તમે ટ્રેનમાં મુસાફરી તો કરી જ હશે. ટ્રેનની મુસાફરી એટલે એકદમ સરળ, સસ્તી અને સુરક્ષિત. ભારતીય રેલ્વે એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને પરિવહનના સૌથી સરળ માધ્યમોમાંનું એક છે. આજના સમયમાં દરરોજ જાણે કેટલાય લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હશે અને સુરક્ષિત પોતાની મંજિલ સુધી પહોંચી જતા હશે.
અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે, આ લાખો લોકોને તેમની મંઝિલ સુધી પહોંચાડવા માટે રેલ્વે દરરોજ 13000 રેલગાડીઓનું સંચાલન કરે છે. આમ તો તમે પણ અનેકવાર રેલમાં મુસાફરી કરી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે પીળી અને સફેદ રંગની પટ્ટીઓ આખરે ટ્રેનમાં કેમ લગાવવામાં આવે છે અને તેનું કારણ શું છે ? જો તમે ન જાણતા હો તો આજે અમે તમને આ વિશે બધું જ વિસ્તારપૂર્વક જણાવશું.
1 ) ટ્રેનમાં લગાવવામાં આવેલા દરેક નિશાનનો હોય છે એક અલગ અર્થ:- નોંધનીય છે કે, ભારતીય રેલ્વેમાં ઘણી વસ્તુઓને સમજવા માટે એક ખાસ પ્રકારના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે ટ્રેકના કિનારા પર બનેલા નિશાન અને ટ્રેક પર બનેલા નિશાન વગેરે બધાનો ઉપયોગ કરવામાં આવે છે. બસ આ જ વસ્તુઓને ધ્યાનમાં રાખતા ટ્રેનના ડબ્બા પર પણ એક ખાસ પ્રકારના નિશાનનો ઉપયોગ થાય છે.
વળી ટ્રેન પર જો પટ્ટી બનાવવામાં આવે છે તે કોચના પ્રકારને દર્શાવવા માટે બનાવવામાં આવે છે. જી હાં મિત્રો, તેમાં સફેદ રંગની જે પટ્ટીઓ હોય છે તે જનરલ કોચ વિશે જણાવે છે અને તેવી જ રીતે બીજી તરફ પીળા રંગની પટ્ટાઓ વિકલાંગ અને બીમાર લોકો માટે કોચ ઉપયોગમાં લેવામાં આવે છે.
સફેદ અને પીળા રંગની પટ્ટાઓ કેમ લગાવવામાં આવે છે ટ્રેનમાં:- આમ તો તમે જોયું હશે કે નીલા રંગની આઈસીએફ કોચની છેલ્લી બારીના ઉપર સફેદ કે પીળા રંગની પટ્ટીઓ જરૂર બનેલી હોય છે જે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે જ બનાવવામાં આવે છે. હાલમાં જ આ પટ્ટીઓને બનાવવાનો ઉદ્દેશ્ય શું હોય છે તે અમે તમને જણાવી જ ચૂક્યા છીએ.
ભારતીય રેલ્વે મહિલાઓ માટે અલગ ડબ્બો ફાળવે છે અને આ બધા કોચ પર ગ્રે કલરની પટ્ટી બનાવવામાં આવે છે. તેના સિવાય ફર્સ્ટ ક્લાસ કોચ માટે ગ્રે રંગ પર લાલ રંગની પટ્ટી બનાવવામાં આવે છે એટલે કે જો તમે સીધા શબ્દોમાં કહીએ તો ટ્રેનમાં દરેક કોચ પર અલગ અલગ રંગોથી બનેલી પટ્ટીઓનો અલગ અલગ અર્થ હોય છે.
જાણો ટ્રેન પર બનેલા દરેક નિશાનનો સાચો અર્થ:- આમ તો તમે નોંધ લીધી જ હશે કે, મોટાભાગે ટ્રેનના ડબ્બાના રંગ નીલા જ હોય છે અને આ ડબ્બાઓનો મતલબ એ હોય છે કે, તે આઈસીએફ કોચ છે. જેની ગતિ 70 થી 140 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય છે. અને આ પ્રકારના ડબ્બા મેલ એક્સપ્રેસ તથા સુપરફાસ્ટ ટ્રેનમાં લગાવવામાં આવે છે. તેના સિવાય એસી વાળી ટ્રેનમાં લાલ રંગ વાળા ડબ્બાનો ઉપયોગ કરવામાં આવે છે, જે રાજધાની એક્સપ્રેસમાં હોય છે.
તેવી જ રીતે લીલા રંગના ડબ્બાનો ઉપયોગ ગરીબ રથ ટ્રેનમાં થાય છે અને ભૂરા રંગના ડબ્બાનો ઉપયોગ મીટરગેજ ટ્રેનમાં થાય છે. જો કે આ માહિતી વાંચ્યા બાદ તમે સમજી જ ગયા હશો કે પીળી અને સફેદ રંગની પટ્ટીઓ આખરે ટ્રેનમાં કેમ લગાવવામાં આવે છે અને તેની પાછળનું સાચું કારણ શું છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી