આખી દુનિયા ઉપયોગ કરે માત્ર આ 4 રંગના પાસપોર્ટ, જાણો ક્યાં રંગના પાસપોર્ટનો કેવો થાય મતલબ?

મિત્રો પાસપોર્ટ વિશે મોટાભાગના લોકો જાણતા જ હશે, પરંતુ તેમ છતાં તમને જણાવી દઈએ કે કોઈ પણ દેશની સરકાર દ્વારા જારી કરવામાં આવેલ દસ્તાવેજ હોય છે. જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા માટે કોઈ પણ વ્યક્તિની ઓળખ અને તેની રાષ્ટ્રીય નાગરિકતાનું પ્રમાણ હોય છે. પાસપોર્ટ વગર કોઈ પણ વ્યક્તિ પોતાના દેશથી અન્ય દેશમાં ન જઈ શકે, અને અન્ય દેશમાં રહી પણ ન શકે. જો એવું કરવામાં આવે તો ગેરકાનૂની છે અને તેની ખુબ ગંભીર સજા પણ થાય છે.

આમ તો મિત્રો દરેક દેશો પાસે પોતપોતાનો અલગ પાસપોર્ટ હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં માત્ર ચાર રંગના પાસપોર્ટ જોવા મળે છે. તે પાસપોર્ટમાં લાલ રંગ, વાદળી રંગ, લીલો રંગ અને કાળા રંગનો સમાવેશ થાય છે. એટલે આખી દુનિયામાં દરેક દેશો પાસપોર્ટ આપે છે. પરંતુ આખી દુનિયામાં ચાર જ રંગના પાસપોર્ટ છે. તો એ ચાર રંગોના પાસપોર્ટનું શું મહત્વ છે અને ક્યાં દેશના એ કલર છે તેના વિશે આ લેખમાં જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

લાલ રંગનો પાસપોર્ટ : મોટાભાગે યુરોપિયન દેશોમાં જ લાલ રંગના પાસપોર્ટનો ઉપયોગ થાય છે. તેમાં રશિયા, ફ્રાંસ, પોલેન્ડ, નેધરલેંડ, રોમાનિયા અને જર્મની જેવા દેશો શામિલ છે. આ સિવાય ચીનમાં પણ લાલ રંગનો પાસપોર્ટ જ ઉપયોગમાં લેવાય છે. લાલ રંગના પાસપોર્ટને લઈને એવું માનવામાં આવે છે કે, જે દેશોમાં સામ્યવાદી ઈતિહાસ રહ્યો હોય, અથવા જ્યાં હજુ પણ સામ્યવાદી વ્યવસ્થા હોય તેવા દેશોમાં મોટાભાગે લાલ રંગનો પાસપોર્ટ ઉપયોગમાં લેવાય છે.

લીલા રંગનો પાસપોર્ટ : લીલા રંગનો પાસપોર્ટ હંમેશા ઇસ્લામિક દેશોમાં ઉપયોગ થાય છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, સાઉદી અરબ અને મોરક્કો જેવા દેશનો સમાવેશ થાય છે. કેમ કે ઇસ્લામિક દેશોમાં લીલા રંગને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. માટે આ બધા દેશોમાં લીલા રંગનો પાસપોર્ટ જારી કરવામાં આવ્યો. આ સિવાય અમુક આફ્રિકી દેશો પણ એવા છે જ્યાંની સરકારો દ્વારા લીલા રંગનો પાસપોર્ટ લોકો માટે જારી કરવામાં આવે છે. તે આફ્રિકી દેશોમાં બુર્કિના ફાસો, નાઈઝીરીયા, નાઈઝર અને આઈવરી કોસ્ટ જેવા દેશોનો સમાવેશ થાય છે. કેમ કે આ દેશોમાં લીલા રંગને પ્રકૃતિ અને જીવનનું પ્રતિક માનવામાં આવે છે.

બ્લુ રંગનો પાસપોર્ટ : બ્લુ રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. તેના સિવાય નવી દુનિયાનું પ્રતિક પણ માનવામાં આવે છે. માટે ભારત સહીત ઉત્તરી અમેરિકા, દક્ષિણી અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં બ્લુ રંગનો પાસપોર્ટ જોવા મળે છે. તેમજ અફઘાનિસ્તાન અને ફિજી જેવા દેશોમાં પણ આછા બ્લુ રંગના પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં નાગરિકોની પાસે પાસપોર્ટનો રંગ બ્લુ હોય છે, જ્યારે રાજદ્વારીઓનો પાસપોર્ટ લાલ રંગ હોય છે અને સરકારના અમુક પ્રતિનિધિઓના પાસપોર્ટનો રંગ સફેદ હોય છે.

કાળા રંગનો પાસપોર્ટ : મોટાભાગના આફ્રિકી દેશો, જેમ કે જામ્બિયા, બોત્સવાના, બુરુંડી, અંગોલા, ગૈબન, કાંગો, મલાવીનો પાસપોર્ટ કાળા રંગનો હોય છે. આ સિવાય ન્યુઝીલેન્ડના નાગરિકોના પાસપોર્ટ પણ કાળા રંગના હોય છે. કેમ કે ન્યુઝીલેન્ડનો રાષ્ટ્રીય રંગ કાળો છે.

Leave a Comment