મિત્રો દરેક લોકો અત્યારે કોઈ એવો બિઝનેસ કરવા માંગે છે જેમાં તેને લાખોની કમાણી થઈ શકે છે. પણ કોઈ પણ બિઝનેસ કરતા પહેલા તેમાં રોકાણ કરવું ખુબ જ જરૂરી છે. પરંતુ આ રોકાણ અમુક સમયે આપણને નફો પણ આપે એવી આપણી આશા હોય છે. આથી કોઈ પણ બિઝનેસ શરુ કરતા પહેલા તે બિઝનેસની સંપૂર્ણ જાણકારી આપણી પાસે હોવી પણ એટલી જ જરૂરી છે. આથી જો તમે પણ કોઈ નવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ બિઝનેસમાં માત્ર 10,000 રોકીને શરૂઆત કરી શકો છો.
જો તમે કોઈ બિઝનેસની શોધમાં હોય તો આજે અમે તમને એક એવા બિઝનેસનો આઇડિયા આપી રહ્યા છીએ, જેથી તરત જ તમારી કમાણી શરૂ થઈ જશે. તેને તમે 10,000 થી 15,000 રૂપિયાથી શરૂ કરી શકો છો અને મહિને લાખો રૂપિયાની આસાનીથી કમાણી થઈ શકશે. અમે વાત કરી રહ્યા છીએ વેસ્ટ મટિરિયલ એટ્લે કે કબાડીના બિઝનેસ વિશે. એટલે કે ઘરે બેઠા તમે કચરાનો બિઝનેસ શરૂ કરી શકો છો.
આ એક એવો બિઝનેસ છે જેમાં તમારું નુકશાન થવાની સંભાવના જ ઓછી છે. વધુ જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ બિઝનેસની ઘણી ડિમાન્ડ છે. તેનાથી ઘણા લોકો સારી કમાણી કરી ચૂક્યા છે, તો ચાલો તમને આ બિઝનેસ વિશે જણાવીએ.
શાનદાર છે કચરાનો આ બિઝનેસ : આ બિઝનેસનો વિસ્તાર ખુબ જ મોટો છે. દુનિયા આખીમાં લગભગ 2 અરબ ટનથી વધારે વેસ્ટ મટિરિયલ દર વર્ષે જનરેટ થાય છે. ત્યાં જ જો ભારતના વિશે આ વાત કરીએ તો તેમાં લગભગ 27.7 કરોડ ટનથી વધારે કચરો જનરેટ થાય છે.
આજે આપણે જોઈએ છીએ એમ જ્યાં જોઈએ ત્યાં કચરો રસ્તા પણ પડ્યો હોય છે. આથી તેનો બિઝનેસ કરીને તમે લાખોની કમાણી કરી શકો છો. મોટા પ્રમાણમા વેસ્ટ મેનેજ કરવું એ સૌથી મુશ્કેલ કામ છે. એવામાં હવે લોકો વેસ્ટ મટિરિયલથી ઘરની સજાવટ માટેની આઇટમ્સ, જ્વેલરી, પેઇન્ટિંગ જેવી વસ્તુઓ તૈયાર કરીને આ મોટી સમસ્યાને બિઝનેસમાં બદલી નાખી છે. આ બિઝનેસથી લોકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છીએ.
જાણો કેવી રીતે શરૂ કરવો આ બિઝનેસ : આ બિઝનેસને શરૂ કરવા માટે સૌથી પહેલા તમારે તમારી આસપાસ અને તમારા ઘરના વધારાના સામાનને ભેગો કરવો પડશે. તમે ચાહો તો નગર નિગમથી પણ વેસ્ટ લઈ શકો છો. ઘણા કસ્ટમર્સ પણ વેસ્ટ મટિરિયલ વેંચતા હોય છે, તમે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો. ત્યાર પછી આ કચરાની સરખી સફાઈ કરવી પડશે. પછી અલગ અલગ સામાનને ડિઝાઇન અને કલર કરવો પડશે.
બનાવી શકો છો આ સમાન : આ કચરાથી તમે ઘણું બધુ બનાવી શકો છો. જેમ કે ટાયરમાંથી સિટિંગ ચેર બનાવી શકો છો. એમેજોન પર તેની કિંમત 700 રૂપિયાની આસપાસ છે. આ સિવાય કપ, વુડન ક્રાફ્ટ, કેટલ, ગ્લાસ વગેરે ઘરની સજાવટનો સામાન પણ બનાવી શકાય છે. છેલ્લે માર્કેટિંગનું કામ શરૂ થાય છે. ઇ-કોમર્સ કંપની એમેજોન અને ફ્લિપકાર્ટ પર તેને વેંચી શકો છો. તમે તેને ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર વેંચી શકો છો.
દર મહિને 10 લાખ રૂપિયાની કમાણી : ધ કબાડી ડોટ કોમ સ્ટાર્ટઅપના માલિક શુભમે આ બિઝનેસની શરૂઆત એક રિક્ષા, એક ઓટો અને ત્રણ વ્યક્તિઓ સાથે મળીને ઘરે ઘરે જઈને કચરો ઉઠાવાનું શરૂ કર્યું હતું. આજે તેઓનું એક માહિનાનું ટર્ન ઓવર આઠથી દસ લાખ રૂપિયા સુધી પહોચ્યું છે. કંપની માહિનામાં 40 થી 50 ટન કચરો ઉઠાવે છે. બે વર્ષ પહેલા ચાર વ્યક્તિઓ સાથે આ કંપનીની શરૂઆત થઈ હતી. આજે આ કંપનીમાં 28 વ્યક્તિઓને રોજગાર મળી ચૂક્યું છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી