મિત્રો ઘણા બધા એવા આશ્રમો છે, જ્યાં સેવા અને ધર્મના નામે કાળા કામો થઇ રહ્યા છે. તો એવા જ એક આશ્રમ વિશે આજે અમે તમને જણાવશું. મિત્રો આ વાત જાણીને તમને ખુબ હેરાની પણ થશે અને ગુસ્સો પણ આવશે. હાલમાં જ નિત્યાનંદ આશ્રમમાંથી એવું સામે આવ્યું કે ત્યાં આશ્રમમાં બાળકો પાસે જાહેરાતની એક્ટીવીટી કરાવવામાં આવતી અને આશ્રમમાં યજમાનો પાસેથી કરોડો રૂપિયા વસુલવામાં આવતા. તેનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સાથે પુષ્પક શહેરમાં ગેર ર રીતે બાળકોને ગોંધી રાખવામાં પણ આવ્યા હતા. આ કેસમાં વિવેકાનંદનગર પોલીસ દ્વારા બે મહિલા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તે સંચાલિકાનું નામ છે પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા. ત્યાર બાદ બંને સંચાલિકાને મિર્ઝાપુરના કોર્ટમાં રજુ કરવામાં આવી હતી.
બાળકોને ગોંધી રાખ્યા તેના પુરાવા મળ્યા પુષ્પક શહેરમાં : DySP કે. ટી. કામરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળકોના અપહરણના પુરાવા પુષ્પક શહેરમાં મળ્યા હતા. ત્યાં બાળકોને ગોંધી રાખ્યા હતા. જેના કારણે પોલીસ દ્વારા આશ્રમની બંને સંચાલિકા, પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં B.107 નંબરના મકાનમાં પૂજાવિધિ અને બે બાળકોના સામાન મળી આવ્યા હતા. બાળકોને આ મકાનમાં દસ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં ગુમ થયેલી નંદિતાને શોધવાની તપાસ પોલીસ કરી રહ્યા છે. પરંતુ આઈપી એડ્રેસ દ્વારા વધારે શોધખોળ થઇ રહી છે. તેમજ આશ્રમમાંથી એક નવ વર્ષ અને એક દસ વર્ષના બાળકને મુક્ત કરાવી CWC ને સોંપવામાં આવ્યા હતા.
તપાસમાં એવું જાણવા મળ્યું કે તે બંને બાળકો દિલ્લીના રહેવાસી હતા. બાળકોના પરિવાર વિશે પણ આશ્રમ પાસેથી માહિતી માંગી હતી. જેમાં એ ખુલાસો થયો હતો કે બંને બાળકો દિલ્લીના હતા. આશ્રમ દ્વારા આ માસુમ બાળકો પાસે પોતાના આશ્રમની જાહેરાતની કામગીરી કરાવવામાં આવતી હતી. જે જાહેરાતની એક્ટીવીટીના આધાર પર યજમાનો પાસેથી પૈસા માંગવામાં આવતા. કાનૂની રીતે તેના આરોપ માનવામાં આવે છે. પરંતુ તેના વિશે વિશેષ તપાસ પણ કરવામાં આવી. (ઉપરનો બંને છોકરીનો ફોટો એ તેમની સેવિકાઓ અને સંચાલિકાઓ છે બાળકો નથી.) બાળકોને આશ્રમમાં પ્રમોશનલ માટે ટાર્ગેટ આપવામાં આવતો. બાળકોને કોઈ પણ રીતે એક ટાર્ગેટ આપવામાં આવતો હતો. જેમાં ઘણી વાર આશ્રમમાં કોઈ વ્યક્તિને સ્વામીજી સાથે વાતચીત કરવી હોય, હવન, ગૌ રક્ષા, ફોટા, પ્રવચન, સોશિયલ મીડિયા માર્કેટિંગ વગેરે જેવા ટાર્ગેટ આપવામાં આવતા. અને આ બધી એક્ટીવીટી આશ્રમમાં બાળકો પાસે કરાવવામાં આવતી હતી. જેની બધી જ જવાબદારી પ્રાણપ્રિયા એ લીધી હતી. યજમાનોને એવું જણાવવામાં આવતું કે આશ્રમમાં રાત દિવસ યોગીની સર્વગયમપીઠમ નામની સંસ્થા ચાલે છે. જેની બધી જ જાણકારી બાળકો દ્વારા યજમાનને કહેવામાં આવતી અને યજમાનો પાસેથી 1 થી 7 કરોડ રૂપિયા વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવતો.
તેમજ બાળકોને એવું પણ જણાવવામાં આવેલું એ જો આશ્રમની બહાર કોઈને આ વાતની જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. તો આ રીતે આશ્રમમાં ગેરરીતી કરવામાં આવતી હતી અને તેનો પર્દાફાશ થયો છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google