આપણામાં મોટાભાગના ગુજરાતી લોકોને સવારે ચા નથી મળતી તો તેનો પૂરો દિવસ જ ખરાબ જાય છે. ગુજરાતીઓ માટે તો શું તમામ ભારતીયો માટે ચાનું આટલું જ મહત્વ છે, આજે તમે કોઈ પણ જગ્યાએ જાવ તો બીજું કઈ ના મળે તો કંઈ નહીં પણ ચા તો જરૂર મળે.
ચાને સવારનું અમૃત કહેનારા લોકોની સંખ્યા પણ આપણા ગુજરાતીઓમાં ઓછી નથી. આપણે ત્યાં કોઈના ઘરે જાવ તો ત્યાં ફોર્માલીટી સ્વરૂપે ૭૦% ચા જ હોય છે, હા હમણાં કેટલાક સમયથી “ગ્રીન ટી” પીવા વાળાની સંખ્યા પણ જોવા મળે છે. પણ હજુ ચાને આંટી મારી શકે એવું કોઈ પીણું દેખાતું નથી.
આપણે સૌએ ચાથી થતા નુકશાન વિશે કદાચ બહુ ઓછું સાંભળ્યું હશે પણ એ હકીકત છે કે, ચા કેટલીક રીતે આપણને નુકશાન પણ પહોચાડે છે. તો ચાલો જોઈએ કે ચા પીવાથી ક્યાં ક્યાં નુકશાન થઇ શકે છે.
(1) ચામાં રહેલું “કેફીન” તત્વ તમને વ્યાસની બનાવે છે.
કેટલાક લોકોને સમયસર ચા નથી મળતી તો તે ઉદાસ, થાકેલા, ગુસ્સે થઇ જાય છે. આનું કારણ એ છે કે વધુ પડતું કેફીન તમને ધીમે ધીમે વ્યાસની બનાવે છે. આ કેફીન લાંબા સમયે કીડની પર પણ ખરાબ પ્રભાવ પડે છે. તેમજ કીડની સબંધી પેશાબની બીમારી, તેમજ કીડની સબંધી અન્ય બીમારી થવાની સંભાવના રહેલી હોય છે.
(2) દાંતોની સફેદી ઝાંખી કરી નાખે છે.
તમે જો વારંવાર ચા પીવાની આદત ધરાવો છો, તો ગરમ ચા અને ચાના કલરને લીધે તમારા દાંતોમાનું જે સફેદી ધરાવતું પડ છે તે ઝાંખું પડી જાય છે, એટલે જો શક્ય હોય તો ચા પીધા બાદ તમે એકદમ હળવેથી બ્રશ કરી શકો છો અને તેમ ના શક્ય હોય તો પાણીના કોગળા અવશ્ય કરી નાખવા કે પાણી પી લેવું. જેથી તમારી દાંતોની સુંદરતા જળવાઈ શકે.
(3) ચા પીવાથી આ બીમારીઓ આવી શકે છે.
વધુ પડતી ચા પીવાથી ચા માં રહેલું કેફીન તમને નર્વસ કરી શકે છે. તમારા સ્વભાવમાં પણ ચિડીયાપણું વધી શકે છે. કેફીન તત્વ એટલું હાનીકારક છે કે તે શરીરમાં વધી જાય ત્યારે ક્યારેક ઉબકા આવે છે, અને ઉબકા આવવાની સાથે તમારા હદયના ધબકારા પણ અનિયમિત થઇ શકે છે. કેફીન તમને અનિંદ્રાનો ભોગ પણ બનાવી શકે છે. અને વજન પણ વધી શકે છે. સાથે ક્યારેક બ્લડ પ્રેશરની પણ સમસ્યા થઇ શકે છે.
(4) શરીરને આર્યન(લોહતત્વ) મળતું અટકાવે છે.
આપણા આહારમાં આયર્ન(લોહતત્વ)ની મહત્વપૂર્ણ ભૂમિકા છે કારણ કે તે રક્ત કણો દ્વારા શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. એટલે (આયર્ન) લોહતત્વ એવી પ્રક્રિયાઓનો એક ભાગ કે જે શરીર માટે અતિ આવશ્યક છે. આર્યન આપણામાં અતિઆવશ્યક એવી ઊર્જા ઉત્પન્ન કરે છે. આયર્નની ઉણપથી ઉર્જાની કમી અને સતત થાક લાગે છે.
જો આપણે પૂરતા લોહતત્વ વાળો સમૃદ્ધ ખોરાક ખાવા છતાં જો તમે વધુ ચા પીવો તો એ ગેરેંટી નથી કે પુરતું આયર્ન અમારા શરીરને મળી શકે. કેમ કે આયર્ન મળવાની ક્રિયામાં ચા આડઅસર પેદા કરે છે.
એટલે સંશોધકો સૂચવે છે કે ચા ક્યારેય ભોજન પહેલાં કે ભોજન પછી તરત ના લેવી અને ભોજનની સાથે પણ ના લેવી. ચા પીવાનો યોગ્ય સમય એ છે કે બે ભોજનના વચ્ચેના સમયમાં પીવી.
(5) પેટની સમસ્યાઓ થઇ શકે છે.
જો તમને વધુ ચા પીવાની આદત છે તો તમને પેટનો દુખાવો, ખાટા ઓડકારો, પેટમાં લોચા વળવા(ગભરામણ) થવી અને ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ બિમારી (જીઇઆરડી) જેવી તકલીફો થઇ શકે છે.
જો તમને પહેલેથી જ પેટની સમસ્યાઓ હોય તો માત્ર 1 થી 2 કપ પીવા ચા પીવા માં જ શાણપણ છે.
(6) શુગરનું પ્રમાણ વધી શકે છે. (ડાયાબીટીસ)
જો તમને એમ લાગતું હોય કે ચામાં તો સુગર ક્યાં એટલી બધી આવે છે, તો તમને જણાવી દઈએ કે તમે જો આખો દિવસમાં ૩ કપ ચા પીઓ તો તેમાં ૪૫-૫૦ કેલેરી આવી જાય, અને બીજા શબ્દોમાં કહીએ તો માણસ દરરોજ ૧૦૦ થી ૧૦૫ કેલેરીથી નીચે ગ્રહણ કરે તો તે યોગ્ય કહેવાય પણ જો તે ૫૦ કેલેરી ખાલી ચા દ્વારા જ મેળવી લે તો તે બીજા ખોરાક દ્વારા મળતી શુગરનું પ્રમાણ બહુ વધી જાય. ડાયાબિટીસણે પણ આમંત્રણ આપી શકે છે.
(7) પ્રોસ્ટેટ કેન્સર પણ થઇ શકે છે.
સ્કોટલેંડના એક અભ્યાસ મુજબ જે લોકો જે લોકો દિવસ ભરમાં વધુ ચા પીવે છે તેમને પ્રોસ્ટેટ કેન્સર થઇ શકે છે, હવે આ શંસોધન અનુસાર સંશોધન કર્તાઓ પાકા પાયે તો આની વિશે માહિતી નથી મેળવી શક્યા કેમ કે, તેઓને આ વિષય પર સંશોધન માટે અપોઈન્ટ ના કર્યા હતા પણ આડકતરી રીતે તેમને આ માહિતી આપી છે.
ગ્લાસગો યુનિવર્સિટીના આરોગ્ય અને સુખાકારી સંસ્થાના અભ્યાસના નેતા ડો. કાસીફ શફિકે મીડિયાને કહ્યું હતું, “અમને ખબર નથી કે ચા એક જોખમી પરિબળ છે કે નહિ પણ જો ચાના પીનારા સામાન્ય રીતે તંદુરસ્ત હોય અને વૃદ્ધાવસ્થામાં જીવંત હોય તો પ્રોસ્ટેટ કેન્સર વધુ સામાન્ય હોય છે. તેઓના કહેવા પ્રમાણે સામાન્યતઃ 7 કપથી વધુ ચા પીવા વાળા લોકોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ હોય છે.
આમ આ માહિતી અમે ચાના શોખીનો માટે લઇ આવ્યા હતા, જો તમને પણ ચા પીવાનો ખુબ શોખ હોય તો થોડો તેના પર કાબુ રાખી ચાનું પ્રમાણ ઘટાડજો. કેટલી ચા પીવા પર બધાના અલગ અલગ અભિપ્રાયો છે, પરંતુ સંશોધન અનુસાર દિવસ દીઠ 2 થી 3 કપ સારી તેનાથી પ્રમાણ ના વધવું જોઈએ.
તો ચાલો, આ આર્ટીકલ બીજા વધુ પડતા ચાના શોખીનો ને શેર કરો જેથી તે પણ કોઈ ચાને લગતી બીમારીનો ભોગ ના બને. અને ચાના આ નુકશાનો વિષે માહિતી મેળવી શકે.