કોર્ટે હિંદુ છોકરીને સજા રૂપે કર્યો કુરાન વહેચવાની આદેશ, છોકરીએ કહ્યું હું એ ક્યારેય નહિ કરું.

મિત્રો આપણા દેશમાં ઘણા લોકો વિવાદિત ભાષણો અને મંતવ્યોના કારણે ચર્ચામાં અને વિવાદમાં આવતા હોય છે. પરંતુ ગત વર્ષની એક એવી ઘટના જેમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એક છોકરી વિરુદ્ધ મુસ્લિમ કમિટીના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો. જેના કારણે એ યુવતીને ગિરફ્તાર કરવામાં આવી હતી. પરંતુ એ યુવતીને કોર્ટ દ્વારા કુરાનનું વિતરણ કરવા માટે જણાવ્યું હતું અને જામીન આપવાની વાત કહી હતી. ત્યાર બાદ યુવતી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તેના વિશે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો 12 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટને શેર કરવા મુદ્દે ઋચા ભારતી નામની એક યુવતીને શરતો સાથે રિહા કરવામાં આવી હતી. રાંચી જિલ્લા કોર્ટના જજ મનીષ કુમાર સિંહે 15 દિવસની અંદર કુરાનનું વિતરણ કરવા આદેશ આપ્યો છે. યુવતી ઋચા ભારતી વિરુદ્ધ સદર અંજુમન કમિટીએ FIR દાખલ કરાવી હતી, જેમાં સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

રાંચી કોર્ટ દ્વારા ઋચા ભારતીને જામીન પર છોડવામાં આવી, પરંતુ તેની સામે કોર્ટ દ્વારા અમુક શરતો રાખવામાં આવી હતી. પરંતુ જામીન પર છૂટી ગયા બાદ ઋચાએ કોર્ટના નિર્ણયને નકારી દીધો હતો. આ વિશે ઋચાએ કોર્ટના નિર્ણયને સમ્માન આપતા પોતાના મૌલિક અધિકારોનું હનન જણાવ્યું હતું. સાથે જ હાઈ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાની વાત કહી છે. ઋચાનું કહેવું છે કે, ફેસબુક પોસ્ટ માટે બીજા ધર્મ કેન્દ્રો પર જઈને કુરાનનું વિતરણ કરવું તે આદેશ યોગ્ય નથી.

કોણ છે ઋચા : ઋચા ઝારખંડના પીઠોરીયાની રહેવાસી છે. તે રાંચીમાં આવેલ વુમન્સ કોલેજમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની છે. ઋચા વિરુદ્ધ મુસલમાનોના સામાજિક સંગઠન અંજુમન ઇસ્લામિયાના પ્રમુખ મન્સુર ખલીફાએ FIR દાખલ કરાવી હતી. ફરિયાદ કરતા લખ્યું હતું કે, ઋચા ભારતીના ફેસબુક અને વોટ્સએપ પોસ્ટથી ઇસ્લામ ધર્મમાં માનતા ધાર્મિક લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચે છે. તેનાથી સામાજિક સદ્દભાવ બગડી રહ્યો છે. FIR દર્જ કરાવ્યા બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

બંને પક્ષો તરફથી રાંચી સિવિલ કોર્ટમાં જમાનત અરજી દાખલ થયા બાદ જજ મનીષ કુમાર દ્વારા ઋચા જામીન પર છોડવામાં આવી હતી. સાથે કુરાનની પાંચ કોપી ખરીદવા અને તેને અંજુમન કમિટી અને પુસ્તકાલયોમાં વિતરણ કરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે ઋચાની સુરક્ષા કરવામાં આવે. પરંત ઋચાએ કોર્ટના આ આદેશના માનવા માટે ના કહી હતી. આ ઘટના ગત વર્ષ 12 જુલાઈ 2019 છે.

Leave a Comment