આજના સમયમાં આપણે જોઈએ છીએ કે સ્કુલ અને કોલેજો ખુબ જ આધુનિક બની ગઈ છે. પરંતુ સાથે સાથે સ્કુલ અને કોલેજોમાં અમુક એવી પણ ઘટનાઓ સામે આવી રહી છે, જે આપણને ચોંકાવી નાખે તેવી હોય છે. સ્કુલ અને કોલેજ એ શિક્ષણનો એક એવો પાયો છે જ્યાંથી બાળક પરિપૂર્ણ બનીને નીકળે છે. પરંતુ આજકાલ ઘણી સ્કુલોમાં એવું પણ બની રહ્યું છે કે વાલીઓ બાળકોને સ્કુલમાં મોકલતા પણ ડરી રહ્યા છે. તો આજે અમે તમને આ લેખમાં એક એવી જ ઘટના વિશે જણાવશું. જેને જાણીને તમે પણ ચોંકી જશો. માટે જો તમે પણ એક બાળકે સ્કુલમાં મોકલતા હો, તો આ લેખને અવશ્ય વાંચો.
મિત્રો કેરળના પલક્કડથી હેરાન કરી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક ટીચર દ્વારા યુકેજીની નાની એવી માસુમ બાળકીને ક્લાસની અંદર જ બંધ કરીને નીકળી ગઈ. પરંતુ તમને જણાવી દઈએ તો તે બાળકી નાની ક્લાસ દરમિયાન સુઈ ગઈ હતી. તે બાળકી ક્લાસમાં જ પાછળની બેંચ પર સુઈ ગઈ હતી. જેના કારણે ટીચરને ખબર ન પડી કે ક્લાસમાં કોઈ બાળક છે કે નહિ. ત્યાર બાદ ટીચરને ક્લાસમાં કોઈ જોવા ન મળ્યું માટે તેણે સ્કુલની છુટ્ટી બાદ રૂમની બહાર તાળું લગાવ્યું અને જતી રહી.આ વાત પથમકુલમ એલપી સ્કુલ (Pathamkulam LP School) ની છે. સ્કુલમાં છુટ્ટી પડી ગઈ હોવા છતાં બાળકી ઘરે ન પહોંચી ત્યારે માતા-પિતા બાળકીના સ્કુલ પર ગયા હતા. ત્યારે જોયું તો બાળકી સ્કુલમાં અને ક્લાસની અંદર જ હતી. તે સમયે બાળકી ખુબ જ ડરેલી હતી. ત્યાર બાદ ઓટ્ટાપલમના સહાયક શિક્ષા અધિકારી વિદ્યાલય પહોંચ્યા અને તમને આખી ઘટનાની તપાસ કરી હતી. ત્યાર બાદ રૂમ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ આ પ્રકારના વર્તન દરમિયાન આખી ઘટનાની તપાસ પણ હાથ ધરવામાં અઆવી હતી.
પરંતુ ટીચરે સ્કુલ કમિટીની સામે એ વાતનો સ્વીકાર કર્યો કે તેને એ વાતની ખબર જ ન હતી કે બાળકી પાછળની બેંચ પર સુઈ રહી છે. ટીચરનું કહેવું છે કે, તેણે આ બનાવ જાણી જોઇને નથી કર્યો, અનાયાસે બનેલી એક ઘટના છે. આ માત્રને માત્ર એક ભૂલના કારણે ઘટના બની છે. તેના માટે સ્કુલ અને ટીચર બંનેએ બાળકીના માતા-પિતાની માફી માંગી હતી. પરંતુ આ આખી ઘટના બાદ એવું કહેવામાં આવે છે કે, કંઈ પણ હોય પરંતુ આ આખી ઘટના પરથી જાણી શકાય કે, આખી સ્કુલના પ્રશાસનની લાપરવાહી સામે આવી ગઈ કહેવાય.તો મિત્રો આ ઘટના એક અનાયાસે બનેલી ઘટના હતી, પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારની ઘટનાને નજરઅંદાજ ન કરવી જોઈએ. કેમ કે બાળકો માટે આ ઘટના ખુબ જ ભયંકર સાબિત થઇ શકે. બાળકો માટે આ નાની એવી ઘટના તેના જીવનમાં માનસિક રીતે ખુબ જ ખરાબ અસર કરી શકે છે. માટે સ્કુલના શિક્ષકો અને પ્રશાસન દ્વારા બાળકની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે તેમની ફરજમાં આવે છે. આ બાબતે બાળકોના વાલી દ્વારા પણ સજાગતા હોવી જરૂરી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google