મિત્રો આપણે હાલ શેર બજારમાં ખુબ જ તેજીનો માહોલ જોઈ શકીએ છીએ. આથી જ આજકાલ લોકોનું ધ્યાન શેર બજાર તરફ વધુ જઈ રહ્યું છે. તેમજ તેમાં રોકાણ કરવાથી તમને બમણું રિટર્ન પણ મળી રહ્યું છે. જયારે આજકાલ ઘણા એવા શેર પણ ઉપર ગયા છે, જેમાં 100% થી વધુ રિટર્ન મળ્યું છે. આથી રોકાણકારો આજે અન્ય જગ્યાએ રોકાણ કરવા કરતા શેર બજારમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. આજે આપણે એક એવા સ્ટોક વિશે વાત કરીશું, જેમાં રોકાણ કરનારના પૈસા ડબલ થઈ ગયા છે. આ શેરનું નામ છે. ટાટા ટેલીસર્વિસેજ મહારાષ્ટ્ર લિમીટેડ.
જાણવા મળતી માહિતી મુજબ એક વર્ષમાં આ સ્ટોક 7.90 રૂપિયાથી વધીને 206.35 રૂપિયાએ પહોંચી ગયો છે. જો કોઈ રોકાણકારોએ એક વર્ષ પહેલા ટીટીએમએલના સ્ટોકમાં એક લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો તેના એક લાખના હવે 26 લાખ રૂપિયાથી પણ વધુ થઈ ગયા છે.
બજારના તમામ ઉતાર-ચડાવ વચ્ચે એવા ઘણા સ્ટોક છે જે પોતાના રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપી રહ્યા છે. ગયા વર્ષે બજારમાં લિસ્ટ થયેલા 15 આઇપીઓએ તો જબરદસ્ત રિટર્ન આપ્યું છે. એવો જ એક સ્ટોક છે ટાટા ટેલિસર્વિસીઝ મહારાષ્ટ્ર લિમિટેડ (Tata Teleservices Maharashtra Ltd.). ટાટા ગ્રૂપ (Tata Group)ના આ સ્ટોકે એક મહિનામાં જ રોકાણકારોના પૈસા લગભગ બમણા કરી દીધા છે. જો પાછલા 6 મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો રોકાણકારોને તેમની આશા કરતાં વધારે ફાયદો આપવામાં આવ્યો છે. ટીટીએમએલ શેરે પાછલા એક વર્ષમાં પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
ટીટીએમએલ (ટાટા ટેલિસર્વિસીઝ મહારાષ્ટ્ર લિ- TTML ) ના શેર આ સમયે 206 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. એક મહિના પહેલા 2 ડિસેમ્બરના રોજ 124 રૂપિયે હતા. એક મહિનામાં આ સ્ટોક લગભગ બે ગણા સ્તર પર પહોંચી ગયો છે. આ સ્ટોકે રોકાણકારોને ડબલ રિટર્ન આપીને ગ્રાહકોને માલામાલ કરી દીધા છે.
એક વર્ષમાં 26 ગણું રિટર્ન : એક વર્ષમાં આ સ્ટોક 7.09 રૂપિયાથી વધીને 206.35 રૂપિયે પહોંચી ગયો છે. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા ટીટીએમએલના સ્ટોકમાં એક લાખ રૂપિયા રોક્યાં હોય તો તેના એક લાખ હવે 26 લાખ રૂપિયાથી વધારે થઈ ગયા હશે. પાછલા વર્ષે જુલાઈમાં આ સ્ટોક 54 રૂપિયાએ હતો અને હવે 206 રૂપિયાએ.
જો કોઈ વ્યક્તિએ 6 મહિના પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયા રોક્યા હોય તો હવે આ રકમ 3.81 લાખ રૂપિયા થઈ ગયી હોત. એટ્લે કે 6 મહિનામાં જ ત્રણ ગણો ફાયદો. આમ ટીટીએમએલ સ્ટોકે ગ્રાહકોને સારું એવું રિટર્ન આપીને ફરી ગ્રાહકોને પોતાની તરફ વાળ્યા છે. આમ 1 લાખ આજે 26 લાખ સુધી થઈ ગયા છે. આથી જે ગ્રાહક પાસે આ શેર છે એ તો આજે લાખોમાં રમી રહ્યો છે.
સ્માર્ટ ઇન્ટરનેટ લીઝ લાઈન : આ સિવાય તમને જણાવી દઈએ કે ટીટીએમએલ, ટાટા ટેલિસર્વિસીઝની સબ્સિડરી કંપની છે. ટીટીએમએલ કંપની પોતાના સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. કંપની વોઇસ, ડેટા સર્વિસીઝ આપે છે. ટાટા ટેલિ બિઝનેસ સર્વિસીઝે હજુ હાલમાં જ બિઝનેસ માટે દેશની પહેલી સ્માર્ટ ઇન્ટરનેટ લીઝ લાઈન શરૂ કરી હતી. તેના દ્વારા ઘણા ઓછા ખર્ચમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ નેટવર્કની સુવિધા આપવામાં આપી રહી છે. તેની સૌથી મોટી ખાસિયત ક્લાઉડ આધારિત સિક્યુરિટી છે જેનાથી ડેટાને સુરક્ષિત રાખી શકાશે.
આમ શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છતા લોકો માટે એટલું કહી શકાય કે હાલ શેર બજાર ખુબ જ તેજી પકડી રહ્યું છે. આથી જો તમે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો શેર બજારમાં જરૂરથી રોકાણ કરી શકો છો. તમે તમને અન્ય ફંડની સરખામણીએ સારું રિટર્ન મળી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી