મિત્રો દરેક સ્ત્રી અથવા તો પુરુષ પોતાની પાસે પર્સ રાખે છે. તેમાં ઘણી વસ્તુઓ સચાવિને રાખે છે. એવી વસ્તુઓ કે જે તેમના માટે જરૂરી છે, કામની છે. તેમજ ઘણી વખત આપણે કોઈ શ્રદ્ધાથી પણ અમુક વસ્તુઓ રાખતા હોઈએ છીએ. પણ ઘણી એવી વસ્તુઓ પણ હોય છે જેને પર્સમાં જો રાખવામાં આવે તો અનેક રીતે ખરાબ થઈ શકે છે. આથી જો તમે આવી વસ્તુઓ પર્સમાં રાખો છો તો તે આજે જ કાઢી નાખજો.
પુરુષ હોય કે મહિલા દરેકને પર્સ કે વોલેટમાં પૈસા મૂકવાની ટેવ હોય છે. જો કે કોઈ વાર એવું થઈ જાય છે કે, લોકોના પર્સમાંથી પૈસા નથી નીકળતા. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે પર્સથી જોડાયેલી કંઈ વસ્તુ રાખવી તે વિશે જરૂર જાણવું જોઈએ. આ ઉપાયથી તમારું ધન અને પૈસાની બચત કરી શકાય છે. ચાલો જાણીએ, અંતે શું છે પર્સથી જોડાયેલા વાસ્તુ ટિપ્સ….
1 ) વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સમાં ખાલી પૈસા જ મૂકવા જોઈએ. આ સિવાય બીજી વસ્તુને પર્સમાં રાખવું અશુભ ગણવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે, જેને પોતાના પર્સ કે વોલેટમાં ચાવી રાખવાની ટેવ હોય છે, જો કે ક્યારે પણ પર્સમાં ચાવી કે ધાતુની વસ્તુના મૂકવી જોઈએ. એવું કરવાથી નુકશાન થાય છે અને કામના ન હોય તેવા ખર્ચા વધી જાય છે. જો કે ક્યારેય પણ પોતાના પર્સમાં ચાવી જેવી વસ્તુ ન મૂકવી જોઈએ.
2 ) પર્સમાં પૈસાની સાથે ફોન બિલ, સામાનનું બિલ અથવા વીજળીનું બિલ જેવી વસ્તુ ક્યારે પણ ન મૂકવી જોઈએ. માનવામાં આવે છે કે, આવી વસ્તુ રાખવાથી નેગેટિવ એનર્જી વધે છે. અને તેનાથી આર્થિક નુકશાન પણ થઈ શકે છે. એવામાં ધ્યાન રાખવું કે પર્સ કે વોલેટમાં ક્યારે પણ બિલ ન મૂકવું.
3 ) કોઈ લોકો પર્સમાં પૈસા જરૂર રાખે છે પરંતુ તે સારી રીતે નથી મૂકી શકતા. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ પર્સ કે વોલેટમાં પૈસા મૂકો તો સારી રીતે મુકવા જોઈએ. ક્યારેય પણ નોટને વાળી કચરીને ન મૂકવી જોઈએ. નહિ તો આર્થિક નુકશાન થઈ શકે છે.
4 ) પર્સમાં ફોટો મૂકવો સામાન્ય વાત છે. પરંતુ ધ્યાન રાખવું કે ક્યારે પણ પોતાના પર્સ કે વોલેટમાં પૂર્વજનો કે મૃત માણસનો ફોટો મૂકવો જોઈએ નહિ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વોલેટ કે પર્સમાં પૈસાની સાથે પૂર્વજો કે મૃત માણસની ફોટો મૂકવાથી ધન સંપત્તિથી જોડાયેલ નુકશાન થાય છે.
5 ) સામાન્ય રીતે સુરક્ષા પ્રમાણે જોઈએ તો પૈસા પર્સ કે વોલેટમમાં મૂકવા જોઈએ પરંતુ જો પૈસા કરજ કે વ્યાજ માટે હોય તો એને ક્યારે પણ પર્સમાં મૂકવા જોઈએ નહિ. આવા પૈસાને હમેશાં પર્સ કે વોલેટની બહાર મૂકવા જોઈએ. નહિ તો ધન સંબંધિત નુકશાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફાટેલા પૈસા પર્સમાં મૂકવા જોઈએ નહિ. જો પર્સ ફાટી ગયું હોય તો એને તરત જ બદલી નાખવું જોઈએ.
પર્સ કે વોલેટમાં રાખો આ વાસ્તુ : એવું કહેવામા આવે છે કે, જો વોલેટ કે પર્સમાં ચપટી ભરીને ચોખા રાખવામા આવે તો પૈસા જલ્દી ખર્ચ થતા નથી. એટલે કે પર્સમાં ટકી રહે છે. પર્સ કે વોલેટમાં જો માં લક્ષ્મીજીનો નાનો ફોટો મૂકવામાં આવે તો પૈસાની બચત થશે અને આર્થિક તંગીથી રાહત મળશે.
લાલ રંગનું એક કાગળ પર્સમાં મૂકવું એક શકુન છે. તેની માટે તમને એક લાલ કાગળમાં પોતાની ઈચ્છા લખીને એને રેશમી દોરીથી બાધી દેવું. એ પોતાના પર્સમાં મૂકી દેવું. આ ઉપાયથી તમારી ઈચ્છા પૂરી થશે.
જો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો છે તો એને પણ તમારા પર્સમાં મૂકી શકો છો. એનાથી ધનમાં લાભ થાય છે. ધ્યાન રાખવું કે સોના કે ચાંદીના સિક્કા પોતાના પર્સમાં રાખતા પેહલા આને ઘરના મંદિરમાં માં લક્ષ્મીના ચરણોમાં જરૂર મૂકવા જોઈએ. પછી એને તમારા પર્સ કે વોલેટમાં રાખવાથી બચત અને ધનમાં લાભ થાય છે.
( આ આર્ટિકલ વાસ્તુશાસ્ત્ર ને આધારિત લખ્યો છે, અમે કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવી રહ્યા માટે વાસ્તુશાત્રમાં માનવ વાળા લોકો જ વાંચે તેવી વિનંતી )
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ