વિજ્ઞાન પણ માની ગયું, સૂર્યને જળ અર્પિત કરવું હોય છે ખુબ જ લાભદાયી….જાણો શા માટે…
મિત્રો આપણી લગભગ દરેક ધાર્મિકતા કોઈને કોઈ રીતે વિજ્ઞાન આધારિત જ હોય છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે સૂર્યદેવને જળ ચઢાવવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટરની દુરી પર છે અને તેનો પ્રકાશ ધરતી પર 8 મિનીટ અને 19 સેકંડમાં પહોંચે છે. સૂર્યને એક પ્રત્યેક્ષ દેવતા જ માનવામાં આવે છે. કારણ કે સૂર્યદેવ જ એક એવા દેવ છે જે પ્રત્યેક્ષ રૂપે સંપૂર્ણ પૃથ્વી પર જીવનનો પ્રકાશ ફેલાવે છે. તેના વગર કદાચ જીવનની કલ્પના જ ન થઇ શકે. જે વાતને વિજ્ઞાને પણ કબુલ કરી છે.
સનાતન હિંદુધર્મમાં સવારે બાર વાગ્યા પહેલા સૂર્યદેવને જળ ચઢાવવાનો નિયમ છે. પરંતુ આજના આધુનિક યુગમાં સૂર્યને જળ અર્પિત કરવાનો નિયમ લુપ્ત થતો જાય છે. કારણ કે આજના સમયમાં લોકોને દરેક નિયમનું વૈજ્ઞાનિક પ્રમાણ જોઈએ છે. તો આજે અમે તમને સૂર્યને જળ અર્પિત કરવાનું વૈજ્ઞાનિક કારણ જણાવશું અને તેનાથી શું શું થાય છે તેના વિશે પણ જણાવશું.
આપને બધા જાણીએ છીએ કે આપણું શરીર ઉર્જાથી ચાલે છે. તો મિત્રો તમને જાણવી દઈએ કે જ્યારે આપણે સૂર્યને જળ અર્પિત કરીએ છીએ ત્યારે બ્રહ્માંડની કોસ્મિક એનર્જી આપણા શરીરમાં કેદ થાય છે. પરંતુ મિત્રો તમને એક સચોટ વાત એ પણ જણાવી દઈએ કે આવું ત્યારે જ સંભવ થાય છે જ્યારે, આપણે સાચી વિધિ અનુસાર સૂર્યને જળ અર્પિત કરીએ. આ વિધિ પણ અમે આ લેખમાં જણાવશું તેથી આખો લેખ અંત સુધી અવશ્ય વાંચવો.
મિત્રો સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરમાં રંગનું સંતુલન જળવાઈ રહે છે. આપણા શરીરમાં રંગનું સંતુલન બગડવાથી ઘણા રોગો થાય છે. સવારે સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરના રંગ સંતુલિત થાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત સૂર્યને જળ ચઢાવવાથી મનની એકાગ્રતા પણ વધે છે તેમજ આ લેખમાં જણાવ્યા પ્રમાણે જો સૂર્યદેવને જળ અર્પિત કરશો તો આંખની રોશની પણ તેજ થશે.
તો મિત્રો તમને સૂર્યને જળ અર્પિત કરવાની સાચી વિધિ પણ જણાવી દઈએ. વિધિ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે સૂર્યને જળ તમે કોઈ પણ સમયે સવારે બાર વાગ્યા પહેલા ચઢાવી શકો છો અને જો તમે સવારે ઉઠ્યા બાદ સૂર્યનમસ્કાર કરીને ત્યાર બાદ સૂર્યદેવને જળ અર્પિત કરો તો તેના બમણા ફાયદા થાય છે.જળ અર્પિત કરવા માટે તાંબાના પાત્રમાં જળ લેવું અને ધીમે ધીમે જળ સૂર્યને અર્પિત કરવું અને મનમાં એવું વિચારવું કે તમે સૂર્યદેવને સ્નાન કરાવી રહ્યા છો. જળ અર્પિત કરતા સમયે જળની ધારામાંથી સૂર્યના રંગીન કિરણો સામે અવશ્ય જોવું. તેવું કરવાથી સૂર્યની ઉર્જા તમારા શરીરમાં કેદ થઇ જશે અને તેનાથી તમારી આંખની રોશની વધે છે સાથે સાથે ચહેરા પર તેજ પણ છવાય છે. જળની ધારામાંથી પસાર થઈને આવનારા સૂર્ય કિરણોમાંથી જે રંગ નીકળે છે તે આપણા શરીર માટે ખુબ જ લાભદાયી હોય છે. આ ઉપરાંત સૂર્યના કિરણોથી ઘણી બધી બીમારીઓનો ઈલાજ સંભવ છે જેમ કે હૃદયની બીમારી, આંખ, કમળો અને નબળા મગજ સંબંધિત બીમારીઓ.
જો કોઈ વ્યક્તિ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યના કિરણોથી સ્નાન એટલે કે સૂર્યના કિરણો તેના પર પડે તો તે વ્યક્તિ રોગમુક્ત રહે છે તેમજ તેનાથી બુદ્ધિમત્તા પણ વધે છે. સૂર્યના કિરણો જ્યારે આપણા શરીર પર પડે છે તો તે ઘણા હાનીકારક તત્વોને નષ્ટ કરે છે અને તેની સાથે ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા પણ દુર થાય છે.
આ ફાયદાઓને ધ્યાનમાં રાખતા એવું કહેવાય છે કે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. તે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ તો લાભદાયી છે પરંતુ જ્યોતિષની દ્રષ્ટીએ પણ શુભ ફળદાયી ગણાય છે. જેનાથી જીવનમાં સુખ અને શાંતિનો વાસ થાય છે. તો મિત્રો તમે પણ આ વાતથી સહેમત છો તો કોમેન્ટ બોક્સમાં “ઓમ સૂર્યાય નમ:” અવશ્ય લખવું.
Om suryay namah
Om suryay nam
om suryay nam
Om Rhim Suryay Namah
Surya ko jal samrpit karte samay gayatri mantra bolna cha hiye
Usefull knowledge