અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
એક એવિ ગુફા કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે… જાણો આ ગુફાનું રહસ્ય.
મિત્રો ભારતમાં ઘણા શિવ મંદિરો આવેલા છે જે પોતાની આગવી વિશેષતાઓને કારણે પ્રખ્યાત છે. પરંતુ આજે અમે તમને એક એવી ગુફા વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ભગવાન શિવના કારણે ખુબ જ પ્રચલિત છે. હા મિત્રો આ ગુફામાં એક અલગ જ ઘટના બને છે જેના કારણે તે પ્રખ્યાત છે.
img source
મિત્રો તમે જોયું હશે કે પાણીમાંથી બરફ બને છે પરંતુ શું તમે એ જોયું છે કે પાણીમાંથી પથ્થર બની જાય. અને પથ્થર તો બને પણ તે શિવલિંગ બની જાય ! જી હા, મિત્રો આજે અમે તમને એક એવી ગુફાઓ વિશે જણાવીશું કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે. તો ચાલો જાણીએ તે ગુફા ક્યાં આવેલી છે અને કંઈ રીતે તેમાં શિવલિંગનું નિર્માણ થાય છે. તેમજ તેની સાથે જોડાયેલા અન્ય તથ્યો પણ છે.
img source
મિત્રો પોરબંદર થી ૧૭ કિલોમીટર દૂર એક રાણાવાવ નામનું ગામ આવેલું છે. જ્યાં જાંબુવતી નામની એક ગુફા આવેલી છે. પુરાતત્વ ખાતા દ્વારા આ ગુફાની સારસંભાળ લેવામાં આવે છે. કારણ કે આ ગુફાની એક ખાસ વિશેષતા પણ છે.
જાંબુવતી ગુફાની અંદર જવા માટે પગથિયાનું પણ નિર્માણ કરેલ છે. અહીં બે ટનલ આવેલ છે જેના વિશે એવું માનવામાં આવે છે કે એક ટનલ દ્વારકામાં નીકળે છે અને બીજી જૂનાગઢમાં નીકળે છે.
img source
મિત્રો આ જાંબુવતી ગુફા સાથે સંકળાયેલી એક કથા પણ પ્રચલિત છે. અહીં જાંબુવતી જાંબુવનની પુત્રી હતી. રામાયણમાં રામની મદદ કરવા માટે જાંબુવન નામનું પાત્ર આવે હતું. રામાયણમાં જાંબુવન સેનાનો સેનાપતિ હતો. જાંબુવને રામને જણાવ્યું કે બધાને આ યુદ્ધમાં પોતાની વીરતા દેખાડવાનો મોકો મળ્યો. પરંતુ મને મોકો ન મળ્યો તો રામ ભગવાને જણાવ્યું કે તમારી યુદ્ધ લડવાની ઈચ્છા દ્વાપર યુગમાં પૂર્ણ થશે. ત્યારબાદ વિષ્ણુ ભગવાને કૃષ્ણ અવતાર લીધો.
img source
તેમની આ ઇચ્છા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જાંબુવન સાથે યુદ્ધ લડ્યા. લડતા-લડતા જાંબુવનને ખબર પડી કે આ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. આમ ભગવાને જાંબુવનને કહેલું વચન નિભાવ્યું અને જાંબુવન એ પોતાની હાર સ્વીકારી અને તેની પુત્રી જાંબુવતીનો હાથ ભગવાન શ્રી કૃષ્ણને સોંપ્યો. આ ગુફામાં જાંબુવતીના કારણે યુદ્ધ થયું તેથી આ ગુફાનું નામ જાંબુવતી રાખવામાં આવ્યું.
આ ગુફાની એક ખાસ વિશેષતા એ છે કે ઉનાળામાં તેમાં ઠંડકનો અનુભવ થાય છે. પરંતુ સાથે સાથે પથ્થરમાંથી પાણી ટપક્યા કરે છે અને આ જ પાણી ટપકવાના કારણે શિવલિંગનો આકાર તૈયાર થઈ જાય છે. પહેલાં ધીમે ધીમે પાણી ટપકે છે અને ત્યારબાદ પાણી એકત્રિત થઈને શિવલિંગનું નિર્માણ થાય છે.
img source
અહીં એવું માની શકાય કે અહીંના પાણીમાં કંઈક એવું તત્વ રહેલું હશે જેનાથી પથ્થરનું નિર્માણ થતું હશે. અહીં બીજું એમ પણ માનવામાં આવે છે કે આ ગુફામાં કોઈક જગ્યાએ ખુબ સોનાના ખજાના ભરેલા હશે.
આ ગુફામાં પુરાતત્વ ખાતા દ્વારા લાઇટની સુવિધા પણ કરવામાં આવેલ છે અને હવા ઉજાસ માટે બે મોટા હોલ(છિદ્રો) પાડેલ છે.
તો મિત્રો આ રીતે પાણી ટપકવાથી શિવલિંગનું નિર્માણ થતા આ ગુફા પ્રચલિત છે. તમને આ અમારી માહિતી વિશે કંઈ પણ જણાવવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો.
img source
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી