ફક્ત 3 જ મહિનામાં થયા 1 લાખના 16 લાખ રૂપિયા, આ શેરમાં રોકાણ કરનારા ખુલી ભાગ્ય. જાણો આ શેરમાં રોકાણ કેટલું સુરક્ષિત છે…

મિત્રો શેર બજાર એક એવી વસ્તુ છે જેમાં દર સેકેંડમાં તમારા નસીબ બદલતું હોય છે. ત્યારે જો તમે તમારી કિસ્મત અજમાવવા માંગતા હો તો શેર બજારમાં રોકાણ કરવું ખુબ જ ફાયદો આપી શકે છે, પણ જો નસીબ સાથ ન આપે તો જે હોય તે પણ જતું રહે છે. જો કે આજકાલ શેર બજારમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. લોકોને સારો એવો નફો મળી રહ્યો છે.

BSE સેન્સેક્સે શુક્રવારે 60,000 પોઈન્ટની રેકોર્ડ સપાટી પાર કરી હતી. શેરબજારમાં છેલ્લા 2 વર્ષથી સમાન વૃદ્ધી જોવા મળી રહી છે. આનાથી પણ વધારે કેમિકલ સેક્ટરની એક કંપનીના શેરમાં, છેલ્લા 3 મહિના દરમિયાન ઉછાળો જોવા મળ્યો છે. જેના રોકાણકારોને 1500% થી વધુ વળતર મેળવે છે. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.

કેમિકલ સેક્ટરની કંપની Continental Chemicals નો શેર 3 મહિના પહેલા 24 જૂન 2021માં માત્ર 21.49 રૂપિયાનો હતો. શુક્રવારે શેરબજારની તેજીમાં આનો ભાવ 1497.25% વધીને 343.5 રૂપિયા સુધી પહોચ્યો છે.

Continental Chemicals નો શેર એક પેની સ્ટોક છે. છેલ્લા 21 દિવસમાં આ શેર 177.94% વધ્યો છે. તે શુક્રવારેડપી બજારમાં 4.99% ની વૃધ્ધિ સાથે ખૂલ્યો અને બંધ થયો છે.

જો કોઈપણ વ્યક્તિએ જૂન મહિનામાં Continental Chemicals કંપનીના શેર ની ખરીદી કરી હશે, તો આજની તારીખમાં તેમનું 1 લાખ રૂપિયાનું રોકાણ 15.98 લાખ થયું હશે. છેલ્લા 3 મહિનામાં સેન્સેક્સ માત્ર 13.94% વધ્યો છે.

જો Continental Chemicals સ્ટોકનું પ્રદર્શન જોવામાં આવે તો, 2021 ની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમાં 1706.58% નો વધારો થયો છે. જ્યારે માત્ર 1 મહિનાની અંદર 192% વધી ગયો છે.

Continental Chemicals નો શેર પેની સ્ટોક કેટેગરીનો છે. જૂન 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બે પ્રમોટરો કંપનીમાં 61.57% જેટલો ભાગ ધરાવે છે. જ્યારે કંપનીના પબ્લિક શેરહોલ્ડર માત્ર 6,816 છે. આવી કંપનીઓના શેરમાં રોકાણ કરવું થોડું જોખમી છે.

આમ શેર બજારમાં તમારો રોકાણ તમને વહેલા કે મોડા નફો જરૂર આપે છે અને આ નફો અનેક ગણો હોઈ શકે છે. તેમજ જે તે શેરમાં રોકાણ કરનારને તે માલામાલ કરી દે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment