મિત્રો હાલમાં જ બોલીવુડ અભિનેત્રી કોન બનેગા કરોડપતિના શો માં એક એપિસોડમાં કર્મવીર પ્રતિયોગી સાથે પહોંચી હતી. આ શો માં અમિતાભ બચ્ચનની સાથે તેની મજેદાર વાતચિત ચાલી રહી હતી પરંતુ ત્યારે કંઈક એવું બન્યું જેના કારણે સોનાક્ષીએ ખુબ જ ટ્રોલ થવું પડ્યું. કેમ કે શો માં એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો સામાન્ય જવાબ પણ સોનાક્ષીને આવડતો ન હતો. જેના કારણે લોકો દ્વારા તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી આ લેખમાં, શું બન્યું હતું ? અને શું સવાલ હતો.
મિત્રો કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન દ્વારા સોનાક્ષીને 80 હજાર રૂપિયા માટે સવાલ કર્યો. જે રામાયણ માંથી લેવામાં આવ્યો હતો. આ સવાલ કંઈક એવો હતો કે, હનુમાનજી કોના માટે સંજીવની જડીબુટ્ટી લઈને આવ્યા હતા ? આ સવાલના જવાબમાં સૌથી પહેલા સોનાક્ષીએ સીતા જવાબ આપ્યો, પરંતુ તે શ્યોર ન હોવાથી પ્રતિયોગીતામાં તેણે લાઈફલાઈન્સની મદદ લીધી.આ સવાલને લઈને સૌથી હેરાની વાળી વાત એ છે કે, સોનાક્ષીના આખા પરિવારનું નામ રામાયણના પાત્રો અનુસાર છે. સોનાક્ષીના ભાઈનું નામ, લવ-કુશ છે. પરંતુ તેમ છતાં પણ તેને એ ખબર ના હતી કે હનુમાનજી કોના માટે સંજીવની જડીબુટ્ટી લાવ્યા હતા. પરંતુ આ વાત આટલી મોટી હસ્તીને ખબર ન હોવાથી તેના ફેન્સ નારાજ થયા હતા. જેના કારણે સોશિયલ મીડિયામાં સોનાક્ષીને લોકો દ્વારા ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. હાલમાં આ ખબર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
પરંતુ સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયામાં લગાતાર ટ્રોલ થયા બાદ તેણે ટ્વીટર પણ પોસ્ટ લખી હતી. જેમાં સોનાક્ષીએ કહ્યું હતું કે, “પ્રિય જાગી ગયેલા ટ્રોલ્સ, મને પાયથાગોરસનો પ્રમેય, મર્ચન્ટ ઓફ વેનિસ, આવર્ત સારણી, મુગલોની વંશાવલી અને શું શું યાદ નથી, એ પણ યાદ નથી. જો તમારી પાસે કોઈ કામ ન હોય અને જો ટાઈમ હોય તો પ્લીઝ આ બધા પર મીમ્સ પણ બનાવો ને, મને મીમ્સ ખુબ જ પસંદ.”સોનાક્ષીના આ જવાબ બાદ ફરી તેની ટ્રોલિંગ શરૂ થઇ ગઈ. એક યુઝરે સોનાક્ષીને જવાબ આપતા લખ્યું કે, “તો પછી KBC માં શા માટે આવ્યા હતા બહેન ?” પરંતુ એક અન્ય યુઝરે મજા લેતા લખ્યું હતું કે, “પરંતુ શુક્ર કરો કે એવું ન લખ્યું કે સંજીવની જડીબુટ્ટી જોમેટોએ ડીલીવરી કરી હતી.” પરંતુ આગળ એક યુઝરે જણાવ્યું હતું કે, “ પરંતુ જોમેટો અને સ્વીગી માટે 50-50 લાઈફલાઈન લેવી પડી હોત.”
સોનાક્ષીએ ટ્રોલ માટે આપેલો જવાબ તેને વધારે ભારે પડ્યો હતો. લોકોએ તેને ટ્વીટ કરીને ખુબ જ ટ્રોલ કરી હતી. કેમ કે તેનો જવાબ વ્યંગમાં આપવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય પ્રશ્નનો જવાબ સોનાક્ષીને ન આવડતા લોકોએ સોનાક્ષીની ખુબ જ અવગણના કરી હતી. કેમ કે આપણા મૂળને ભૂલીને આપણે પહેલા બહારના લોકોને યાદ રાખીએ છીએ. જ્યારે સોનાક્ષી સિન્હાના આખા પરિવારના નામ રામાયણના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમાં છતાં તેને આ પ્રશ્નનો જવાબ આવડતો ન હતો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google