મિત્રો તમે ઘણી બોલીવુડ એક્ટ્રેસ વિશે ઘણું સાંભળતાં હશો. તેમજ તેની ફિલ્મો પણ જોતા હશો. આ સિવાય ઘણી એવો સાઉથ મુવી પણ છે જેને જોવામાં ખુબ જ આનંદ આવે છે. સાઉથ ફિલ્મો પણ ઘણી એવી એક્ટ્રેસ છે જે પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતે છે. આવી જ એક સાઉથની એક્ટ્રેસ છે જેના વિશે અમે તમને જણાવીશું. જે પોતાનો ચાર્જ બોલીવુડ એક્ટ્રેસ કરતા પણ વધુ લે છે.
સાઉથની ઘણી એક્ટ્રેસ છે જેની ફેમસ અભિનેત્રીઓમાં ગણતરી થાય છે. સાઉથની આ અભિનેત્રીઓ ફિલ્મ માટે ફિસ વધારે લે છે. કેટલીક અભિનેત્રી એવી પણ છે કે, જે એક ફિલ્મ માટે કરોડ રૂપિયા વસૂલ કરે છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની આ સુંદર અદાકારા પોતાના અભિનયથી લોકોનું દિલ જીતવા લાગી છે અને અત્યારે પણ એમનું ઈન્ડસ્ટ્રીની પ્રતિ જુસ્સો એવો જ છે. તે પોતાના અભિનય માટે સારી કમાણી કરે છે. તો ચાલો તમને જણાવીએ કે એ સાઉથ એક્ટ્રેસ વિશે જે કમાણીની બાબતમાં વધારે આગળ છે. આ એક્ટ્રેસની લિસ્ટમાં કાજલ અગ્રવાલ, પ્રિયામણિ, તમન્ના ભાટિયા, કિર્તિ સુરેશ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
અનુષ્કા શેટ્ટી : અનુષ્કા શેટ્ટી સાઉથ સિનેમામાં સૌથી ફેમસ નામ છે. એમની સોશિયલ મીડિયામાં સારી એવી ફેન ફોલોઇંગ છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા કેટલીક સુપરહિટ ફિલ્મનો ભાગ રહી ચુકી છે. રિપોર્ટ પ્રમાણે પહેલા તે એક ફિલ્મ માટે 2.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરતી હતી. પરંતુ બાહુબલીની સફળતા પછી તેણે પોતાની ફિસ વધારી દીધી છે. તે હવે એક ફિલ્મ માટે આશરે 5 કરોડ રૂપિયા લે છે. જાણતા હો તો અનુષ્કાને બાહુબલી પછી ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે.
તમન્ના ભાટિયા : તમન્ના ભલે બોલીવુડ ફિલ્મમાં જોવા મળતી હોય, પરતું સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એની અદા હજી એવીને એવી જ છે. સાઉથમાં તમન્ના ભાટિયાએ એકથી એક ચડિયાતી હિટ ફિલ્મ આપી છે. જણાવી દઈએ કે આ એક્ટ્રેસને ફિલ્મ બાહુબલીથી ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જાણતા હો તો તમન્ના એક ફિલ્મ માટે આશરે 90 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તમન્ના ફિલ્મની સાથે-સાથે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની ફોટો અને વિડીયોથી ફેન્સ સાથે પણ ખુબ કનેક્ટેડ રહે છે.
કાજલ અગ્રવાલ : પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવી નાખે તેવી અભિનેત્રી કાજલ અગ્રવાલ ફેમસ અભિનેત્રી છે. કાજલ બોલીવુડની સાથે-સાથે ટોલિવૂડનો પણ ભાગ છે. બોલીવુડ ફિલ્મથી ફેન્સને પોતાના દીવાના બનાવતી એવી કાજલ સાઉથમાં એકથી એક ચડિયાતી ફિલ્મ કરી છે. રિપોર્ટ પ્રમાણે કાજલ સાઉથની કોઈ પણ ફિલ્મના ભાગ માટે આશરે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એમની સાઉથની ફિલ્મ દર્શકોને ખુબ પસંદ કરવામાં આવે છે.
પ્રિયામણિ : પ્રિયામણિ સાઉથ ઇન્ડસ્ટ્રીયલની મશહુર અભિનેત્રીમાથી એક છે. તેની અદાકારી લોકોને ખુબ આકર્ષિત કરે છે. રિપોર્ટ પ્રમાણે એક ફિલ્મ માટે તે આશરે 2.5 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પ્રિયામણિના ચાહકો તેને ખુબ પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં પણ એક્ટ્રેસના ઘણા બધા ફોલોવર્સ છે.
કિર્તિ સુરેશ : ફિલ્મમાં પોતાના સરસ અભિનય અને સુંદરતાથી લોકોના દિલ જીતવા વાળી કિર્તિ સુરેશ સાઉથ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. કિર્તિ સુરેશના સોશિયલ મીડિયા પર પણ ઘણા ફેન્સ ફોલોવિંગ છે. દર્શક એમને ફોલો કરવાનું ખુબ જ પસંદ કરે છે. જો વાત કરીએ એમની ફિલ્મની તો ફેન્સને તેના બધા અભિનય ખુબ ગમે છે. સૂત્રો પ્રમાણે કિર્તિ એક ફિલ્મ માટે આશરે 2 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
આમ સાઉથની એક્ટ્રેસ પોતાના અભિનય માટે ખુબ પ્રખ્યાત છે અને આ સાઉથની અભિનેત્રીની ફેમસ અભિનેત્રીમાં ગણના થાય છે. કાજલ અગ્રવાલ, તમન્ના ભાટિયા અને કિર્તિ સુરેશ વગેરે જેવી અભિનેત્રી પોતાના અભિનય માટે ખુબ ફેમસ છે.