આપણું જીવન આપણી આસપાસના વાતવરણ પર નિર્ભર હોય છે અને તેના આધારે જ આપણું વ્યક્તિત્વ ખીલતું હોય છે. જો કુદરત એ આપણી માનસિકતા પર ખુબ જ અસર કરતુ પરિબળ છે. તો તેના આધારે આપણા હિંદુ ધર્મમાં વૃક્ષોનું ખુબ જ અનેરું મહત્વ છે. જેમાં ઘણા બધા વૃક્ષોની પૂજા પણ કરવામાં આવે છે. તો વૃક્ષ કોઈ પણ હોય તે પર્યવરણ માટે પવિત્ર જ હોય છે. કેમ કે વૃક્ષો પ્રકૃતિનું સંતુલન બનાવી રાખે છે. તો તેવી જ રીતે આજે અમે તમને અમુક એવા વૃક્ષ અને છોડ વિશે જણાવશું જે તમારા ઘરમાં પૈસાનું સંતુલન બનાવી રાખશે. ગરુડ પુરાણમાં ભગવાન શ્રી વિષ્ણુએ જણાવ્યું છે કે, વૃક્ષોમાં હું પીપળો છું. તો ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો ખુબ જ ખુબ જ મહત્વ ધરાવે છે. તો આ બધા જ વૃક્ષો પર્યાવરણની સાથે સાથે આપણને પણ ફાયદો કરાવે છે. કેમ કે અલગ અલગ વૃક્ષ પ્રમાણે તેનામાં એવી શક્તિ રહેલી હોય છે જે નકારાત્મક ઉર્જાને દુર કરે અને આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક છોડને આપણા ઘરમાં સોંપવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને બીજા પણ સારા પરિણામો આપણને મળે છે. તો આજે અમે તમને એવા છોડ વિશે જણાવશું જે તમને ફાયદો કરવાશે. તો ચાલો જાણીએ ક્યાં છે એ છોડ.
સૌથી પહેલા છે તુલસી. મિત્રો લગભગ હિંદુ ઘરોમાં તુલસી છોડ જોવા મળતો હોય છે. કેમ કે આપણા શાસ્ત્રો પ્રેમને તુલસી છોડ એક ખુબ જ પવિત્ર છે. જેની ધાર્મિક મહત્વ પણ ખુબ જ છે અને આયુર્વૈદિક મહત્વ પણ ખુબ જ રહેલું છે. જેને એક જડીબુટ્ટી કહેવામાં આવે છે. જો ઘરમાં તુલસી છોડ ન હોય અને લાગે કે નેગેટીવ એનર્જી છે તો તુલસીના છોડને ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવો જોઈએ. પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું કે તુલસીના છોડને ક્યારેય પણ પૂર્વ, ઉત્તર અને પશ્વિમ ન રાખવો જોઈએ. ખાસ કરીને રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા એ ધ્યાન રાખવાનું.ત્યાર બાદ છે મોગરો. લગભગ લોકોને મોગરાની સુગંધ ખુબ જ પસંદ હોય છે. કેમ કે તેની સુગંધ ખુબ જ મનમોહક હોય છે. પરંતુ ઘરમાં જો મોગરાનો હોય તો પણ આપણને શુભ ફળ મળે છે. પરંતુ મોગરાના છોડથી આપણું ઘર પવિત્ર બને છે. ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બને છે. જો છોડ ઘરમાં હોય તો દેવામાંથી છુટકારો મળે છે. જો ઘરમાં કોઈને આરોગ્ય બાબતે સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે. વસ્તુ શાસ્ત્ર અનુસાર આ છોડથી ઘરમાં કાયમ માટે લક્ષ્મીજીનો વાસ રહે છે.
આંબળાનો છોડ આપણા ઘરમાં ખુબ જ સારી અસર કરે છે. જો ઘરમાં આંબળાનો છોડ હોય તો આપણા ઘરના દરેક સભ્યોના કષ્ટ દુર થઇ જાય છે. ઘરમાં વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી તકલીફ અનુભવતો હોય તો તે દુર થાય છે. આ છોડથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે જો આ વૃક્ષના ફળનું સેવન કરવામાં આવે તો ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
છેલ્લે છે મનીપ્લાન્ટ. મિત્રો મનીપ્લાન્ટ દેખાવમાં ખુબ જ સુંદર લાગતું હોય છે. પરંતુ મનીપ્લાન્ટથી વાતાવરણ શુદ્ધ બને છે. પરંતુ જો આ છોડને આપણા ઘરમાં રાખવામાં આવે તો આપણી દરેક આર્થિક સમસ્યાનો નિકાલ આવી જાય છે. જો ઘરમાં વસ્તુ દોષો હોય તો મનીપ્લાન્ટને દક્ષીણ અને પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તેનાથી આપણા ઘણા બધા જ વસ્તુ દોષો દુર થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google