👪 બાળકના સારા ભવિષ્ય માટે આ વસ્તુઓ જરૂર દરેક માતા પિતાએ ધ્યાનમાં રાખવી……👪
👶 આજની પેઢીમાં બાળકો ઝડપથી પોતાના નિર્ણય લઇ લે છે. અને પોતાને મન ફાવે તેવી રીતે રહે છે અથવા તો તેને ગમે તેવી પ્રતિક્રિયા કરે છે. અને આજની પેઢી માત્ર સંભાળે છે તો પણ કોનું મોબાઈલ અને ઈન્ટરનેટનું. અને આજ ઉપકરણોને તે ગુરુ માનવા લાગ્યા છે.
👶 પરંતુ ઘણી વાર માતા પિતાના ખરાબ વ્યવહારના કારણે પણ બાળકો પર ખરાબ અસર પડતી હોય છે. માતા પિતાના પ્રેશર અને સતત દબાવથી પણ બાળકો ફસ્ટ્રેશનમાં આવી જાય છે અને કોઈ પણ પગલું લઇ લે છે. અને આજના માતા પિતા પણ એવું માને છે કે મોબાઈલથી તેનો બાળક વ્યસ્ત રહે. પણ તેનાથી થોડું નહિ પણ ઘણું બધું નુંકશાન બાળકોમાં થાય છે. જે દરેક વ્યક્તિને તે સામાન્ય બાબત લાગે છે. પણ તે ખરેખર ખુબ જ ગંભીર બાબત છે.Image Source :
👶 મિત્રો માત્ર બાળપણની અવસ્થા જ એવી છે. જેમાં વધારે માસુમિયત અને નિખાલસતા હોય છે. આ અવસ્થા એવી છે જેમાં બાળક દરેક વસ્તુ ટ્રાય કરવા માંગતો હોય છે. ઘણી વાર બાળકની નાની મોટી ભૂલો થઇ જતી હોય છે. પરંતુ જો તેની સાથે કઠોરતા ભર્યો વ્યવહાર કરવામાં આવે તો ક્યારેક તેની અસર બાળકના નાજુક મગજ પર પડે છે. માટે દરેક માતા પિતા પોતાના બાળકના ઉછેર સમયે ખાસ કરીને આ પાંચ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. માતા પિતાના વ્યવહારો પણ બાળકોના બગડવા પાછળના કારણ હોય શકે છે.
👪 દરેક વ્યક્તિએ આ લેખ જરૂર વાંચવો. શું તમે પણ અજાણતા તમારા બાળક સાથે આ પ્રમાણેનો વ્યવહાર તો નથી કરી રહ્યા ને ?Image Source :
👪 નાના બાળકોનું મસ્તિષ્ક ખુબ જ નાજુક હોય છે અને ફ્રેશ પણ હોય છે. તેના મગજ પર કોઈ પણ વસ્તુનો પ્રભાવ ઝડપથી પડે છે તેથી બાળકના ઉછેર વખતે તેની સાથે કોઈ વ્યવહાર કરતા પહેલા બાળક પર પડતી અસર વિશે અવશ્ય વિચારવું.
👪 બાળકની સામે ક્યારેય ઘરમાં ઝગડો ન કરવો જોઈએ. ઘર પરિવારમાં થતો ઝગડો બાળક પર વિપરીત અસર પાડે છે તેનાથી બાળક જલ્દી વયસ્ક થઇ જાય છે. માતા પિતાને ઝગડતા જોઈને તે બાળક પણ ઝગડા કરે છે.Image Source :
👪ઘરમાં થતી લડાઈ અને તણાવ વગેરેની અસર સૌથી વધારે બાળકના મગજ પર પડે છે. પરિણામે બાળક પણ તે લક્ષણો પકડે છે અને તે બાળક પર નકારાત્મક અસર પડે છે. ઉંમર વધવાની સાથે સાથે બાળકના ઝગડાળુ સ્વભાવનું સ્તર પણ વધવા લાગે છે. અને દુરાચાર અને દુરવ્યવહાર જેવા અવગુણો વિકસે છે.
👪 ઘણી વખત તમે જોયું હશે કે માતા પિતા બાળકની નાની મોટી ભૂલો પર તેને મારવાનું શરુ કરી દેતા હોય છે. પરંતુ તે લોકોને તેવું લાગે છે કે તેનાથી બાળક સુધરે છે. પણ તે લોકો નથી જાણતા કે બાળકો ને મારપીટ કરવાથી તેની વિપરીત અસર પડે છે. તમને ખબર છે તમારું મગજ હંમેશા તે જ કામ પસંદ કરશે જે તેને સાચું સમજે છે. તે આપણા બસમાં છે અને તેથી આપણે તેવું કહીએ છીએ.Image Source :
👪 જ્યારે બાળકમાં તે નિર્ણય શક્તિ તેટલી ઓછી હોય છે. તેથી તેના ખોટા નિર્ણય પર તેને ક્યારેય મારવા નહિ. પરંતુ તેને પ્રેમથી સમજાવવા તેમજ જરૂર પડે તો ખીજાવું પણ મારવું તે ખોટી દિશા છે. કારણ કે મારવાથી તેના મગજ પર ખરાબ અસર પડે છે. તેમજ બીક જન્મે છે જેના કારણે બાળક બીજી વાર તેવી ભૂલ થતા જુઠું બોલે છે અને ત્યાંથી તેનામાં ખોટું બોલવાનો અવગુણ આવવાની શરૂવાત થાય છે.Image Source :
👪 બાળક પર વધારે ગુસ્સો ન કરવો. જ્યારે બાળક જીદ કરે તથા ન કરવાનું કામ કરે તો તેને પ્રેમથી સમજાવો. દરેક બાળક ભૂલ તો કરે પણ તેને એ રીતે સમજાવો કે તે ભૂલથી તેને કંઈક શીખવા મળ્યું હોય તેમ. તેને મારીને અથવા તો ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી. જો બાળકને વધારે મારવા અથવા દબાવમાં રાખવામાં આવે તો તેના હોર્મોન્સમાં પણ અસંતુલન આવી શકે છે. અને તે બાળક માટે આગળ જતા ખુબ જ નુંકશાન કારક સાબિત થાય છે. માટે બને ત્યાં સુધી બાળકને તેની ભૂલો મારીને નહિ પણ પ્રેમથી પાસે બેસાડી અને કહો તેનાથી તે જલ્દી અને સરળતાથી સમજી જશે.Image Source :
👪 દરેક વખતે બાળકને ઉપદેશો ન આપવા. વધારે પડતા માતા પિતા ઉપદેશના મૂળમાં રહે છે. તેને નાની નાની વાત પર ટોકતા હોય છે. તમે બાળકને ટોકો તો તેની અસર બાળક પર પડે છે. તેની ભૂલનો અહેસાસ થાય છે.
👪 પરંતુ વારંવાર નાની નાની વાત પર ટોકવાથી થોડા સમય પછી બાળક તેને ટાળવા લાગે છે. ભૂલથી જ શીખવા મળે છે. જ્યારે બાળક કોઈ ભૂલ કરી તેને સુધારવાનો પ્રયત્ન કરે તો જ ભવિષ્યમાં ભૂલ થવાની સંભાવના ઘટે છે. તેથી બાળકને નાની નાની વાતમાં ટોકવાને બદલે હસી મજાકમાં અને અને થોડાક ગંભીર અહેસાસ દ્વારા તેને સમજાવી શકાય છે. દરેક વખતે ઉપદેશના મૂળમાં રહેવાથી બાળકમાં ચીડિયાપણું વધે છે.Image Source :
👪 માત્ર ભણવા માટે દબાણ ક્યારેય ન કરવું. બાળક પર હંમેશા દરેક સમયે ભણવા અને શીખવાનું દબાણ બાળકને માનસીક રીતે નબળું પાડે છે. દરેક વ્યક્તિ જેટલું જોઇને અથવા કોઈ પણ વસ્તુને નિહાળીને શીખે તેના કરતા વધારે તે કામ કરીને વધારે ઝડપથી શીખી જાય છે. હંમેશા બાળકને પ્રેક્ટીકલ બનાવો થીયરીકલ તે આપ મેળે બની જશે.બાળકને કલ્પના કરવાનો પણ સમય આપો. બાળકને તેનું મનગમતું કામ કરવા દો. તેમાંથી તેની કુશળતા શેમાં છુપાયેલી છે તે જાણવા મળશે. અને ટી.વી. મોબાઈલથી તો બાળકને બને ત્યાં સુધી દુર લઇ જવાની કોશિશ કરો. અને ભણવા માટે દબાણ કરવાથી કે ટોકવાથી તેનું મન ભણવામાંથી ઉઠી જાય છે. માટે બાળકને અલગ અલગ ક્રિએટીવ એક્ટીવીટી કરવા દો તેમજ આઉટડોર ગેમ્સ રમવા દો. તે તેના ભવિષ્યને ચમકાવશે અને સિદ્ધિ પ્રાપ્ત કરશે.Image Source :
👪 આજે આપણે જોઈએ છીએ કે બાળકો વ્યક્તિ કરતા ટેકનોલોજી તરફ વધારે ભાગે છે તેનું કારણ દરેક વ્યક્તિનો અલગ અલગ સ્વભાવ હોય છે. પરંતુ જો આપણે આપણા બાળકને એક મિત્ર બની ને સમજાવીએ અથવા તો તેની સમજમાં આવે તેવી રીતે સમજાવવાથી તે આરામથી સમજી જાય છે. માટે દરેક માતાએ બાળકના સારા ઘડતર માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું એ ખુબ જ મહત્વની બાબત છે. .Image Source :
મિત્રો, ભાઈઓ તથા બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google