આપણે અત્યારે કોઈ પણ વ્યક્તિના મરણના સમાચાર સાંભળી ગયા હોઈએ તો પણ રામ… રામ …. નીકળી જાય છે. પણ પ્રાચીન સમયમાં એવી ક્રૂર અને ખતરનાખ મોત માણસોને આપવામાં આવતી કે તે સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે.હાલમાં તો આપણા સમાજમાં સજા તો માત્ર થોડા વર્ષો માટે જેલમાં જવું પડે છે. પણ મધ્યકાલીન સમયમાં વ્યક્તિને ગુના દરમિયાન તડપાવી તડપાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા. તે સમયમાં મોત એટલે લોકો માટે મનોરંજનનું સાધન પણ કહેતા હતા. કોઈ પણ વ્યક્તિ અપરાધ કરે તો તેને નગર અથવાતો શહેરની વચ્ચે લાવીને લોકોને ભેગા કરીને માણસને રીબાવીને મારવામાં આવતો જેનાથી બીજા લોકો પણ ક્યારેય આવી ભૂલ ના કરે.
આવી સજાઓ વિશ્વના ઘણા દેશોમાં આપવામાં આવતી હતી તેમાં અલગ અલગ દેશો પ્રમાણે તેના વિવિધ પ્રકારો હતા. પણ, આ બધા સજાના પ્રકારો માણસને બને એટલો તડપવા દેવાનો અને ટોર્ચર કરીને મોત આપવામાં આવતું. તે સજાઓમાં માણસ એક નહિ પણ હજાર વાર મારતો હોય છે.
૧] હોડીમાં મોત
આ સજા પ્રાચીન ફારસમાં આપવામાં આવતી હતી. આ સજામાં માણસ ન તો જીવવા માંગે ન તો મારવા માંગે. અપરાધીને આમાં એક હોડીમાં બાંધી દેવામાં આવતા અને પછી તેને દૂધ અને મધ ખુબજ પ્રમાણમાં પીવડાવવા માં આવતું હતું. પણ દૂધ અને મધ એટલા પ્રમાણમાં શરીરમાં નાખી દેતા કે માણસ ચાલી પણ ન શકે. દૂધ અને મધ પીવડાવી તેને હોડીમાં બાંધીને અપરાધીની ઉપર પણ દૂધ અને મધ રેડ્ડી ને હોડીને જંગલમાં હોય તેવા તળાવમાં મૂકી આવે.
પછી ધીમે ધીમે તે હોડીમાં જીણી જીણી જીવ જંતુની લાઈનો થઇ જતી અને શરીરને ધીમે ધીમે ખાવા માંડે. અને માણસ એટલો તડપે કે આપણે વિચારીએ તો પણ રુવાડા ઉભા થઇ જાય એવી આ દર્દનાક મોત આપવામાં આવતી હતી. આ સજામાં માણસ ઘણા દિવસો સુધી તડપે રોજ કીડા મકોડા તેને ખાય . આવી ક્રૂર સજા આપવામાં આવે છે.
૨] જીવંત શરીરને કાપવું
ચીનમાં લિંગ ચીં નામના શહેરમાં એવી ક્રૂર હત્યા કરતા કે માણસો પણ ના જોઈ શકે. ગુનેગારને શહેરની વચ્ચે લાવીને તેને નગ્ન કરવામાં આવે પછી તેને ત્યાં લાવીને લોકોને ભેગા કરવામાં આવતા હતા. પછી જે વ્યક્તિ ગુનેગાર હોય તેને ભરી બજારમાં નગ્ન કરી થાંભલા સાથે બાંધવામાં આવે પછી તેના શરીરના ભાગે ચાકુના ચીરા પાડીને ચામડીના કટકા કરવામાં આવે અને તેનું લિંગ પણ કાપી નાખવામાં આવે. કાપવાની શરૂઆત સાંથલ અને છાતીનો ભાગ કાપવામાં આવતો. જ્યાં સુધી ગુનેગારનું મોત ન થાય ત્યાં સુધી તેને શરીરના એક એક અંગને કાપવામાં આવતું હતું. લિંગ ચીં શહેરમાં ૧૯૦૫ સુધી આ પ્રથા ચાલુ હતી. ૧૯૦૫ પછી આ સજા પર પૂર્ણ વિરામ લાગી ગયો.
૩] તોપથી ઉડાવીને
આ સજા ૧૯મી સદી સુધી પ્રચલિત હતી. આ સજા આપણા દેશમાં પણ પ્રચલિત હતી. જયારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજો આપણા ક્રાંતિવીરોને તોપના મોઢે બાંધીને ઉડાવી દઈને શરીરના ચીથરા કરી નાખવામાં આવતા. આ મોતમાં માણસ ના શરીરનો એક પણ અંશ સારો નથી મળતો. અને આ સજા ઘણા બધા દેશોમાં પ્રચલિત હતી.
૪] ભઠ્ઠી પર
ભઠ્ઠી ઉપર સુવડાવીને માણસને ત્રણ ચાર દિવસ સુધી મારવામાં આવતો. તેનાથી ખુબ પીડા અને દર્દ થાય તે ગુનેગાર ખુદ અનુભવી શકે. પ્રાચીન સમયમાં લોખંડનું કામ કરતા તેને ત્યાં લોખંડ ઓગળવા માટે ભઠ્ઠીઓ હતી. જે વ્યક્તિએ ગુનો કર્યો હોય તેને ત્યાં લાવવામાં આવતો અને લોકો ભેગા કરવામાં આવતા અને અપરાધીને લોખંડની પાઈપ પર બાંધીને સુવડાવી દેવાતો અને નીચે થી આગને ધમણ દ્વારા ફૂંક મારવામાં આવતી. જેનાથી તે ખુબ તડપતો અને તેને ધીમે ધીમે સળગાવવામાં આવતો જેનાથી તે પોતાના મોતને રૂબરૂ જોતો.
૫] ઘોડાથી બંધીને ખેંચવું
આ સજા રોમન સામ્રાજ્યમાં આપવામાં આવતી હતી. આ સજામાં ગુનેગાર કે દુશ્મનને નગર વચ્ચે લાવીને ચાર ઘોડા સાથે બાંધી દેવામાં આવતો. તેમાં માણસના બે હાથ અને બેય પગ બાંધતા પછી ઘોડાઓ ચારે દિશામાં ચલાવવામાં આવતા અને ગુનેગારના અંગો ખેંચીને માણસના ધડથી અલગ કરી દેવામાં આવતું. માણસના માથાનો ભાગ જીવંત રાખે અને પછી તે ધડ તડપી તડપીને મારે તેનો આંનદ લોકો લેતા. પછી મૃત્યુ પામનાર વ્યક્તિના અંગોને ઘોડા સાથે બાંધીને નગરમાં ફેરવતા. જેનાથી એવું દર્શાવતું કે કોઈ ગુનો કરશે તો આવી સજા મળશે.
૬] કડાઈમાં ઉકાળીને
કડાઈમાં ઉકાળીને મારવાનો પ્રયોગ ઘણા બધા દેશોમાં કરવામાં આવતો હતો. ભારતમાં પણ, એક મોટા પ્રમાણ વાળી લોખંડની કડાઈ લેવામાં આવતી તેમાં તેલ અથવા પાણી નાખી પછી તેમાં સજા પામનાર વ્યક્તિને તેમાં બેસાડી દેવામાં આવતો. અને પછી નીચેથી આગ સળગાવવામાં આવતી અને ધીમે ધીમે તેલ અથવા પાણી ગરમ થવા માંડે અને એમાં બેસાડેલા વ્યક્તિને ધીમે ધીમે પીડા થવા લાગે . પણ બાંધેલો હોવાથી તે બહાર ન નીકળી શકે. ખુબ તેને ટોર્ચર કરવામાં આવતો અને તેને ઉકળતી કડાઈમાં મારી દેવામાં આવતો.
૭] ખૂટીયાના પેટમાં નાખી
આ સજા સૌથી વધારે પ્રચલિત એથેન્સમાં હતી. તે સમયમાં આ સજાને મુખ્ય સજા તરીકે માનવામાં આવે છે. આ સજામાં નગરની વચ્ચે એક મોટો મેટલનો બળદ બનાવીને મુકાયો હોય, તેના પેટનો ભાગ અંદરથી પોલો રાખવામાં આવતો.
અપરાધીને બળદના મોઢાના ભાગેથી ઠુંસી દેવામાં આવતો ને બળદના પેટના ભાગ સુધી ઠુંસીને નાખી પછી, મેટલના બળદની નીચે આગ સળગાવવામાં આવતી અને ધીમે ધીમે આગ વધતી જાય તેમતેમ મેટલનો બળદ લાલ થવા લાગે અને માણસ બળદની અંદર ગરમી અને તપતા મેટલમાં બળી બળીને ચિંખો નાખતો અને લોકો તેનો આનંદ લેતા. સજા પામનાર વ્યક્તિ ખુબ ખુબ તડપી અને રાડો પાડી પાડીને મરતો. જ્યાં સુધી મરે નહિ ત્યાં સુધી બળદની નીચે આગ ચલુ જ રાખવામાં આવતી હતી.
૮] આરીથી કાપી નાખવું
આ સજા સૌથી વધારે મધ્યકાલીન સમયમાં પ્રચલિત હતી. મધ્યકાળમાં માણસનો ગુનો હોય તો તેને બે થાંભલા વચ્ચે બાંધીને વચ્ચેથી આરી વડે ગુનેગારોને કાપવામાં આવતા. આવી કાપવાની સજા ચીનમાં વધારે દેવામાં આવતી ત્યાં માણસને ઉંધો લટકાવીને લિંગના ભાગ થી માણસને કાપવામાં આવતો અને તેને છાતી ના ભાગ સુધી કાપવામાં આવતો જેથી તેનું મગજ એક્ટીવ રહે અને તેને દર્દનું અહેસાસ થાય ,એવું માનવામાં આવતું.
૯] ભૂખ્યા સિંહો વચ્ચે
પ્રાચીન સમયના રોમમાં એમ. ફી. થીએટર અને કોલોરીયમ બનાવવામાં આવ્યા હતા. ત્યાં બધીજ પ્રકારની મનોરંજનની એક્ટીવીટી થતી હતી. એક ઉંચી દીવાલો વાળું મેદાન બનાવ્યું હતું અને તેમાં ભૂખ્યા સિંહોને રાખવામાં આવતા. ત્યાં ગુનો કર્યો હોય તે વ્યક્તિને લાવવમાં આવે અને પછી ભૂખ્યા સિંહો વચ્ચે તેને ફેંકી દેવામાં આવે. અને સેંકડો લોકો ત્યાં દીવાલો પરથી આ દ્રશ્ય ને જોઇને તાળીઓ અને ચીચ્કારીઓ કરતા. નીચે સિંહ માણસને જીવતો નોચી નોચી ને ખાય અને ઉપર જોવા આવેલા લોકો મનોરંજન કરતા .
૧૦] હાથીના પગ નીચે
હાથીના પગ નીચે દબાવીને મારવામાં આવતી સજા ભારતમાં પણ આપવામાં આવતી અને તે પ્રાચીન કાળમાં ખાસ થતું. હાથીના પગ નીચે દબાવીને આપતી મોત ખુબ જ ભયંકર મોત કહેવાતી અને તેનું પ્રચલન સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયામાં વધારે હતું.
તો મિત્રો આ હતી પ્રાચીન સમય ની ભયાનક અને ક્રૂર સજાઓ , આવી હજી ઘણા પ્રકાર ની સજાઓ આપવામાં આવતી જો આના વિષે વધારે જાણકારી મેળવવી હોય તો લાઈક ,શેર અને કોમેન્ટ કરજો અમે એના આધારે નવો આર્ટીકલ પ્રકાશિત કરીશું.
તમારો વાચવાનો ઉત્સાહ એજ અમારી સફળતા છે. ધન્યવાદ.
Nice
Very good