અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
🇷🇺 જ્યાં ૩૩ દિવસ અંજવાળુ, અને ૪૦ દિવસ સુધી અંધારું હોય… જાણો આ જગ્યા વિશે. 🇷🇺
☀ સુરજની રોશની અને સૂર્યની ઉર્જાએ આપણા જીવનનો એક એવો ભાગ છે જેના વગર આપણી જિંદગી કદાચ અશક્ય છે. પરંતુ શું તમે જાણો છો કે ધરતી ઉપર એવી પણ જગ્યાઓ છે જ્યાં એક અમુક દિવસો દરમિયાન ત્યાં સુરજ ઉગતો જ નથી. આજે આપણે દુનિયાની એક એવી જગ્યા વિશે જાણીશું જ્યાં 40 દિવસ રાત રહે છે.
⛺દુનિયાના હિસ્સામાં સૂર્યની પ્રકટ થવાની સંભાવના શૂન્ય હોય છે. તેના વિશે આપણને ઘણા બધા લોકોને જાણકારી નહિ હોય. પરંતુ પ્રકૃતિની આ અદ્દભુત ઘટના વિશે આપણે અવશ્ય જાણવું જોઈએ. આ લેખ આપણે કુદરતી કરિશ્મા અને તેના સંકેતો વિશે જાણીશું.
⛺ મિત્રો અમે આજે દુનિયાના જે હિસ્સાની વાત કરી રહ્યા છીએ તે મુર્મન્ક્સ ઓબ્લેસ્ટ નામનું રશિયાનું શહેર છે. આ શહેર 2 ડીસેમ્બર 2016 થી 11 જાન્યુઆરી 2017 સુધી અંધારામાં ત્યાંના લોકો જીવન વિતાવતા હતા. 6 અઠવાડિયા સુધી રહેનારી ઓલા નાઈટ્સ એક પ્રાકૃતિક ઘટના છે. જે પૃથ્વીની પોલાર સર્કલથી ઉત્તરમાં રહેલા ભાગમાં જોવા મળે છે.
🌌 મુર્મન્ક્સ રશિયાના 29 શહેરો માનું એક શહેર છે જે પોલાર સર્કલમાં આવેલું છે. તે શહેર પોલાર સર્કલની ઉપર આવવાથી ત્યાં વર્ષના ઘણા એવા દિવસો હોય છે જ્યાં સૂર્ય પુરા 24 કલાક જોવા મળે છે. જ્યાં થોડાક દિવસો એવા પણ હોય છે જ્યારે ત્યાં સૂર્ય બિલકુલ પણ જોવા નથી મળતો. આ દિવસોને પોલાર ડે અને પોલાર નાઈટ્સ તરીકે જાણવા મળે છે.
🌌 દરેક વર્ષે મેં મહિનાથી જુલાઈ મહિના સુધી ઓલા ડે ચાલુ રહે છે. એટલે કે 22 મેં થી ૨૩ જુલાઈ સુધી રશિયાના આ શહેરમાં સુરજ ડૂબતો જ નથી. ત્યાં માત્ર દિવસ જ રહે છે. અને ડીસેમ્બર અને જાન્યુઆરી માં પોલાર નાઈટ્સ રહે છે. આ દરમિયાન 2 ડીસેમ્બર અને 11 જાન્યુઆરી સુધી જ્યાં સુરજ નથી નીકળતો અને ત્યાં નાઈટ્સ રહે છે. પોલાર સર્કલ પર દુનિયાના કુલ સાત દેશ આવેલા છે. જેમાં નોર્વે , સ્વીડન, ફિનલેન્ડ, રશિયા, અમેરિકા, કેનેડા અને ડેન્માર્ક છે.
🌌 પોલાર સર્કલ એ ક્ષેત્ર છે જ્યાં સૂર્ય મેં અને ડિસેમ્બરમાં 24 કલાક ઉપર અથવા તો નીચે જોવા મળે છે. સૂર્ય પોલાર સર્કલની લગાતાર ઉપર રહી શકે છે અથવા તો તેની નીચે રહી શકે છે. એટલે તે દરમિયાન સૂર્ય અસ્ત નથી થતો. 24 કલાક દિવસ રહે છે. અને ઠીક એવી જ રીતે સૂર્ય જ્યારે વર્ષના અમુક સમય દરમિયાન હોરાઈજનની નીચે રહે છે. ત્યાં પછી ૨૪ કલાક રાત્રી રહે છે.
🌉 આ દિવસો દરમિયાન મુર્મન્ક્સ શહેર તેની પોલાર નાઈટ્સથી બહાર આવી ગયું છે. અત્યારે ત્યાંના લોકો સામાન્ય રીતે જીવન વ્યતીત કરે છે. પરંતુ આજે આપણે જાણીશું કે પોલાર નાઈટ્સ દરમિયાન ત્યાંના લોકો તેનું જીવન કંઈ રીતે પસાર કરે છે અને તેની પરિસ્થિતિ હોય છે કેવી હોય છે તે જાણીશું.
🌉 મિત્રો આપણે જાણીને હેરાન રહી જશું કે ઘણા દિવસો સુધી અંધારું થવાથી લોકો અને જીવ જંતુ એટલા ગભરાય જાય છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ છીએ. પરંતુ જે લોકો 40 દિવસ સુધી અંધારામાં હોય છે તેનો હાલ શું થતો હશે. લગભગ ૩ લાખની આબાદી વાળા આ શહેર રૂઝી સામ્રાજ્ય વખતનું છે. પરંતુ તે શહેર પોલાર સર્કલ પર હોવાથી આ શહેર દર વર્ષે 2 ડીસેમ્બરથી 11 જાન્યુઆરી સુધી ત્યાંના લોકો પોલાર નાઈટ્સની ઠંડીમાં રહેવા માટે મજબુર હોય છે.
🌉 તે સમયે ત્યાં ફરવા વાળા લોકોને ખુબ જ મુશ્કેલી સામનો કરવો પડે છે. ખુબ જ વધારે ઠંડી અને બરાબર સુઈ ન શકવાના કારણે પર્યટકોની હાલત ખુબ જ ખરાબ થઇ જાય છે. દરેક જરૂરિયાત સામાન માટે 40 દિવસ દરમિયાન ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. પછી તે ખાવાનું હોય, પાણી હોય અથવા કોઈ પણ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડે છે. આ સમયે ત્યાંના લોકો માછલી પકડવાની પણ મજા ખુબ જ લે છે.
🌃 પોલાર નાઈટ્સ દરમિયાન ત્યાંના લોકોની દિનચર્યા ઘણી બધી બદલી જાય છે. દરેક સમયે રાત હોવાથી ત્યાં રહેવા વાળા લોકોને સમયની ખબર જ નથી રહેતી. અને ઘણી વાર ઘડિયાળ હોવા છતાં સમયની ખબર પડવી ખુબ જ મુશ્કેલ હોય છે. તે સમયે ત્યાં ઘરને સવાર વાળી ફીલિંગ આપવા માટે લોકો અલગ અલગ પ્રકારની લાઈટ અને આછા કલરના પડદા લગાવવામાં આવે છે. અને ઘરના સોફા અને બધી જ વસ્તુના કલર એવા રાખવામાં આવે કે ઘરમાં અંધારું હોય તેવો અહેસાસ પણ ન થાય. ઘરમાં ઘણા એવા છોડ પણ ઉગાડે છે જેના દ્વારા શરીરને ગરમી મળે.
🌃આ પ્રાકૃતિક ઘટના દુરથી જોવામાં ભલે સારી લગતી હોય પરંતુ તે ખુબ જ ભયાનક હોય છે. અને મિત્રો એવા લોકોનું વિચારો જે આવી જગ્યા પર રહેતા હોય છે. તેને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પોલાર દિવસો દરમિયાન 22 મેં અને 23 જુલાઈ દરમિયાન સુરજ ડૂબવાનો ઇનકાર કરી દે અને 2 ડીસેમ્બર થી 11 જાન્યુઆરી સુધી ઉગવાનો ઇનકાર કરી દે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ