ભારતની આ 7 ખોટી વાતો જે આપણે આજ સુધી ખોટી છે છતાં પણ સાચી માનતા આવ્યા છીએ. 

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🙅 ભારતની 7 ખોટી વાતો જે આપણે આજ સુધી ખોટી છે છતાં પણ સાચી માનતા આવ્યા છીએ. 🙅

🙅 આપણે આજે જાણીએ છીએ કે ઘણા બધા રહસ્યો આપણા ભારત સાથે જોડાયેલા છે. તેમાંથી આજે અમે તમને  એવી સાત ખોટી વાતો વિષે જણાવશું તેના વિશે લગભગ ઘણા બધા લોકો નહિ જાણતા હોય. જે અમે તમને જણાવશું.

🙅 ભારત દેશ સાથે ઘણા એવા તથ્યો જોડાયેલા છે જેને આપણે સાચા માનતા આવ્યા છીએ પરંતુ તે તથ્યો જો સાચા અર્થમાં જોવા જઈએ તો બિલકુલ ખોટું છે. જેના વિષે આપણે આજ સુધી અજાણ  છીએ. અને તે વાતો ખરેખર ખોટી છે. તો આજે આપણે જાણીશું તે સાત ખોટી અને બિલકુલ જુઠી વાતો. જેના આપણે સાચી માનીને બેઠા હોઈએ. પરંતુ તમને એક વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચજો તેમાં સાચું રહસ્ય સાતમાં પ્રશ્નમાં આપેલું છે.

Image Source :

🙅 1 મહાત્મા ગાંધી એ કહ્યું હતું કે એક આંખના બદલામાં એક આંખ દુનિયાને આંધળી બનાવી નાખે છે. મહાત્માએ પોતાના સંદેશા દ્વારા આપણા દેશમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં જાગૃતતા ફેલાવી છે. તેની એક લાઈનમાં કહેવામાં આવેલું વાક્ય વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ “AN EYE FOR AN EYE WOULD LEAVE WHOLE WORLD BLIND”  આ વાક્યને આપણે મહાત્મા ગાંધીનું માની રહ્યા છીએ તે ખરેખર ગાંધી ફિલ્મમાં બેન કિનસ્લે કહ્યું છે. અને તે વાક્ય વિષે એવું કોઈ પણ તથ્ય હાજાર નથી કે મહાત્મા ગાંધીએ આ વાક્ય કહ્યું હતું.

🙅 2 મિલ્ખાસિંઘએ રેસ દરમિયાન પાછળ ફરીને જોયું હતું. ફ્લાઈંગ શીખ મિલ્ખાસિંઘ માત્ર દેશમાં જ નહિ પરંતુ દુનિયામાં પોતાની દોડવાની રફતાર વિષે જાણીતા છે. આપણે આજ સુધી સાંભળતા આવ્યા છીએ કે મિલ્ખાસિંઘ 1960 ના રોમ ઓલમ્પિકમાં દોડવામાં સૌથી આગળ હતા અને તે દરમિયાન તેણે પાછળ ફરીને જોયુ હતું.  પરંતુ હકીકત એ છે કે મિલ્ખાસિંઘ આ રેસમાં પાંચમાં ક્રમ પર હતા. જબરદસ્ત પ્રયાસ પછી પણ તે ચોથા સ્થાન પર રહ્યા હતા.

Image Source :

🙅 3 હોકી દેશનો રાષ્ટ્રીય ખેલ માનવામાં આવે છે. આપણે બધા ઘણા વર્ષોથી હોકીને દેશનો રાષ્ટ્રીય ખેલ માનતા આવ્યા છીએ. પરંતુ એક આરટીઆઈના જવાબ દ્વારા એ વાતનો ખુલાસો કર્યો છે કે હોકીને ક્યારેય રાષ્ટ્રીય ખેલ ક્યારેય ઘોષિત કરવામાં આવ્યો જ નથી. અને તે સિવાય પણ  એન સી આર ટી ની બુક અનુસાર હોકીને રાષ્ટ્રીય ખેલ અનુસાર જાણતા આવ્યા છીએ.

🙅 4 હિન્દી ભાષા જ દેશની એકમાત્ર આધિકારિક ભાષા છે. આપણે બધા જ શરૂઆતથી વાંચતા આવ્યા છીએ કે હિન્દી ભાષા જ માત્ર દેશની રાષ્ટ્રીય ભાષા છે. પરંતુ સાચું એ છે કે પંજાબી, મરાઠી, ગુજરાતી, તમિલ, કન્નડ, અંગ્રેજી સહીત 20 થી પણ વધારે ભાષા છે જેને દેશની આધીકારીક ભાષા તરીકે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહી પરંતુ બધા જ રાજ્યને પોતાની ભાષાની જાહેરાત કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે.

Image Source :

🙅 5 આઝાદી પછીથી આપણો દેશ સેક્યુલર દેશ છે. આપણે શરૂઆતથી જ એવું માનતા આવ્યા છીએ કે દેશ આઝાદ થયો ત્યારબાદથી જ આપણો દેશ સેક્યુલર દેશ છે પરંતુ હકીકત એ છે કે દેશના સંવિધાનની પ્રસ્તાવનામાં 1946 માં સેક્યુલર નામનો કોઈ શબ્દ જ ન હતો. પરંતુ 1976 માં સંવેધાનિક સંશોધન પછી સેક્યુલર શબ્દને સંવિધાનમાં મુકવામાં આવ્યો હતો.

🙅 6 મહ્તામાં ગાંધી એક મોડેલ સાથે નૃત્ય કરી રહ્યા હતા તેવો એક ફોટો બહાર આવ્યો હતો. તે ફોટામાં મહાત્મા ગાંધીને મોડલ સાથે નૃત્ય કરતા દેખાડવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે ગાંધીજી જેવો દેખાતો તે વ્યક્તિ ઓસ્ટ્રેલિયાનો અભિનેતા છે. જેને ગાંધીજીની જેમ જ વેશભૂષા ધારણ કરી હતી. અને તે ફોટો દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું.

Image Source :

🙅 7 અયોધ્યા રામાયણકાળથી જ અસ્તિત્વમાં છે. અયોધ્યાનગરીનો જીર્ણોદ્ધાર રાજા વિક્રમાદિત્ય દ્વારા કરાવવામાં આવ્યો હતો. પરંતુ આપણને જાણીને ખુબ જ આશ્વર્ય  થશે કે થાઈલેન્ડમાં પણ અયોધ્યા નામનું એક શહેર આવેલું છે.  આ શહેર રામાયણ કાળથી અસ્તિત્વમાં નથી.

( નોંધ : આ બધી હકીકતો પાછળ ઘણી દાંત કથાઓ પણ જોડાયેલી છે. તેમાં ખાસ કરીને આપણી ધાર્મિક દંત કથાઓમાં ઘણા નગરોના ઉલ્લેખ ગ્રંથો અનુસાર અલગ અલગ પણ કરવામાં આવ્યા છે. )

🙅 તો આ હતા આપણા ભારત દેશના ખુબ જ જાણીતા અને મહત્વના વ્યક્તિઓ અને વસ્તુઓની સાચી વાતો. કેવું લાગ્યું તે કોમેન્ટ કરી કહો……

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment