મિત્રો તમે પોતાનું રોકાણ ઘણી જગ્યાએ કરતા હશો. તેમાંથી તમને સારો એવો નફો પણ મળતો હશે. આમ આવા જ એક ઇન્વેસ્ટ કરવા માટેની એક કંપની ટાટા ની છે. જેમાં રોકાણ કરનાર માલામાલ થઇ જાય છે. આજે અમે તમને આ લેખમાં કરોડપતિ બનાવનાર ટાટાના એક સ્ટોક વિશે જણાવીશું જેમાં રોકાણ કરનાર માલામાલ થયા છે.
શેર માર્કેટમાં પાછલા અમુક મહિનાથી ભારે વેચાણનો સમય ચાલી રહ્યો છે. કાલે ગુરુવારના રોજ બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી બંને 52-વીક લો થી પણ નીચે ગયા છે. વેચાણના આ સમયે ઘણા ઈન્વેસ્ટર્સને કંગાળ કરી નાખ્યા છે. દરેક વ્યક્તિ પોર્ટફોલિયોના નુકસાનની ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને શોર્ટ ટર્મ મલ્ટીબૈગર રિટર્નની આશા રાખનાર ઈન્વેસ્ટર્સ વધૂ નિરાશ થયા છે. બજારના આ પછડાટમાં પણ અમુક ક્વોલિટી સ્ટોક ઈન્વેસ્ટર્સ માટે પૈસા બનાવવામાં કામિયાબ સાબિત થયા છે. ટાટા સમૂહનો Tata Elxis સ્ટોક પણ તેમાથી જ એક છે. પાછલા અઢી મહિનામાં આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટર્સના પૈસા લગભગ 40 ટકા વધારી દીધા છે.
બજારની ચાલને પણ માત આપી છે:- ભારતીય શેર બજાર પાછલા વર્ષે ઓક્ટોબરમાં પોતાનો ઓલ ટાઈમ હાઇ બનાવ્યા પછીથી વેચાણની ઝપેટમાં છે. Tata Elxis સ્ટોકે વેચાણના આ સમયમાં પણ માર્ચ 2022માં પોતાનો નવો 52-વીક હાઇ બનાવ્યો અને 9,420 રૂપિયાનું લેવલ મેળવ્યું છે. ત્યાર બાદ તેમાં પણ વેચાણ જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યારે પણ આ ઈન્વેસ્ટર્સ માટે માટે ફાયદાનો સોદો જ થયો છે. વેચાણ પછી પણ આ સ્ટોક પાછલા અઢી મહિનામાં લગભગ 40 ટકાની મજબૂતીમાં છે.આ રીતે વધ્યો ટાટાનો આ સ્ટોક:- જો લોંગ ટર્મની વાત કરીએ તો આ સ્ટોકે હેરાન કરી મૂકે એવું રિટર્ન આપ્યું છે. પાછલા 10 વર્ષમાં આ આઇટી સ્ટોક 104.33 રૂપિયાથી 8,160 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ પ્રકારે વિતેલા 10 વર્ષોમાં આ સ્ટોકનો ભાવ લગભગ 7,750 ટકા વધ્યો છે. આ સ્ટોક માટે 10 વર્ષ દરમિયાન વર્ષના આધારે લગભગ 55 ટકાની ગ્રોથ છે. પાછલા એક વર્ષ દરમિયાન આ સ્ટોક 3,775 રૂપિયાથી લગભગ 115 ટકા ચઢ્યો છે. આ પ્રકારે વિતેલા 5 વર્ષોમાં તે 775 રૂપિયાથી લગભગ 955 ટકા વધ્યો છે.
10 વર્ષમાં કરોડપતિ બન્યા ઈન્વેસ્ટર્સ:- આ સ્ટોકે જે પ્રકારની ઝડપ દેખાડી છે, તે મુજબ જો એક વર્ષ પહેલા કોઈ ઇન્વેસ્ટરે તેમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો, અત્યારે તેના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ વધીને 2.15 લાખ રૂપિયા થઈ ગયી હોય. આ પ્રકારે 5 વર્ષ પહેલા તેમાં રોકેલા 1 લાખ રૂપિયા અત્યારે 10.55 લાખ રૂપિયા થઈ ગયા હોત. 10 વર્ષ પહેલાના આ સ્ટોકના ઈન્વેસ્ટર્સ તો અત્યારે કરોડપતિ બની ચૂક્યા હોત. 10 વર્ષ પહેલા તેમાં રોકેલા એક લાખ રૂપિયા અત્યારે 78.50 લાખ રૂપિયા થઈ જાત. જો દસ વર્ષ પહેલા કોઈ તેમાં 1.27 લાખ રૂપિયા લગાડે તો અત્યારે તે કરોડપતિ ગણવામાં આવત.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી