1 દિવસમાં આંખની આંજણીમાં મળી જશે રાહત.. કરો આ 3 માંથી કોઈ 1 ઉપાય, દુખાવો પણ નહીં થાય અને ઝડપથી સારું પણ થઈ જશે

મિત્રો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે દિવસેને દિવસે પ્રદુષણ ખુબ જ વધતું જાય છે. જેના કારણે ઋતુચક્ર પણ હવે ખોરવાયું હોય તેવું આપણે જોઈએ રહ્યા છીએ. તો મિત્રો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ખાન પાન અને બીજા અન્ય પ્રદુષણના કારણે આપણે ઘણી સમસ્યામાં અટવાય જતા હોઈએ. તો ગરમી, તડકો અને ધૂળ, આપણે જ્યારે પણ બહાર જઈએ ત્યારે ઘેરી લે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ધૂળ, તડકો અને ગરમીથી આંખ પર તરત જ અસર પડે છે.

જેમાં ઘણા લોકોને આંખ લાલ થઇ જતી હોય, સોજો આવી જવો, આંખમાં થકાન પણ આવવા લાગે. ત્યાર બાદ આ પ્રશ્નમાં આંજણી થવાની ખુબ જ સંભાવના રહે છે. આંજણી મોટાભાગે આપણી આંખની પાપણન ભાગમાં થતી હોય છે.તો આજે અમે તમને આંજણી વિશે ખાસ વાત જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. આંજણી સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો : જ્યારે પણ આપણને આંખ પર ફોલ્લી કે આંજણી થઇ હોય ત્યારે વારંવાર તેને અડવું નહિ. જો તેને વારંવાર અડવામાં આવે તો આંખ માટે તે ગરમ પણ પડી શકે.માટે જ્યારે પણ આંખ પર ફોલ્લી અથવા આંજણી થઇ હોય ત્યારે તેને ટચ ન કરવું જોઈએ.

ત્યાર બાદ આંજણીની થયેલી ફોલ્લીને ક્યારેય પણ ફોડવી ન જોઈએ અને સાથે સાથે ઘણા લોકોનું એવું કહેવું હોય છે કે, જો ફોલ્લીની ફોડીને તેમાંથી રસી કાઢી નાખવામાં આવે તો સારું જલ્દી થઇ જાય. પરંતુ તેનાથી સમસ્યા વધી શકવાની સંભાવના વધારે રહે છે અને ચેપ પણ લાગે છે.

આંજણીની ફોલ્લીને વારંવાર ટચ કરવામાં આવે તો આંખ પર પણ ચેપ લાગે છે. જે આપણને આંખમાં બીજી પણ આંજણી કરાવી શકે છે. જ્યારે પણ આંજણી થાય ત્યારે ભૂલથી પણ લેન્સ ન પહેરવા જોઈએ. જો કોઈ ચશ્માં પહેરતું હોય તેનો પણ ઉપયોગ અટકાવવો જોઈએ. એ પણ ચેપ લાગવાનું કરના બની શકે છે. મહિલાઓ મેકપની ખુબ જ શોખીન હોય છે, પરંતુ જ્યારે પણ આંખ પર આંજણી થઇ હોય ત્યારે મસ્કરા, આઈ લાઈનર અને આઈ શેડો ન લગાવવા જોઈએ.

તો હવે જોઈએ કે આંજણીને મટાડવા માટેના ઘરેલું નુસ્ખા :

સૌથી પહેલા છે ગરમ પાણી : આંજણી મટાડવા માટે એક પેન લેવાની, તેમાં પાણીને ગરમ કરવાનું, ત્યાર બાદ એ ગરમ પાણીની અંદર કોટનનું કાપડ પલાળી દો, ત્યાર બાદ તેને પાણી બહાર કાઢો અને નીચોવી નાખો, પછી ધીમે ધીમે જ્યાં આંજણી થઇ હોય ત્યાં શેક કરવાનો. આ ઉપાયથી આંખને દુખાવામાં પણ રાહત મળશે અને મટવા પણ લાગશે.

ત્યાર બાદ એલોવેરાનું જેલ : આંખમાં થયેલી આંજણીને જલ્દી દુર કરવી હોય તો, એલોવેરાનું જેલ ખુબ જ સારો ઉપાય છે. આંજણી પર અથવા આંખ પર 20 થી 25 મિનીટ સુધી એલોવેરાનું જેલ લગાવી દેવામાં આવે તો આંખને આરામ પણ મળશે અને આંજણીમાં પણ રાહત મળશે. આંબલીના બીજ : આંજણીમાં રાહત મેળવવા માટે આંબલીને બીજને આંબલીમાંથી કાઢીને પાણીમાં પલાળી દેવાના. તે બીજને પુરા બે દિવસ પલાળેલા રહેવા દેવાના. ત્યાર બાદ આંબલીના બીજની છાલ કાઢી લેવાની અને તેની અંદરના ગર્ભને ચંદનની જેમ ઘસી લેવાના. તેની એક પેસ્ટ બનાવવાની અને આંજણી પર લગાવી દેવાની. તેનાથી પણ આંજણીમાં ખુબ જ રાહત મળે છે.
આ ઉપાયો બાદ પણ કોઈ તકલીફ જણાય તો અવશ્ય ડોક્ટરની સલાહ લેવી, તેમજ આ ઉપાયો પહેલા પણ જરૂર લેવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment