મિત્રો આજકાલ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો ઘણી વાર ખાન-પાનને લઈને તમામ પ્રકારની લાપરવાહી કરતા હોય છે. જેમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુનો સમાવેશ થાય છે. મિત્રો આજે અમે તમને ખાવા પીવાની વસ્તુને લઈને એક ખાસ વાત જણાવશું. જેને લગભગ લોકો નહિ જાણતા. હોય તો આજે આ લેખને દરેક લોકોએ અવશ્ય વાંચવો જોઈએ. તેનાથી સમજાશે કે આ ભૂલ તમે પણ નથી કરી રહ્યાને ?
મિત્રો આજના સમયમાં બદ્ધ જ લોકોના ઘરે ફ્રીઝ તો અચૂક હોય જ છે. લગભગ જ કોઈક ઘર એવું હશે જ્યાં ફ્રીઝ ન હોય. મિત્રો ફીઝ આપણી સુવિધા માટે છે. કેમ કે આપણે અમુક ખાવા પીવાની વસ્તુ ખરાબ ન થઇ જાય તેના માટે ફ્રીઝને ઘરમાં રાખતા હોઈએ છીએ. પરંતુ મિત્રો ખાવા-પીવાની ઘણી વસ્તુઓ છે જે ફ્રીઝમાં રાખવા છતાં પણ બગડી જતી હોય છે. પરંતુ તેના વિશે આપણે કોઈ નથી જાણતા હોતા. તે વસ્તુઓ ફીઝમાં બગડી જતી હોય છે અને તેમ છતાં પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો આમ તો આ બસ આપણો વહેમ હોય છે કે ફ્રીઝમાં રાખવાથી વસ્તુ ખરાબ ન થાય અને તેને ગમે ત્યારે ખાઈ શકાય. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એવી ઘણી વસ્તુઓ હોય છે જે એક સમય બાદ ફ્રીઝમાં પણ ખરાબ થઇ જાય છે. તો ચાલો જાણીએ આ લેખ દ્વારા કે ફ્રીઝમાં રાખવા છતાં પણ અમુક વસ્તુઓ જલ્દી ખરાબ થઇ જતી હોય છે. જેની આપણને જાણ પણ નથી હોતી. જેને એક વાર ફ્રીઝમાંથી બહાર કાઢવામાં આવે ત્યાર બાદ બીજી વાર ફ્રીઝમાં પણ ન મુકવી જોઈએ.
સૌથી પહેલા છે મેયોનેઝ : માયોનેઝમાં ખુબ જ કેલેરી મળે છે. તેમાં સિરકા, તેલ, શુગર પાવડર સહીત ઘણી વસ્તુ મેળવેલ હોય છે. જો તમે માયોનેઝને એક વાર ફ્રીઝમાંથી કાઢી નાખો અને તેને 8 કલાક સુધી બહાર રાખવામાં આવે, તો ત્યાર બાદ તેનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. એક નિશ્વિત તાપમાનથી બહાર રહ્યા પછી માયોનેઝ ખરાબ થઇ જાય છે.
માખણ : માખણને ફ્રીઝમાં બે અઠવાડિયાથી વધારે સમય સુધી ન રાખવું જોઈએ. જો તમારી પાસે સારી ક્વોલીટીનું પ્લાસ્ટિક હોય તો વધારેમાં વધારે બે દિવસ માખણને વીંટાળીને રાખી શકો. જો માખણનો ઉપયોગ કરવો હોય તો, તેને ઉપયોગના 15 મિનીટ પહેલા જ બહાર કાઢી લેવું જોઈએ. દૂધ : ફ્રીઝમાંથી દુધને બહાર કાઢી, તેનો ઉપયોગ કર્યા પછી તરત જ તેને ફ્રીઝની અંદર રાખી દેવાનું. કેમ કે દુધમાં ખુબ જ ઝડપથી બેક્ટેરિયા બને છે. જો તમે દુધને એક ફ્રીઝમાંથી બહાર કાઢીને બે કલાક સુધી બહાર રાખો છો, તો ત્યાર બાદ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે તેમાં બેક્ટેરિયા ખુબ જ વધી ગયા હોય, જે આપણને નુકશાન પહોંચાડી શકે છે.
નોનવેજ : જે લોકો નોનવેજના શ્ખીન હોય છે તેવો ઘણી વાર ફ્રીઝમાં નોનવેજને બચાવીને રાખે છે અને ઘણા દિવસો સુધી તેનું સેવન કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે જો નોનવેજને પકવીને મુકવામાં આવે તો માત્ર બે દિવસની અંદર તેનો ઉપયોગ કરી નાખવો જોઈએ. નહિ તો એ તમારી સેહદ માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકશે. ત્યાર બાદ કાચું માંસ પણ ફ્રીઝમાં વધારે સમય સુધી ન રાખવું જોઈએ.
ઈંડા : કાચા ઈંડાને ફ્રીઝમાં 5 અઠવાડિયાથી વધારે ન રાખવા જોઈએ. કેમ કે ઈંડાને મહિનાઓ સુધી બહાર રાખવામાં આવે તો પણ કંઈ ન થાય. માટે ઈંડાને બને ત્યાં સુધી ફ્રીઝમાં ન રાખવા.ફળ અને શાકભાજી : એક સમયની સીમા બાદ ફળ અને શાકભાજી પણ ખરાબ થવા લાગે છે. પછી ભલે તે ફ્રીઝમાં રાખવામાં આવ્યા હોય. કોઈ પણ શાકભાજી હોય તેનો ઉપયોગ ફ્રીઝમાં રાખવા છતાં બે દિવસની અંદર કરી નાખવો જોઈએ. કેમ કે જો વધારે સમય સુધી ફળ અને શાકભાજીને ફ્રીઝમાં રખાવામાં આવે તો તેમાં રહેલા તત્વો નાશ પામે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google