આજ કાલ માણસ- માણસ વચ્ચેની માનવતા પણ ઓછી થતી જાય છે, લાગણી અને માનવતાની જગ્યા પૈસો લઇ રહ્યો છે, આજકાલ માણસ પોતાનો ૧ પૈસો કે ૧ કલાક બીજા માટે નથી બગડી શકતો. ત્યારે બીજી બાજુ હજુ આપણને ઘણી એવી ઘટનાઓ જોવા મળે છે કે જેને જાણતા જ એવું લાગે કે વાહ હજુ માનવતા મરી નથી ગઈ. હજુ પણ માણસમાં માનવતા ક્યાંક તો ખૂણે જીવિત છે અને આ ઘટના જાણીને તમે ખુદ આ વાત પર વિશ્વાસ કરવા લાગશો.
ખરેખર આ ઘટના બની છે તમિલનાડુના એક નાનકડા ગામમાં. આ ગામમાં 100 આસપાસ પરિવારો રહેતા હતા, અને ગામમાં લગભગ 35 જેટલી સ્ટ્રીટ લાઈટોનો પ્રયોગ કરવામાં આવતો. આ સ્ટ્રીટ લાઈટોને શરુ-બંધ કરવા માટે એક જ કોમન સ્વીચ હતી. જેનાથી સમગ્ર ગામની સ્ટ્રીટ લાઈટ શરુ બંધ થતી હતી. તો આ સ્ટ્રીટ લાઈટની જે સ્વીચનું બોર્ડ હતું તેમાં એક પક્ષીએ માળો કર્યો.
થોડા દિવસો બાદ જોવામાં આવ્યો તો તે માળો મોટો પણ થયો અને તેમાં ૨-૩ લીલા-વાદળી કલરના ઈંડા પણ જોવા મળ્યા. હવે પરેશાની એમ થઈ કે જો સ્ટ્રીટ લાઈટની સ્વીચ ઓન કરવામાં આવે તો આ ઈંડા ફૂટી જવાનો ભય રહે અને રાત્રે તે પક્ષી પણ માળામાં જ હોય તો તે ઉડી જાય, તો ઈંડા સેવી ના શકે. તો આ પરેશાનીને હલ કરવા માટે ગામ લોકોએ ઉપાય કર્યો કે જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર ના આવે અને મોટા ના થઇ જાય ત્યાં સુધી માળો હટાવવો નથી અને ત્યાં સુધી ગામની સ્ટ્રીટ લાઈટ બંધ રહેવા દેવી. કેવો અદ્ભુત અને માનવતા ભર્યો નિર્ણય!
બીજી તરફ ગામના અમુક લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને કહ્યું કે ભાઈ એક ૨-૩ ઈંડા માટે ગામને અંધારે રાખશો તો ચોરીનો ભય રહેશે. પણ ગામની અધ્યક્ષ એચ. કલેશ્વરીએ અને ગામના બીજા લોકોએ પછી અંતે એવો નિર્ણય લીધો કે તે બચ્ચા મોટાના થાય ત્યાં સુધી સ્ટ્રીટ લાઈટ બંધ જ રાખવી. અને પરિણામે 35 દિવસ સુધી પૂરું ગામ અંધારાઅ રહ્યું પણ પેલા પક્ષીને નુકશાન ના પહોચાડ્યું. સલામ છે તે પુરા ગામને અને ગામના લોકોની માનવતાને.