આ ભાઈ-બહેને લાખોની નોકરીને ઠોકર મારીને પસંદ કરી દેશ માટે સેવા કરવાની નોકરી, જય હિન્દ લખજો.

ગોરખપુર જીલ્લામાં લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. આ ગર્વનું કારણ પણ જાણવા જેવું છે. જી હાં, ગોરખપુરના તમકુહીરાજના કોઇંદી બુજુર્ગ ગામ ખાતે રહેતા ભાઇ-બહેન સેનામાં અધિકારી બનીને દેશ માટે કંઈ કરવાની લાગણી બતાવી છે. આ બંનેએ  એન્જિન્યરિંગનું ભણતર કરીને સેનામાં જોડાવા તૈયાર થઇને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ભાઇ લેફ્ટિનેન્ટ સત્યાર્થ અને બહેન કેપ્ટન શિપ્રની ઉપલબ્ધિના કારણે તેમના વિસ્તારમાં ખુશીનો માહોલ છે. શનિવારના રોજ આઇએમએ દહેરાદુનથી સત્યાર્થ પ્રકાશ પાસ આઉટ થયા, જ્યારે બહેન તે પહેલાં જ સેનામાં કેપ્ટન પદ પર હાજર હતી.

ફતેહ મેમોરિયલ ઇન્ટર કોલેડના સેવા નિવૃત્ત પ્રવકતા કેશવ બિહારી રાયના મોટા દીકરા આકાશવાણીમાં આસિસ્ટેન્ટ ડાયરેક્ટર (એન્જિન્યરિંગ) સંજય કુમાર રાયના દીકરા સત્યાર્થ પ્રકાશ આઇએમએ દહેદાદુનથી પાસઆઉટ થઇને 333 યુવા ઓફિસરોની સાથે ભારતીય સેનામાં સામેલ થયા છે.બાળપણથી મેઘાવી રહ્યા સત્યાર્થે ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કર્યા બાદ આઇઆઇટી ખડગપુરથી એન્જિન્યરિંગનો અભ્યાસ પુર્ણ કર્યો. આઇઆઇટી દ્વારા પાસઆઉટ થયા બાદ કેમ્પસ સિલેક્શનમાં સારી સેલેરીના પેકેજ ઓફર થઇ હતી. પરંતુ સત્યાર્થનું સ્વપ્ન પોતાની બહેનની જેમ સેનામાં ભરતી થઇને દેશની સેવા કરવાનું હતું.

ઉલ્લેખનીય છે કે, સત્યાર્થની મોટી બહેન શિપ્રા આ સમયે સેનામાં કેપ્ટનના પદ પર ફરજ બજાવી રહી છે અને તેણે એનઆઇટી હમીરપુરથી બીટેકની ડિગ્રી લીધી હતી. ત્યાર બાદ તેણે પરીક્ષા આપીને સેનામાં ઓફિસરની પદવી મેળવી છે.

Leave a Comment