મિત્રો આપણા ભારતમાં લોકોને એક ખુબ જ ગંદી આદત છે. તે આદત છે પાન, માવો અને તમાકુનું સેવન કરવાની. પરંતુ તેની સાથે સાથે એક ખરાબ આદત પણ રહેલી છે. લોકો જ્યાં ત્યાં થૂંકતા હોય છે. આ આદતના કારણે દેશના ઘણા ખૂણા ગંદા જોવા મળે છે. તો આજે અમે તમને જણાવું થૂંકવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. તો ચાલો જાણીએ આખી ઘટનાને વિગતવાર.
એક આધેડ વિદ્યાનગર રોડ પર બાઈક લઈને જતા હતા, પરંતુ ત્યાં રસ્તા પર એક કાર ચાલક દ્વારા ચાલુ કારે દરવાજો ખોલ્યો અને બાઈક ચાલક આધેડ કારની પાસે રસ્તા પર પસાર થઇ રહ્યા હતા, તે કાર સાથે અથડાયા હતા. પરંતુ કાર સાથે અથડાવવાથી આધેડ બાઈક ચાલકને માથાના ભાગમાં ભારે ગંભીર ઈજા થઇ હતી. જેના કારણે ત્યાં ઘટના સ્થળે જ આદેશનું મૃત્યુ થયું હતું. આ બનાવ બન્યાના સંદર્ભે આણંદ શહેર પોલીસ દ્વારા કારના નંબર લઇ લેવામાં આવ્યા હતા અને કાર ચલાવનાર વિરુદ્ધ મૃત્યુનો ગુણો નોંધીને કાર્યવાહી હાથ ધારી હતી. આ ઘટનામાં ભોગ બનેલ વ્યક્તિ પેટલાદ તાલુકાના આશી ગામે રહેતા હતા. આશી ગામે રહેતા કલ્પેશકુમાર ઉમેદભાઈ પટેલ અને તેના ભાઈ રમેશભાઈ ભાઈલાલભાઈ પટેલ ગુરુવારના રોજ બપોરે 12.30 વાગ્યે બાઈક લઈને આણંદથી વિદ્યાનગર બાજુ જતા હતા. ત્યારે રસ્તા પર પુરપાટ ઝડપે એક કાર જતી હતી, અને તે કાર ચાલકે થૂંકવા માટે અચાનક જ કારનો દરવાજો ખોલ્યો હતો.
પરંતુ તે સમયે ત્યાંથી પસાર થતા બાઈક સવાર રમેશભાઈ પટેલ કરના દરવાજા સાથે અથડાઈ ગયા હતા. અને રમેશભાઈને માથામાં ઈજા થઇ અને ત્યાં જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. પરંતુ આ બનતાની સાથે જ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો અને ઘટના સ્થળ પર લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. રમેશભાઈને શરીર પર અને માથા પર ગંભીર ઈજા થઇ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ એ પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. પરંતુ આ મુદ્દે કલ્પેશકુમાર ઉમેદભાઈ દ્વારા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. અને કાર નંબરના આધાર પર પોલીસ દ્વારા પણ કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. મિત્રો આણંદ સહીત લગભગ આખા ગુજરાતમાં ઘણા લોકો આ રીતે કારનો દરવાજો ખોલીને થૂંકતા નજર આવતા હોય છે. જેના કારણે આવા ગંભીર અકસ્માતો થાય છે. તો આ બાબતે જાહેર જનતાએ થોડું વિચારવું જોઈએ અને જાહેર રસ્તો પર ક્યારેય પણ થૂંકવું ન જોઈએ. કેમ કે આપણી નાની એક ખરાબ આદતને કારણે કોઈ વ્યક્તિના જીવ પણ જોખમમાં આવી જતા હોય છે. જે આ ઘટના પરથી સાબિત થાય છે.
પાન, માવા અને તમાકુ ખાઈને લોકો પોતાના શરીરને નુકશાન કરી જ રહ્યા છે, સાથે જ જ્યાં ત્યાં થૂંકીને ગંદકી પણ ફેલાવી રહ્યા છે, અને અમુક વખત લોકોના જીવ પણ જતા રહે છે. તો આપણે એક યોગ્ય નાગરિક રીતે આવી ખરાબ આદતોને સુધારવી જોઈએ અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ