મિત્રો ગાડી ખરીદતા વખતે મોટાભાગના લોકો બચત પ્રમાણે લુક અને ડિઝાઇન પસંદ કરે છે. વાહન ઉત્પાદક કંપની પણ તેને બનાવતા વખતે સ્ટાઇલિસ્ટ લુક આપવામાં કોઈ કસર નથી છોડતી. તેના કારણે ભલે લોકો લલચાઈ જાય પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ કાર ઉપર એક નજર નાખવી જરૂરી છે.
ભારત જ નહીં પરંતુ દુનિયામાં અનેક દેશોમાં સૌથી વધારે દુર્ઘટનાઓ માર્ગ પર થાય છે. કેટલીક વાર તેમાં લોકોનો જીવ પણ જતો રહે છે. જો તમે પણ કોઈ ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યા હો તો એકવાર આ પાંચ કાર ઉપર નજર જરૂર નાખો. ટેસ્ટિંગ દરમિયાન ફાઇવ સ્ટાર રેટિંગ સાથે આ બધી ગાડીઓ પ્રથમ સ્થાન પર રહી છે.
1) સ્કોડા કુશૉક:- સ્કોડા કંપનીની મોટાભાગની કાર માર્ગ પર જોવા મળી જાય છે. તેનો લુક અને ડિઝાઇનના મામલામાં થોડી અલગ છે. જો સુરક્ષાની વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર સ્કોડા કુશૉક છે. ગ્લોબલ NCAP દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે ટેસ્ટિંગ દરમિયાન આ કાર ને એડલ્ટના કમ્પેનિયન ચાઈલ્ડ ઓક્યુપેન્ટ સ્કોરમાં સૌથી વધુ રેટિંગ એટલે કે 5 સ્ટાર મળ્યા છે. જો તમે તમારી સુરક્ષાને લઈને પરેશાન હોય તો તેને માત્ર 11.55 લાખ રૂપિયામાં પોતાની બનાવી શકો તો. 2) ફોક્સવૈગન ટાઇગન:- ફાઇવ સ્ટાર રેટિંગની સાથે જ સ્કોડા કુશૉક ને ફોક્સવૈગન ટાઇગન સુરક્ષાના મામલા માં ટક્કર આપી રહી છે. માત્ર એટલું જ નહીં કિંમતની વાત કરીએ તો તેમાં પણ વધારે અંતર જોવા નથી મળતું. NCAP દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે આ કારને ચાઈલ્ડ અને એડલ્ટ ઓક્યુપેન્ટ બંનેવમાં હજુ ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યા છે આની કિંમતની શરૂઆત 11.55 લાખ રૂપિયાથી થાય છે. જ્યારે ટોપ વેરિએન્ટ ની કિંમત 19 લાખ રૂપિયા છે.
3) ટાટા પંચ:- ટાટા કંપની ન કેવળ કાર પરંતુ બસ અને ટ્રક પણ સડકો પર ખૂબ દોડતી નજરે આવે છે. મજબૂતી અને સેફટી ના કારણે લોકો તેને પહેલી નજરમાં જ પસંદ કરી લે છે. સૌથી સુરક્ષિત કાર ની લિસ્ટમાં આ પણ સામેલ છે. ગ્લોબલ NCAP દ્વારા બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે ટાટા પંચને ફાઇવ સ્ટાર રેટિંગ એડલ્ટ ઓક્યુપેન્ટ માં અને 4 સ્ટાર રેટિંગ ચાઈલ્ડ ઓક્યુપેન્ટ માં મળે છે. આની કિંમતની શરૂઆત માત્ર 5.82 લાખ રૂપિયા થી થાય છે. ટોપ વોરિએન્ટ માટે 9.48 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. 4) મહિન્દ્રા એક્સયુવી 300:- સેફટી કાર ની લિસ્ટ માં મહેન્દ્રા પણ પાછી પડે એમાંની નથી. દમદાર એન્જિન અને મોટા વીલબેઝ ના કારણે લોકો આ કંપનીની કાર ને ખરીદે છે. Mahindra xuv 300 એક સુરક્ષિત કાર છે. ગ્લોબલ NCAP ના ટેસ્ટિંગમાં તેને 4 સ્ટાર સ્કોર ચાઈલ્ડ ઓક્યુપેન્ટમાં અને 5 સ્ટાર સ્કોર એડલ્ટ ઓક્યુપેન્ટ માં મળે છે. તેની કિંમત 8.42 થી 12.38 લાખ રૂપિયા છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં લોકો લાંબી મુસાફરી ની યાત્રા કરવા માટે mahindra xuv300 માં સફર કરવાનું પસંદ કરે છે.
5) ટાટા અલ્ટરોજ:- સુરક્ષા ની દ્રષ્ટિએ ટાટા કંપનીની એક બીજી કાર આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.NCAP દ્વારા બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે ટાટા અલ્ટરોજ ને 3 સ્ટાર રેટિંગ ચાઈલ્ડ ઓક્યુપેન્ટ માં અને 5 સ્ટાર એડલ્ટ ઓક્યુપેન્ટ માં મળે છે. તેની સાથે જ આ પણ સુરક્ષિત કારોમાં એક છે તેને ખરીદવા માટે તમારે ઓછામાં ઓછા 6.20 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી