મિત્રો ડેરી પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં બારેમાસ રહે છે. દૂધ, દહીં, આઈસ્ક્રીમ વગેરે જેવા ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરુ કરીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. દેશની સૌથી મોટી ડેરી પ્રોડક્ટ બનાવતી કંપની અમુલ લોકો માટે શાનદાર રોજગારનો મોકો લઈને આવી છે. આ કંપની દેશભરના કરોડો વ્યાપારીઓને અમુલની ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે. તેવામાં તમે આ ડેરી બિઝનેસથી જોડાઈને સારી એવી કમાણી કરી શકો છો.
જો તમે પણ આ ફ્રેન્ચાઇઝીને લેવા ઈચ્છતા હો તો આજે આ લેખમાં અમે તમને તેની સંપૂર્ણ પ્રોસેસ વિશે જણાવશું. તેની સાથે જ તેનાથી કમાણીની વિશે પણ જાણકારી આપશું. અમુલ સાથે બિઝનેસ કરવાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને પ્રોફિટ શેરિંગ માટે કહેવામાં નથી આવતું. અમુલ તમને કમીશન પર સામાન આપે છે. જેનું સેલિંગ કરવાનું હોય છે. તો ચાલો જાણીએ કે અમુલ કેવી રીતે આપે છે ફ્રેન્ચાઇઝી અને કેટલી થાય છે કમાણી. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
કેટલું કરવું પડશે રોકાણ : અમુલના આ બિઝનેસમાં તમે શરૂઆતમાં 2 થી 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને અમુલની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. જો કે તેના માટે તમારે કંપનીની અમુક શરતોને પૂરી કરવી પડે છે. તેના માટે તમારી પાસે મેન રસ્તા પર અથવા માર્કેટમાં એક દુકાન હોવી જોઈએ. આ દુકાનની સાઈઝ એ વાત પર નિર્ભર કરે છે કે, તમે કંઈ ફ્રેન્ચાઇઝી લેવા માંગો છો. અમુલ જે 2 પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે તે નીચે લખેલ છે.
કેવી લેવી પડશે ફ્રેન્ચાઇઝી : અમુલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. પહેલું અમુલ આઉટલેટ, અમુલ રેલ્વે પાર્લર અથવા અમુલ વ્યોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજું છે, અમુલ આઈસ્ક્રીમ સ્કુપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી. જો તમે પહેલી વાળી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા ઇચ્છતા હો તો તેમાં 2 લાખનું રોકાણ થશે. તેમજ જો બીજી ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યા હો તો 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં નોન રીફંડેબલ બ્રાંડ સિક્યોરિટી પર 25 થી 50 હજાર રૂપિયા દેવા પડે છે.
કેટલી અને કેવી રીતે થશે ખર્ચ : જો તમે અમુલ આઉટલેટ ખોલવા ઇચ્છતા હો તો તમને નોન રીફંડેબલ સિક્યોરિટી આધાર પર 25 હજાર રૂપિયા આપવા પડશે. આ સિવાય 1 લાખ રૂપિયા રીનોવેશન અને ઈક્વિપમેન્ટ માટે 75 હજાર રૂપિયા તમારી પાસેથી લેવામાં આવે છે. કુલ મળીને આઉટલેટ ખોલવા માટે તમારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. અમુલ આઈસ્ક્રીમ પાર્લર માટે ખર્ચ વધુ થશે. તેના માટે તમારી પાસે 50 હજાર રૂપિયાની સિક્યોરિટી લેવામાં આવશે, રીનોવેશન માટે 4 લાખ રૂપિયા અને ઈક્વિપમેન્ટ માટે 1.50 લાખ રૂપિયા લાગશે.
કેટલું મળે છે કમીશન : અમુલ આઉટલેટ લેવા પર કંપની અમુલ પ્રોડક્ટ્સના મિનીમમ સેલિંગ પ્રાઈઝ એટલે કે એમઆરપી પર કમીશન આપે છે. તેમાં એક મિલ્ક પાઉંચ પર 2.5% મિલ્ક પ્રોડક્ટ્સ પર 10% અને આઈસ્ક્રીમ પર 20% નું કમીશન મળે છે. અમુલ આઈસ્ક્રીમ સ્કુપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેઝ્ડ આઈસ્ક્રીમ, શેક, પિઝ્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50% કમીશન મળે છે. તેમજ પ્રી પેક્ડ આઈસ્ક્રીમ પર 20% અને મૂળ પ્રોડક્ટ્સ પર કંપની 10% કમીશન આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી