જયારે શેર બજાર પોતાના ગ્રાહકોને સારું એવું રીટર્ન આપે છે ગ્રાહકો રાતોરાત માલામાલ થઇ જાય છે. અને વાત જો આ વર્ષની કરવામાં આવે તો એવા મોટા સ્ટોક છે જેણે ગ્રાહકોને માલામાલ કર્યા છે. જેના કારણે તેઓ કરોડપતિ પણ બની ગયાં છે. ચાલો તો આ વર્ષના એવા 5 મોટા સ્ટોક વિશે જાણી લઈએ.
શેરબજારમાં વર્ષ 2022માં ઘણો ઉતાર-ચડાવ જોવા મળ્યો. વિતેલા મહિનામાં શેરબજારમાં પછડાટ જોવા મળ્યો હતો. આ દરમિયાન ઘણા સ્ટોક લાલ નિશાન પર આવી ગયા હતા. આ શેરોમાં રોકાણકારોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. જોકે, વર્ષ 2022માં ઘણા સ્ટોક એવા પણ હતા જેમને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોક્સમાં રોકાણકારોને તગડું રિટર્ન મળ્યું છે.આજે અમે તમને એવા જ સ્ટોક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે વર્ષ 2022માં રોકાણકારોને 1000 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. હજુ પણ આ સ્ટોક્સમાં તેજી જોવા મળે છે. રોકાણકારોને આવનારા સમયમાં આ સ્ટોક્સની હજુ વધવાની આશા છે. શેર બજારમાં કોઈ પણ સ્ટોકમાં વિત્તિય સલાહકારને પૂછ્યા વગર રોકાણ કરવું આર્થિક રૂપથી નુકસાનદાયક થઈ શકે છે. એવામાં સ્ટોકમાં રોકાણ કરતાં પહેલા વિત્તિય સલાહકારની સલાહ જરૂરથી લેવી જોઈએ. આવો તમને જણાવી આ સ્ટોક્સ વિશે.
1) એસઇએલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ:- આ સ્મોલ કેપ કંપની કપડાં ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીનું બજાર પૂંજીકરણ 2,315 કરોડ રૂપિયા છે. વર્ષ 2022માં આ કંપનીના સ્ટોકે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. માત્ર એક વર્ષની અવધિમાં આ શી રોકાણકારોને 14,021 ટકા થી વધારે તગડું રિટર્ન આપ્યું છે. આ વર્ષની શરૂઆત એટલે કે, જાન્યુઆરી મહિનામાં આ સ્ટોકનો ભાવ 44 રૂપિયાની આસપાસ હતો. તેમજ મે મહિનામાં આ સ્ટોકનો ભાવ વધીને 16સો રૂપિયાથી વધારે થઈ ગયો. જોકે ત્યારબાદ તેમાં પછડાટ જોવા મળ્યો હતો. જોકે પાછલા એક મહિનાથી સ્ટોકમાં સતત તેજી જોવા મળે છે. શુક્રવારે એટલે કે, 9 ડિસેમ્બર, 2022ના રોજ સ્ટોક 680.20 રૂપિયાના સ્તરે બંધ થયો. તે દરમિયાન તેમાં સવારથી જ અપર સર્કિટ જોવા મળ્યું.2) કેસર કોર્પોરેશન લિમિટેડ:- કેસર કોર્પોરેશન લિમિટેડ પ્રિંટિંગ અને પેકેજિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. કંપની લેબલ, પેકેજિંગ સામગ્રી, પત્રિકાઓ અને ડબ્બાને પ્રિન્ટ કરે છે. આ સ્મોલ કેપ કંપનીએ એક વર્ષમાં 13,900 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીનું બજાર પૂંજીકરણ 309 કરોડ રૂપિયા છે. સ્ટોકનું હાલનુ બજાર મૂલ્ય 56.50 રૂપિયા પ્રતિ શેર છે. શેરનું 52 અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 130 રૂપિયા છે. શુક્રવાર એટલે કે, 9 ડિસેમ્બર 2022ના રોજ કેસર કોર્પોરેશનનો સ્ટોક 57 રૂપિયાના સ્તર પર ખૂલ્યો હતો. તે દરમિયાન તેમાં પછડાટ જોવા મળ્યો હતો.
3) રાજ રેયોન ઇંડસ્ટ્રીઝ લિમિટેડ:- રાજ રિયોન ઈન્ડસ્ટ્રી લિમિટેડના શેરે રોકાણકારોને એક વર્ષમાં 1570 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ એક પબ્લિક લિમિટેડ કંપની છે. તે પોલીએસ્ટર ટેક્સ્ચરાઇઝ્ડ યાર્ન, ઓરિએંટેડ યાર્ન અને પૂરી રીતે તૈયાર યાર્નના નિર્માણમાં લાગેલી છે. તેનું હાલનુ મૂલ્ય 34 રૂપિયા છે. અત્યારે કંપનીનું બજાર પૂંજીકરણ 1921 કરોડ રૂપિયા છે.4) અંબર પ્રોટીન ઇંડસ્ટ્રીઝ લિમિટેડ:- અંબર પ્રોટીન ઇંડસ્ટ્રીઝ લિમિટેડના સ્ટોકે રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું છે. આ વર્ષની વાત કરીએ તો, આ સ્ટોકે રોકાણકારોને 2905 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. અંબર પ્રોટીન ઇંડસ્ટ્રીઝની સ્થાપના 1992માં અમદાવાદમાં થઈ હતી. કંપનીનું હાલનુ મૂલ્ય 549 રૂપિયા છે. અત્યારે કંપનીનું બજાર પૂંજીકરણ 262.20 કરોડ રૂપિયા છે.
5) સેજલ ગ્લાસ લિમિટેડ:- સેજલ ગ્લાસ લિમિટેડ સેજલ ગ્રુપનું ફ્લેગશિપ છે. સ્મોલ કેપ કંપનીને 1998માં સમાવિષ્ટ કરવામાં આવી હતી અને તે ગ્લાસ સેક્ટરમાં કામ કરે છે. આ કંપની આજે ભારતમાં ગ્રાહકોની જરૂરિયાતો, સુવિધાઓ અને પ્રાથમિકતાઓનું સતત વિશ્લેષણ કરીને તેને પૂરી કરે છે. હાલના સમયમાં કંપનીનું બજાર પૂંજીકરણ 238 કરોડ રૂપિયા છે. આ કંપનીના શેરે આ વર્ષે રોકાણકારોને લગભગ 1638 ટકાનું રિટર્ન આપ્યું છે.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી