20 વર્ષની ઉંમરમાં કોઈ છોકરા છોકરીએ આ ગંદી વસ્તુઓથી દુર રહેવું જોઈએ.. નહિ તો થશે આ પ્રોબ્લેમ મિત્રો કોઈ પણ કામનો એક યોગ્ય સમયગાળો હોય છે. કોઈ પણ કામને તેના સમય અનુસાર યોગ્ય સમયે કરવામાં આવે તો તે પરફેકટ કામ થતું હોય છે. પરંતુ જો એ કામને યોગ્ય સમયે ન કરવામાં આવે તો મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હોય છે. તો આજે અમે તમને એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. કે એક ઉંમરનો સમય હોય છે જેમાં અમુક કામોથી જો દુર રહેવામાં આવે તો ભવિષ્યમાં ક્યારેય પણ પછ્તાવું નથી પડતું. તો આ લેખ આજના દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વનો છે. માટે અંત સુધી વાંચો તેવી વિનંતી.
મિત્રો કોઈ વ્યક્તિ હોય તેનો તજુર્બો ઉંમર સાથે બદલાઈ જતો હોય છે. પરંતુ ભૂતકાળમાં અમુક ભૂલો એવી કરેલી હોય છે જેના કારણે ખુબ જ પછતાવું પડતું હોય છે. જ્યારે વ્યક્તિ યુવાનીમાં પગ મુકે ત્યારે અનેક પ્રકારની વિડંબનાઓ વ્યક્તિને અટકાવી દેતી હોય છે. તો આજે અમે તમને એવા જ મુદ્દાઓ વિશે તમને જણાવશું કે 20 વીસ વર્ષની ઉંમરમાં છોકરીએ કે છોકરાએ આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તો ચાલો જાણીને કંઈ કંઈ છે એ ભૂલો. સૌથી પહેલા તો છે કે ક્યારેય પણ આ ઉંમરમાં પ્રેમને સમર્પિત ન થઇ જવું જોઈએ. કેમ કે જો પ્રેમની અસર વ્યક્તિ પર અવળી પડી જાય તો જીવનમાં ખુબ જ મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે. પ્રેમના આજ સુધીના ઘણા બધા એવા કિસ્સાઓ છે જેમાં લોકોએ પોતાના કરિયરને બરબાદ કરી નાખ્યા છે. એટલા માટે બને ત્યાં સુધી પ્રેમમાં આ ઉંમરના સમયગાળામાં ન પડવું જ બહેતર હોય છે. નવા નવા લોકો સાથે સંપર્ક ન આવવું !. આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કેમ કે આજકાલના છોકરાઓ અને છોકરીઓ મોબાઈલ અને ટીવીમાં એટલા મશગુલ હોય કે ઘરે કોઈ નવા મહેમાન આવ્યા હોય સાથે બેસતા નથી હોતા અને તેમની સાથે જો વાત કરવાનું કહેવામાં આવે તો પણ સંકોચ અનુભવતા હોય છે. એટલા માટે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. હંમેશા કોઈ મોટું કે જિમ્મેદાર વ્યક્તિ તમને ત્યારે તમારે તેની સાથે કોઈ પણ સંકોચ વગર મળવું જોઈએ. કોઈ એવું અજાણ્યું વ્યક્તિ પણ મળી ગયું હોય તો તેની સાથે કોઈ પણ સંકોચ રાખ્યા વગર વાત કરવી જોઈએ.
કોઈ પણ કારણ વગર કોઈ સાથે ક્યારેય ઝગડો ન કરવો જોઈએ. કેમ કે જો યુવાનીમાં ઝગડો કરવામાં આવે તો ઘણી વાર આપણા કરિયર પર તેની ખુબ જ અસર પડતી હોય છે. આમ તો સામાન્ય રીતે ક્યારેય પણ ઝગડો ન કરવો જોઈએ પરંતુ ખાસ કરીને જ્યારે તમે તમારા ભવિષ્ય પર ફોકસ કરતા હોવ એ સમયે કોઈ પણ વ્યક્તિ સાથે ઝગડામાં ન ઉતરવું જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ અપમાન પણ ન કરવું જોઈએ. એ તમારા માટે ભવિષ્યમાં ક્યારેક ઘાતક પણ સાબિત થઇ શકે છે. માટે આ ઉંમરના સમયગાળામાં ક્યારેય ઝગડા જેવી ફિઝૂલ વાતોમાં ન ઉતરવું જોઈએ.
છોકરા છોકરીએ પોતાના યુવાની દરમિયાનની કૌમાર્ય વિશેની વાત ક્યારેય પણ જીવનસાથી સામે છુપાવવી ન જોઈએ. જો તમે તમારા કૌમાર્યને તમારા સાથી સામે છુપાવશો તો ભવિષ્યમાં તમારે ખુબ જ પછ્તાવવાનો વારો આવી શકે છે. જે તમારા લગ્નજીવન પણ ખુબ જ ખરાબ રીતે અસર કરી શકે છે. માટે તમારા યુવાનીમાં કોઈ પાત્ર સાથેના સંબંધો હોય તો અગાઉ જણાવી દેવા જોઈએ. જેનાથી એક સમજદારી ઉભી થાય છે અને ભવિષ્યમાં આ વાતને લઈને કોઈ પ્રશ્ન સામે નથી આવતો. આમ તો માતાપિતાનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ. પરંતુ તમારા સારા ભવિષ્ય માટે માતાપિતાએ ખુબ જ ભોગ આપ્યો હોય છે. તેમને તમારી પાસેથી એક સમ્માન અને સુખની આશા હોય છે. જેના પર તમારે ખરું ઉતરવાનું હોય છે. કેમ કે માતાપિતા હંમેશા દીકરા પાસેથી પ્રેમ જ ઇચ્છતા હોય છે. તેનાથી વધારે એક દીકરા કે દીકરી પાસેથી કોઈ વધારે અપેક્ષા નથી રાખતા હોતા. આ મુદ્દો સૌથી મહત્વનો છે. ક્યારેય પણ આ ઉંમરમાં કોઈ પણ છોકરા છોકરીએ અંગત સંબંધોમાં જોડાવું ન જોઈએ. કેમ કે યુવાનીમાં જો લગ્ન પહેલા જ આ બધી પ્રવૃત્તિમાં તમે એક્ટીવ બની જાવ તો ભવિષ્ય તરફથી તમારું ધ્યાન બીજા રસ્તે જશે. જેનાથી તેની ખુબ જ ખરાબ અસર તમારા ભવિષ્ય પર પડે છે. માટે ક્યારેય પણ યુવાનીના સમયમાં જ્યારે તમે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા હોવ ત્યારે કામ જેવી વૃત્તિઓથી દુર રહેવું ખુબ જ આવશ્યક છે.
અંગત સબંધ વિષે એક વાત પણ પ્રખ્યાત છે કે જયારે આંબો ઉગાડવામાં આવે છે ત્યારે તે થોડો મોટો થાય છે ત્યારે તેના પણ મોર (ફાલ) આવવા લાગે છે તો એ વખતે ખેડૂત પોતાના હાથે, બધો મોર તોડી નાખે છે, કેમ કે ખેડૂતને ખબર છે કે જો આ મોર ની કેરી બની જશે તો સમય જતા કેરી મોટી થશે અને પછી આંબાનો વિકાસ અટકી જશે.એટલે ખેડૂત આંબાના ભવિષ્યના વિકાસ માટે કેરીઓ આવવા નથી દેતો, અને તોડી નાખે છે. એક વાર આંબો મોટો થઇ જાય પછી કેરીઓ ઢગલા બંધ મળવાની છે. પણ હાલ પુરતી 1-2 વરસ આંબો મોટો થવાનો રાહ જોવી બરોબર છે, કેમ કે નહિ તો એક વાર કેરી આવી જાય છે તો આંબો મોટો થતો નથી. આ રીતે યુવાનોએ કેરી(છોકરી) પાછળ દોડવું ના જોઈએ, તમને કેરીઓ મળવાની જ છે, પણ પહેલા આંબા (કેરિયર) પર ધ્યાન આપો.