મિત્રો સામાન્ય રીતે દરેકના ઘર આંગળે તુલસીનો છોડ જોવા મળે છે. આપણા હિંદુધર્મમાં તુલસીના છોડને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખે છે કે તેના ઘર આંગણે એક સારો એવો ઘટાદાર તુલસીનો છોડ હોય. આપણા ઘર આંગણે તુલસીનો છોડ તો ઊગી જાય છે. પરંતુ તે છોડનો ગ્રોથ થતો નથી અને તે થોડાક સમય બાદ સુકાઈ જતો હોય છે. સાથે તેના પાન પણ ખરવા લાગે છે. તો આજે અમે તમને એ બાબત વિશે જણાવીશું કે તુલસીના છોડનો ઝડપથી વિકાસ કેવી રીતે કરવો અને તેને કેવી રીતે સાચવવો. તો ચાલો જાણીએ તુલસીના વિકાસના એવા બે ઉપાય.. જે તુલસીને બારે માસ રાખશે લીલોછમ.
મિત્રો સૌ પ્રથમ તો તમે જોયું હશે કે તુલસી ઉગી હોય ત્યારબાદ થોડા સમય પછી તેમાં તુલસીના બીજ (માંજર) આવવાનું શરૂ થાય છે. તો મિત્રો જ્યારે પણ તુલસી પર બીજ આવે છે તેનો મતલબ એમ છે કે થોડા સમય પછી આ તુલસીના છોડનો નાશ થશે અને મૂરઝાઈ જશે. તો જો તમે તુલસીના છોડને મોટો કરવા માગો છો અને છોડનો વિકાસ કરવા માગો છો તો એ તુલસીના બીજને કાપી નાખો. અને એક ખાસ વાત યાદ રાખો કે તમારે તુલસીના બીજ પાકે તે પહેલા જ કાપી નાખવા જોઈએ. એટલે કે બીજ બ્રાઉન થાય તે પહેલા કાપી નાખવા. મિત્રો બીજી વાત એ પણ કે બીજ કે વધારાના તુલસીના છોડની ડાળીઓ કાપતી વખતે જે ઓજારથી તમે કાપો છો તેને sterilize એટલે કે જીવાણું રહિત કરવા ખુબ જરૂરી છે. તમે જે ઓજારથી કાપો છો તેને ગરમ કરી અથવા તો હાઈડ્રોજન પેરોક્સાઈડથી ઓજારને સાફ કરવાથી તે ઓજાર જીવાણું રહિત થઈ જાય છે. બીજા છોડને કોઈ રોગ લાગે નહિ એટલા માટે ઓજારને sterilize કરવાની જરૂર પડે છે.
આ કાપેલા બીજોને ફેંકવા ન જોઈએ. તે પણ અનેક લાભદાયક ફાયદા આપે છે. આ બીજને તમે પાણીમાં પલાળી ખાઈ શકો છો. આથી તમારા મોં પર કરચલી પડતી નથી. ત્યારબાદ જે બ્રાઉન કલરના બીજ છે તેને બીજા કુંડામાં નાખી થોડી માટી નાખો. થોડાક સમય બાદ તેમાં તુલસીનો એક નવો છોડ આવશે.હવે વાત કરીએ તુલસીના છોડમાં ખાતર સ્વરૂપમાં શું નાખવું. તુલસીના છોડના વિકાસ માટે નાઇટ્રોજન વધુ પ્રમાણમાં હોવું જોઈએ. ગૌમુત્રમા નાઇટ્રોજનની માત્રા ભરપૂર હોય છે. ગૌમુત્ર તમને સામાન્ય રીતે મેડિકલ માંથી પણ મળી રહે છે. 1 લીટર ગૌમુત્ર અને 10 લીટર પાણીમાં મિક્સ કરી તુલસીના છોડ પર નાખી શકો છો. આ ખાતરને તમે પંદર દિવસે નાખવાથી તુલસીનો છોડ ઘટાદાર અને લીલો રહેશે.
ગૌમૂત્રમાં અનેક nutrition હોય છે. જેમકે નાઇટ્રોજનન, પોટેશિયમ જે તુલસીના છોડના વિકાસ માટે ખુબ લાભદાયક છે. આ સિવાય તમેે ખાતર સ્વરૂપે ગાયના ગોબરનો ઉપયોગ કરી શકો છો.
મિત્રો આમ તો તુલસીના છોડ પર જીવ-જંતુ ખુબ જ ઓછા જોવા મળે છે. પરંતુ તુલસીના પાન પર કાળા ધાબા પડી જાય તો તેની પર ગૌમૂત્ર છાટી શકો છો. આમ તે જંતુનાશક દવાના સ્વરૂપમાં પણ કાર્ય કરે છે.
લોકો તુલસીની પૂજા કરે છે ત્યારે દૂધ અને ઘીનો ઉપયોગ કરતા હોય છે. જુઓ તુલસીના છોડમાં વધુ પ્રમાણમાં ઘી અને દૂધ પડે તો ડાળીમાં ફૂગ લાગવાની શક્યતા રહે છે અને છોડ મુરઝાઈ પણ જાય છે.
જો તમારો તુલસીનો છોડ ઘણા સમયથી હોય તો તેમાં espom મીઠું નાખવું જોઈએ. જે તમને કોઈપણ નર્સરી માંથી મળી જશે. જો તમને ના મળે તો ઓનલાઇન પણ મંગાવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી