દયાભાભી તારક મેહતા શોમાં નવરાત્રી પર આવશે કે નહિ ? શોના પ્રોડ્યુસર આસિત મોદીએ જણાવી હકીકત.

‘તારક મહેતા કા ઉલ્ટાચશ્માં’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દયાબેન એટલે એક્ટ્રેસ દિશા વાકાણીને દર્શકોએ લગભગ 3 વર્ષથી આ સિરિયલમાં જોયા નથી. તેની વાપસીને લઈને અનેક ચર્ચાઓ થતી રહે છે. હાલમાં જ ફરીથી સમાચાર આવ્યા છે કે, દયાબેન નવરાત્રિ પર શોમાં કમબેક કરશે. આ સમાચાર પર શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ સત્ય જણાવ્યું છે. જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું. માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.

તારક મહેતામાં દિશા વાકાણીની વાપસીની અફવાઓ પર શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ ચુપ્પી તોડી છે. કોઈમોઈ ડોટ કોમ સાથેની વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, ‘શું દર્શકોને દયાબેન ફરીવાર આ શોમાં જોવા મળશે ? આ સવાલ પર આસિત મોદીએ કહ્યું કે, હજુ સુધી કંઈ પણ નક્કી નથી.

એક્ટ્રેસ અને તેના પરિવાર સાથે નેગોશીએટ કરવાના સવાલ પર શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું કે, નેગોશીએટ એવું કંઈ થતું નથી. દિશાએ ગયા વર્ષે શોમાં ગેસ્ટ અપીયરેન્સ માટે શુટિંગ કર્યું હતું. તેના પતિ મયુરે કહ્યું હતું કે, તે નિર્માતાઓની સાથે વાતચીત કરી રહ્યા હતા, પરંતુ હજુ સુધી સમાધાન થયું નથી.દિશા વાકાણી વર્ષ 2008 થી શો સાથે જોડાયેલી છે. દિશા વર્ષ 2017 પછીથી શોમાં જોવા  મળી નથી. બધાની પ્રિય દયાબેન તેની દીકરી સ્તુતિના જન્મ પછી આ ફેમસ શોમાંથી બ્રેક લઈ લીધો હતો, તેના પછી કેટલીકવાર તેના પરત આવવાના સમાચાર આવ્યા છે. પરંતુ હજુ સુધી પરત આવ્યા નથી.

તેની પહેલા, એવા સમાચાર આવ્યા હતા કે, સિરિયલ નિર્માતા દિશાની ફરી વાપસી માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તે તૈયાર ન હતી. શોમાં દયાભાભી ક્યારે પાછા આવશે તેની દરેક દર્શકો રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનો તો પહેલા દિશા મેટરનિટી લીવ પર હતી, પરંતુ ત્યાર પછી પાછા આવવા માટે તેણે મેકર્સ પાસે ફી વધારવાની ડિમાંડ કરી હતી, જેમાં બંને પક્ષો સાથે સહમતી થઈ ન શકી.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ જ્યારે આ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ તેના 3000 એપિસોડ વિષે માહિતી શેર કરી, ત્યારે લોકોએ દયાબેનને પાછા લાવવા ફરી એક વખત ડિમાંડ કરી. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ હવે દયા ભાભી શોમાં આવ્યા નથી. તેને લઈને દર્શકોની પણ માંગ છે પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment