુ ૐ શબ્દ બોલતી વખતે એવું નથી થતું. કારણ કે ૐ મંત્રની ધ્વની અલગ છે તે સ્વયં ઉત્પન્ન થાય છે. ૐ મંત્રની ધ્વની જ પહેલી ધ્વની છે અને તેમાં જ દરેક ધ્વનીઓ નિહિત છે.
👉 ૐ શબ્દ જ એટલો અલગ અને સર્વશ્રેષ્ઠ છે તો વિચારો કે તેના જાપથી થતા ફાયદાઓ કેટલા ચમત્કારિક હશે ! તો મિત્રો તમને જણાવી દઈએ કે ૐ મંત્રના ઉચ્ચારણથી ડોકટરી, માનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો મળે છે. 👉 ૐ શબ્દનું ઉચ્ચારણ ધીમો, સામાન્ય અને પૂર્ણ શ્વાસ છોડવામાં મદદ કરે છે. 👉 આ ઉપરાંત ૐ શબ્દનું ઉચ્ચારણ આપણા શ્વસન તંત્રને આરામ આપે છે. આ સાથે તે આપણા મનને શાંત કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ ૐ મંત્રના જાપના અન્ય ચમત્કારિક ફાયદાઓ.
મિત્રો જ્યારે તમે ૐ શબ્દનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમને એક અલગ જ અનુભૂતિ થાય છે. જ્યારે તમે ૐ શબ્દ બોલો છો ત્યારે પેટ, ફેફસા, ગળું, ચહેરાની તંત્રિકાઓ એટલે કે ચહેરાની નસો અને મગજ વાઈબ્રેટ થાય છે અને તેનાથી અચાનક જ તમને અલગ જ શક્તિની અનુભૂતિ થવા લાગે છે. 👉 ૐ ધ્વની વક્ષ પિંજરને કંપિત કરે છે. જે આપણા ફેફસામાં ભરેલી હવા સાથે સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા ફેફસાની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેનાથી ફેફસામાં શ્વાસ ઉચિત માત્રામાં આવી જઈ શકે છે. એક રીસર્ચ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે આ કંપન અત:સ્થાવી ગ્રંથીઓને પ્રભાવિત કરે છે. જેનું ચિકિત્સામાં અદ્દભુત મહત્વ છે.
ૐ માં ઉત્પન્ન થતી અ અને ઉ ની ધ્વનિથી વિશેષ કરીને પેટ અને વક્ષપિંજરને આંતરિક મસાજ મળે છે. જો આપણે ડોકટરી ફાયદાની વાત કરીએ તો રોજ નિયમિત ૐ મંત્રના ઉચ્ચારથી શરીરને આરામ મળે છે અને શરીરમાં હોર્મોન્સની સંતુલીતતા જળવાઈ રહે છે. 👉 જે લોકો ચિંતા અને ક્રોધથી પરેશાન છે તેમના માટે ઓમના ઉચ્ચારણ જેવો બીજો કોઈ સરળ રસ્તો નથી. પ્રદુષિત વાતાવરણમાં ૐ શબ્દનું ઉચ્ચારણ આપણા શરીરમાં રહેલ ઝેરને મુક્ત કરી દે છે.
ૐ શબ્દનું ઉચ્ચારણ હૃદય અને રક્ત સંચાર પ્રણાલીને વધારે કાર્યક્ષમ બનાવે છે. આ ઉપરાંત ૐ ના ઉચ્ચારણથી યુવાની અને ચહેરા પર તેજ આવે છે. 👉ૐ મંત્રનો જાપ પાચનતંત્રને પણ સક્રીય બનાવે છે અને પાંચેય ઇન્દ્રિને કાબુમાં કરે છે. અનિંદ્રાની સમસ્યામાં ૐ શબ્દનો જાપ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેના માટે સુતી વખતે ૐ નો જાપ કરવો જોઈએ. જ્યારે આપણે થાક અનુભવીએ ત્યારે જો ૐ નું ઉચ્ચારણ કરવામાં આવે તો તે જાપથી આપણામાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
મિત્રો આ રીતે ૐ મંત્ર એક ચમત્કારિક અને અદ્દભુત મંત્ર છે. જેના ફાયદાઓ શબ્દમાં વર્ણવા મુશ્કેલ છે. ૐ મંત્રનો જાપ વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણ માટે પણ ખુબ જ અસરકારક છે. તો તે જાણવા માટે તમે અમને કોમેન્ટ કરીને જણાવો જેથી અમે તેના પર એક અલગ જ લેખ બનાવીએ.
અને કોમેન્ટમાં એક વાર લખો ૐ…..
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી