સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્વનો બદલાવ.. હવે 500 રૂ. માં પણ ખાતું ખુલશે અને 21 વર્ષે મળશે 78 લાખ રૂપિયા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👩 સુકન્યા સમૃદ્ધિ યોજના… 👩

👩‍💻 તો આ પહેલા બાદ હમણા કેન્દ્ર સરકારે દીકરીઓની ભલાઈ માટે એક પહેલ કરી છે જેમાં આ વખતે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે. જો કે આ યોજના ૨૦૧૫ થી ચાલતી આવે છે પણ કેન્દ્ર સરકારે તેને વધુ સેહલું બનાવી દીધો છે પહેલા ૧૦૦૦ રૂપિયા ભરવા પડતા પણ તેમાં હવે હજાર રૂપિયાની જગ્યાએ માત્ર ૫૦૦ રૂપિયા જ જમા કરાવવા  પડશે. આ કારણે લોકો તેનો વધુ લાભ લે તે માટે આ પ્રયત્ન કર્યો છે.Image Source :                                                                                        

💁 વધુ દર પર મળે છે વ્યાજ 💁

👩‍💻 એક અહેવાલ મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં વ્યાજ દરનું બીજું લઘુ બચત યોજનાઓં અને પી પી એસ ની જેમ દર ત્રણ માસે સંશોધિત કરવામાં આવે છે. આ વખતે જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી ત્રણ માસ માટે વ્યાજ અને વ્યાજ દર ૮.૬૧ % રાખવામાં આવ્યું છે. અરુણ જેટલીના બજેટમાં તેમને દર્શાવ્યું હતું કે ૨૦૧૫ માં શરુ કરેલ સુકન્યા સમૃદ્ધિ યોજના ૨૦૧૭ સુધી આખા દેશમાં દીકરીના નામ પર ૧.૨૬ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા. Image Source :

💁 ખાતું ખોલાવવા માટે ક્યાં ક્યાં પગલા ભરવા જોઈએ, શું કરવું અને ક્યાં જવું ? : 💁

👩‍💻 આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કર્યા તો તેના માતાપિતા કાનૂની રીતે તેના નામે ખાતું ખોલાવી શકે છે. આ ખાતું કોઈ પણ પોસ્ટ ઓફીસ અથવા તો બેન્કની શાખામાં જઈને સરતાથી ખોલાવવામાં આવે છે. તેમાં જ આ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો. નવા નિયમ મુજબ માત્ર ૨૫૦ રૂપિયા જમા કરાવીને એક જ વર્ષમાં રૂપિયા ૧.૫૦ લાખ મેળવી શકો છો. અને જો આ ખાતું એકવીસ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો તેમાંથી ઘણી કિંમત ભેગી કરી શકાય છે.

આ ખાતામાં વધુ માં વધુ દરવર્ષે ૧,૫૦,૦૦૦ એટલે કે દર મહીને દીકરીના નામે ૧૨,૫૦૦ જો તમે રાખો તો પાકતી તારીખે તમને ૭૮ લાખ સુધીની રકમ મળે છે, અને જો તમે દર મહીને ૧૦૦૦ જેટલી રકમ મુકો તો પાકતી તારીખે ૬ ,૩૧,૦૦૦ જેટલી રકમ મળે છે. એટલે આ યોજનામાં ગરીબ પણ ખાતું ચલાવી શકશે અને અમીર પણ ખાતું ચલાવી શકશે… એટલે જ કહેવાય છે કે આ સૌની યોજના છે.
Image Source :

💁 ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે: 💁

👩‍💻 આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલા તમામ દસ્તાવેજોની જરૂર પડે છે. આ બધા દસ્તાવેજોથી તમે કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસની શાખામાં પોતાનું ખાતું ખોલાવી શકો છો.

👩‍💻 સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ફોર્મ,

👩‍💻 દીકરીનું જન્મનું પ્રમાણ પત્ર,

👩‍💻 દીકરીના માતાપિતાનું ઓળખ પત્ર,

👩‍💻 પાનકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ વગેરે. દીકરીના માતા-પિતાના રહેણાંકનો પુરાવો.Image Source :

💁 આ યોજનાના ફાયદાઓ: 💁

👩‍💻 જો જુનું ખાતું હશે તો તેમાં વ્યાજ દર ઓછું હોવાથી ઓછી રાશી મળે છે. પણ જયારે ૨૦૧૮ની યોજના મુજબ ખાતું ખોલાવવાથી વ્યાજનું દર ૮.૧% હોવાથી ૨૧ વર્ષ બાદ આ રાશી કાઢવામાં આવે તો આશરે આ રાશી ૫,૨૭,૦૩૬ રૂપિયાની નજીક હશે. ૨૧ વર્ષ બાદ જે દીકરીને નામે ખાતું ખોલવામાં આવ્યું હશે તેને જ આ રકમ પરત આપવામાં આવશે. આ યોજના ગામડામાં રહેતા ઘણા પરિવાર માટે લાભદાયી છે. કે જેમની આવક ઓછી હોવાથી માત્ર ૨૫૦ રૂપિયા રોકીને ઘણી મોટી રકમ મેળવી શકે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

2 thoughts on “સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્વનો બદલાવ.. હવે 500 રૂ. માં પણ ખાતું ખુલશે અને 21 વર્ષે મળશે 78 લાખ રૂપિયા.”

Leave a Comment