ગમે તેવો જુનો અને કાટ વાળો થઈ ગયેલો બાથરૂમ કે ગેન્ડીનો નળ, થઈ જશે એકદમ નવા જેવો અને ક્લીન. અજમાવો આ મફત ટીપ્સ..

જો તમને એ સવાલ કરવામાં આવે કે કોઈ પણ વસ્તુમાં શા માટે જલ્દી કાટ લાગે છે. તો પછી તમારો શું જવાબ હશે ? કદાચ તમારો જવાબ એવો હશે કે કોઈ પણ વસ્તુ પર સતત પાણી પડવાથી આવું થાય છે. આથી એ નક્કી છે કે બાથરૂમના નળમાંથી સતત પાણી આવે છે આથી તેમાં ગમે ત્યારે તો કાટ લાગે છે. જો તમારા બાથરૂમના નળ પર કાટ લાગેલ છે તો નળ બદલવાની જરૂર નથી, પણ તે કાટને દુર કરવાની જરૂર છે. આજે આપણે આ લેખમાં એવી જ સરળ ટીપ્સ વિશે જાણીશું જેનાથી તમે કાટને સહેલાઈથી દુર કરી શકશો.

બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની રીત : બેકિંગ સોડાનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહિ પરંતુ તેની મદદથી તમે બીજી ઘણી વસ્તુઓ સરળ બનાવી શકો છો. બાથરૂમના નળમાં જો કાટ લાગે તો તમે તેને દુર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે બે થી ત્રણ ચમચી બેકિંગ સોડા લો, બે ચમચી લીંબુનો રસ, અને એક કપ પાણીનું મિશ્રણ બનાવી લો. આ મિશ્રણ બની ગયા પછી તેને કાટ વાળી જગ્યાએ લગાવો અને થોડી વાર રહેવા દો. 10 મિનીટ પછી તેને બ્રશની મદદથી ઘસીને દુર કરો.

હાઈડ્રોજન પેરોક્સાઈડ : તમે કદાચ આનું નામ પહેલા ન સાંભળ્યું હોય, પણ હાઇડ્રોજન પેરોક્સાઈડની મદદથી તમે સરળતાથી કાટને દુર કરી શકો છો. આ માટે બે થી ત્રણ ચમચી હાઇડ્રોજન પેરોક્સાઈડ નળની ઉપર છાંટો. તેને છાંટ્યા પછી 30 મિનીટ માટે એમ જ રહેવા દો. 30 મિનીટ પછી સેન્ડપેપરની મદદથી આ ભાગને ઘસો. તમે જોશો કે કાટ એકદમ નીકળી જશે. જો ન નીકળે તો આ પ્રયોગ ફરી કરો.

લીંબુ અને ગરમ પાણીનો ઉપયોગ કરવાની રીત : લીંબુ અને ગરમ પાણીના મિશ્રણથી પણ તમે બાથરૂમના નળ પર જામેલ કાટને ચપટીમાં કાઢી શકો છો. આ માટે મિશ્રણનો લેપ બનાવીને કાટ વાળી જગ્યાએ લગાવી અને થોડી વાર રહેવા દો. તમને જણાવી દઈએ થોડા અંશે આ કાટને દુર કરી શકે છે, પછી તમે બ્રશની મદદથી તેને ઘસો. આમ નળ પરનો કાટ દુર થઈ જશે.

વિનેગર અને બેકિંગ સોડાનાના મિશ્રણનો ઉપયોગ : જો કે હવે તો તમે જાણતા જ હશો કે બેકિંગ સોડાની મદદથી કાટને સહેલાઈથી દુર કરી શકો છો. એવામાં વિનેગર અને બેકિંગ સોડાનું મિશ્રણ પણ કાટને દુર કરવા માટે બેસ્ટ ઉપાય છે.

આ માટે તમે બ્રશને મિશ્રણમાં પલાળીને કાટ વાળી જગ્યાએ સારી રીતે બે થી ત્રણ મિનીટ ઘસો. તેનાથી કાટ તરત જ નીકળી જાય છે. આ સિવાય તમે મિશ્રણને કાટ વાળી જગ્યાએ લગાવીને થોડી વાર રહેવા દો અને પછી બ્રશની મદદથી ઘસો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment