મિત્રો તમે જાણો છો એમ હવે ઉનાળાના દિવસો શરુ થઈ ગયા છે. આથી મોટાભાગના લોકોના ઘરમાં AC શરુ થવા લાગ્યા છે. પરંતુ જો તમે પહેલી વખત એસી ખરીદવા જઈ રહ્યા છો, તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેના કારણે તમારે AC ને કારણે લાઈટ બીલ વધુ ન આવે છે. ચાલો તો એસી ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
ઉનાળો આવતા પહેલા ઘણા લોકો નવું એ.સી. ખરીદવા માંગે છે. પરંતુ, જો તમે પહેલી વખત જ એ.સી. ખરીદવાના હો તો તમારે અમુક વાતોનુ ધ્યાન રાખવું પડશે. અહીં તમને અમુક એવી વાતો જણાવી રહ્યા છીએ જેનું ધ્યાન તમારે એ.સી. ખરીદતી વખતે રાખવાનું છે.
શું તમે નવું એર કંડિશનર (એ.સી.) ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા બીજા ઓનલાઈન શોપિંગ સાઇટ્સ દ્વારા ખરીદવા માંગો છો ? તો તેવામાં તમારે અમુક વાતોનુ ધ્યાન રાખવું પડશે. તમારે એ.સી. ઈન્સ્ટોલેશનથી લઈને વિન્ડો અથવા સ્પ્લિટ એ.સી. અને ટનનું પણ ધ્યાન રાખવું પડશે.
દરેકને માટે એ.સી. ના અલગ અલગ મોડેલ સ્પેસ અને કંડિશન મુજબ ઉપલબ્ધ હોય છે. પહેલા એ.સી. ને લક્ઝરી આઈટમ ગણવામાં આવતું હતું. પરંતુ હવે એફોર્ડેબલ કિંમત પર પણ એ.સી. ખરીદી શકાય છે. અહીં તમને તેનું ગાઈડ જણાવી રહ્યા છીએ.
સ્પ્લિટ એ.સી. કે વિન્ડો એ.સી.? – વિન્ડો એ.સી. : જેવું કે નામ પરથી જ ખબર પડે છે કે, આ એ.સી. કંઈ રીતે કામ કરે છે. તમે તેને વિન્ડો અથવા કોઈ એવી જગ્યાએ યુઝ કરી શકો છો 1, 1.5 કે 2 ટન સુધીના મોડેલને હોલ્જ કરી શકે. વિન્ડો એ.સી. માં બધા જ કોમ્પોનંટ આપવામાં આવે છે જેના કારણે તે મોટું હોય છે, પરંતુ તે સસ્તું હોય છે. તેને ઇન્સ્ટોલ કરવું એફોર્ડેબલ છે. પરંતુ તેના માટે તમારે એક કિંમત ચૂકવવાની હોય છે. તેના અવાજથી ઘણા લોકોને પરેશાની થઈ શકે છે. સરળતાથી ઈન્સ્ટોલેશન સિવાય વિન્ડો એ.સી.ની સર્વિસીઝ પણ સસ્તી હોય છે.
સ્પ્લિટ એ.સી. : સ્પ્લિટ એ.સી. નો ઉપયોગ લાર્જ રૂમ સાઈઝમાં એફિશિયંટ કુલિંગ માટે કરવામાં આવે છે. તેમાં સ્પ્લિટ પાર્ટ તેનું કંપ્રેશન છે. તેને સેટઅપ કરવું વિન્ડો એ.સી. કરતાં મુશ્કેલ છે. જો તમારું બજેટ અલાઉ કરતું હોય તો તમે આ મોડેલ સાથે જઈ શકો છો.
1 ટન કે 1.5 ટન ક્યૂ મોડેલ તમારા માટે બેસ્ટ છે ? : હવે જ્યારે એ.સી. ના ટાઈપ વિશે વાત થઈ ગઈ તો હવે વાત કરીએ કેપેસિટીની. રૂમ સાઈઝ મુજબ તમે એ.સી. મોડેલ ખરીદી શકો છો. જનરલી એ.સી 1 ટન, 1.5 ટન અને 2 ટન કેપેસિટીના આવતા હોય છે. જો તમારા રૂમની સાઈઝ 10*15 સ્ક્વે. ફિટથી મોટી હોય તો તમારે 2 ટન કેપેસિટી વાળું એ.સી. ખરીદવું જોઈએ અને જો રૂમની સાઈઝ તેનાથી નાની હોય તો 1.5 ટન કેપેસિટી વાળું એ.સી. ખરીદવું જોઈએ. જો તમે બેસમેંટ અથવા ગ્રાઉંડ ફ્લોર પર રહેતા હોય જ્યાં સીધો સૂર્યનો પ્રકાશ ન આવતો હોય અને રૂમની સાઈઝ 10*10 હોય તો તમે 1 ટનનું એ.સી. ખરીદી શકો છો.
ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર એ.સી. માં ક્યું બેસ્ટ છે ? : તમે પણ ઘણા એ.સી. જોયા હશે જે ઇન્વર્ટર ટેગ સાથે આવે છે. તમે જ્યારે ઇન્વર્ટર એ.સી. ને ખરીદો છો તો તમે કુલિંગ કેપેસિટીને ટ્વીક કરીને ઘણું બિલ બચાવી શકો છો. ઇન્વર્ટર એ.સી. પાવર સેવિંગ ફીચર સાથે આવે છે. પરંતુ તે મોંઘા હોય છે.
કેટલા સ્ટાર વાળા એ.સી.? : એ.સી. ના કારણે બિલ પણ ખુબ વધારે આવે છે. તેના કારણે તમે વધારે સ્ટાર વાળા એ.સી. ને ખરીદી શકો છો. જેટલા વધારે સ્ટાર હશે તમારું બિલ તેટલું જ ઓછું આવશે. તમે 3 સ્ટારથી વધુ વાળા એ.સી. ખરીદી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી