અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
👩⚕️ બાજપાઈજી ને હતો કીડનીનો ગંભીર પ્રશ્ન, જાણો જયારે કીડની ખરાબ થાય ત્યારે શરીરમાં દેખાય છે આ લક્ષણો 👩⚕️
👩⚕️ બાજપાઈજીને હતો કિડનીની ગંભીર બીમારી, એક એવો પણ સમય તેમની જીંદગીમાં આવ્યો હતો કે જયારે તેઓ પાસે તેમની કિડનીના ઉપચાર માટે પૂરતા પૈસા પણ ના હતા ત્યારે તેમને રાજીવ ગાંધીએ મદદ કરેલી.
તો મિત્રો ચાલો આપણે એ વિષે વાત કરીએ કે જયારે તમારી પણ કીડની ખરાબ થાય ત્યારે શરીર કેવા કેવા શરીરમાં ફેરફાર થાય છે. કેવા લક્ષણો જોવા મળે તો સમજવું કે તમારી કીડની ખરાબ છે. એક વાર થોડો સમય કાઢીને આ વાત નિરાતે જરૂર વાંચી લેજો અને બીજાને પણ શેર કરજો જેથી બીજાને પણ આ લેખ ઉપયોગી થઇ શકે.
👩⚕️ આપણે અત્યારે હાલમાં જોઈએ છીએ કે કિડનીની સમસ્યા ખુબ જ વધી રહી છે. દરેક વ્યક્તિ અત્યારે કોઈને કોઈ બીમારી સાથે લડતા જ હોય છે. તેવી ખુબ જ ભયાનક બીમારી એટલે કે જો કીડની ખરાબ થઇ જાય તો લગભગ લોકો પોતાના જીવન જીવાવવાની આશા ખોઈ બેસે છે. અત્યારે ભારતમાં લગભગ ફાસ્ટફૂડના કારણે આપણે જોઈએ છીએ કે કીડની જેવા અસંખ્ય રોગો ખુબ જ નાની ઉમરે થઇ જતા હોય છે.
👩⚕️ કીડનીને બદલતા ખાનપાન સાથે વધતા જતા ઉદ્યોગો અને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા દુષિત પાણી અને વાહનો દ્વારા થતા પ્રદુષણથી ખુબ જ શારીરિક અને માનસિક તકલીફો તઃવા લાગી રહી છે.
👩⚕️ પરંતુ નિયમિત ખાનપાનથી આ રોગથી બચી શક્ય છે. પરંતુ દેશમાં વધતા જતા ફાસ્ટફૂડના ચલણથી આ બધી બીમારીઓને રોકવી ખુબ જ કઠીન થઇ રહી છે. કિડનીની બીમારી કોઈ ભયંકર રૂપ ન લઇ લે તેના માટે શરૂઆતમાં જ કિડનીની બીમારીને ઓળખાવી ખુબ જ આવશ્યક બની ગઈ છે. કેમ કે મોટા ભાગે આ બીમારી લગભગ જીવલેણ બની શકે છે. જો અમે લખેલા કારણો તમે ઓળખી જશો તો તમને પણ કીડની ના લક્ષણો જાણવા મળશે.
👩⚕️ કીડનીથી શરીરમાંથી વાસ આવવી અથવા પેશાબમાં પણ ગંધ આવવી. અને જો એવું ન થાય તો તો કિડનીની અંદર રહેલો કચરો આપણા હાથ, પગ, મોઢું અને ગોઠણ બધું સોજી જાય છે.
👩⚕️ આ અવસ્થામાં મૂત્રનો રંગ ઘાટો થઇ જવો અથવા તો મૂત્રની માત્ર વધી જાય છે. અથવા તો ખુબ જ ઓછી થઇ જાય છે. તે સિવાય વારંવાર મૂત્ર આવવાનો પ્રશ્ન થાય પરંતુ મૂત્ર ત્યાગ કરવા જઈએ ત્યારે મૂત્ર નથી આવતું. મૂત્ર ત્યાગ કરવા જઈએ ત્યારે બળતરા થવી, દબાણ થવું અને દુઃખાવો થવા જેવી સમસ્યા થાય છે.
👩⚕️ જ્યારે મૂત્રમાં રક્ત આવવા લાગે ત્યારે અથવા તો ઝાંખું મૂત્ર આવે તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કેમ કે તે કીડની ખરાબ થવાનો નિશ્વિત સંકેત ગણાય છે.
👩⚕️ શરીરમાં ખુબ જ વધારે કમજોરી આવી જવી, શરીર થોડું કામ કરે તો પણ તરત જ થાકી જવું અને હોર્મોન્સનું સ્તર ઘટી જાય તો આ પણ કીડનીના બીમારીના લક્ષણ માનવામાં આવે છે.
👩⚕️ ઓક્સીજન લેવામાં તકલીફ પડવી અને જેના કારણે આપણા સ્વભાવમાં પણ ખુબ ફેરફાર જાણતો હોય છે તેનાથી આપણે ખુબ ચીડિયા સ્વભાવ વાળા થઇ જઈએ છીએ. એકાગ્રતામાં પણ કમી આવે તો પણ તે કીડની ખરાબ થવાના સંકેતો છે.
👩⚕️ ઘણા વાર આપણે ઘણા લોકોને પણ જોતા હોઈએ છીએ કે તેમને ગરમીમાં પણ ઠંડી લગતી હોય છે.
👩⚕️ કીડની જો ખરાબ થઇ જાય તો આપણા શરીરમાં વિશાખ પદાર્થ જામી જાય છે. જેનાથી ત્વચામાં ખંજવાળ થવા લાગે છે. આ લક્ષણ આમ તો ઘણી પ્રકારની બીમારીમાં પણ જોવા મળે છે.
👩⚕️ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે કિડનીની બીમારીના કારણે આપણા લોહીમાં યુરીયાનું સ્તર વધી જતું હોય છે. તે યુરીયા એમોનીયાના રૂપમાં ઉત્પન્ન થાય છે. જેના કારણે મોં માંથી વાસ આવવા લાગે છે. અને આપણને જીભ પર આવતો સ્વાદ હોય છે તે પણ બગડી જાય છે.
👩⚕️ ડોક્ટરોના કહેવા પ્રમાણે શરીરમાં જે ખોરાક પચતો ન હોય તે અમુક સમયે જામી જતો હોય છે. તેનાથી પણ આપણી કીડની પર ખુબ જ દબાવ આવે છે અને કીડની ખરાબ થવાની ખુબ જ સંભાવના વધી જાય છે.
👩⚕️ આપણી પીઠમાં થતો દુઃખાવો આપણે પણ અને સાથળ સુધી પહોંચી જાય તો સમજી લેવાનું કે આપણે તે બીમારીના શિકાર થઇ રહ્યા છીએ.
👩⚕️ જો કીડની ખરાબ હોય તો આપણા ફેફસામાં કફ જમવા લાગે છે. જેના કારણે આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. આમાંથી ઘણા લક્ષણો બીજી પણ બીમારી સાથે જોડાયેલા છે. પરંતુ કીડની માટે ખાસ આ બધા લક્ષણો છે. એટલા માટે લક્ષણો જો લાગુ પડતા હોય તો ડોક્ટરની પાસે જઈને ચેકપ જરૂર કરાવી લેવું જોઈએ.
👩⚕️ આપણે આપણી કિડનીનું ધ્યાન કેવી રીતે રાખવું. આમ તો સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી છે કે આપણા શરીરના બધા જ અંગો સ્વસ્થ રહે અને ખૂબ સરળતાથી કામ કરે. આજના સમયમાં કિડનીની સમસ્યા લગભગ લોકોમાં જોવા મળે છે. આ સમસ્યા ત્યારે વધારે થઇ જતી હોય છે જ્યારે આપણે શરીરને લઈને લાપરવાહી વર્તવા લાગીએ છીએ. જોં આપણે ચાહતા હોઈએ કે આપણી કિડનીનું નિદાન થાય. તો આપણે હેલ્દી ખોરાક તો લેવાની જ સાથે સાથે જો દારૂ અને ધુમ્રપાન જેવી આદતોને પણ છોડી દેવી જોઈએ.
👩⚕️ તેના સિવાય દરરોજ કસરત અથવા યોગ [પણ કરવ જોઈએ . કેમ કે યોગ અને કસરત દ્વારા કીડની સ્વસ્થ રહેશે જ સાથે સાથે શરીરના બાકીના અંગો પણ ખુબ જ ફીટ રહેશે.
👩⚕️ કિડનીની બીમારીને દુર રાખવા માટે આપણે લોહિયા પરિભ્રમણને પણ નિયંત્રણમાં રાખવું ખુબ આવશ્યક છે. અને આપણે લોહીમાં રહેલ શુગરના પ્રમાણનું ચેકપ કરાવતા રહેવું જોઈએ.
👩⚕️ જે લોકો ખુબ જ વધારે પપ્રમાણમાં દવા લેતા હોય છે તેની કીડની ફેલ થવાની સંભાવના ખુબ જ વધારે રહે છે. ઘણી દવાઓની ગોળીઓ અને પેઈનકિલર્સ ટીકડીઓ તો આપણી કીડની પર સીધી અસર કરે છે. તે બને ત્યાં સુધી આ બધી દવાઓથી દુર જ રહેવું આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
👩⚕️ તો મિત્રો આ થોડાક એવા સંકેત હતા જે આપણી કીડનીને ખરાબ કરી શકે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ