ભૂલથી પણ ક્યારેય ન જોડો શનિદેવને હાથ…. બનશો શનિદેવના ક્રોધનો ભોગ.. જાણો આ પાછળનું કારણ

ભૂલથી પણ ક્યારેય ન જોડો શનિદેવને હાથ…. બનશો શનિદેવના ક્રોધનો ભોગ.. જાણો આ પાછળનું કારણ

મિત્રો શનિદેવ જો કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઇ જાય તો તે વ્યક્તિનો બેડો પાર થઇ જાય છે અને જો કોઈ વ્યક્તિ પર ક્રોધિત થઇ જાય તો તેનું જીવવું મુશ્કેલ પણ થઇ જાય છે. એવામાં લોકો શનિદેવને ખુશ કરવા માટે શનિદેવના મંદિરે જતા હોય છે. તેમજ શનિદેવની પૂજા કરતા હોય છે. પરંતુ આપણે જાણતા અજાણતા ત્યારે એવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે જેના કારણે શનિદેવ આપણા પર ખુશ થવાની વાત તો દુર પરંતુ કોપાયમાન થઇ જતા હોય છે.

આપણે શનિદેવના મંદિરે તેમને પ્રસન્ન કરવા જ જતા હોઈએ છીએ તે વાત પર કોઈ સંદેહ નથી. પરંતુ આપણી ભૂલોના કારણે આપણે શનિ દેવને પ્રસન્ન કરવાને બદલે તેના ક્રોધનો ભોગ બની જતા હોઈએ છીએ. તો આજે અમે તમને એવી ભૂલો જણાવશું જે જાણતા અજાણતા પણ શનિદેવના મંદિરે કે તેમની પૂજામાં ન કરવી જોઈએ. જો તમે શનિદેવના ક્રોધથી બચવા માંગો છો અને તેમની કૃપા મેળવવા માંગો છો તો આ લેખ પુરેપુરો અવશ્ય વાંચજો.

મિત્રો જ્યારે પણ આપણે શનિદેવની પૂજા વખતે કે તેમના મંદિરે જતી વખતે અથવા તો તેમની મૂર્તિ સામે જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ તો તે બધા પોત પોતાની રીતે પ્રાર્થના કરતા હોય છે. પરંતુ સામાન્ય રીતે બંને હાથ જોડીને ભગવાનને પ્રણામ કરીને પ્રાથના કરવામાં આવતી હોય છે. બધા દેવી દેવતાઓ સામે આપણે હાથ જોડીને પ્રાર્થના કરતા હોઈએ છીએ. આપણે સીધા ઉભા રહીને હાથ જોડી અથવા તો બેસીને હાથ જોડીને આપણા મનની વાતો ભગવાનને જણાવતા હોઈએ છીએ.

પરંતુ શું તમે જાણો છો કે શનિદેવને ક્યારેય પણ હાથ ન જોડવા જોઈએ. સાંભળીને કદાચ તમને વિશ્વાસ ન આવે પરંતુ તમને જણાવી દઈએ કે આ વાત સત્ય છે. આપણા હિંદુ ધર્મમાં ભગવાન શનિદેવને હાથ જોડવા તે અશુભ માનવામાં આવે છે અને જો તમે શનિદેવ સામે હાથ જોડીને કોઈ પ્રાથના કરો છો તો તેનું તમને કોઈ ફળ નથી મળતું.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યના પૂત્ર કર્મદાત્તા શનિદેવ સામે પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. શનિદેવને પ્રાર્થના કરવાથી ચરમ સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ ત્યારે તમે યોગ્ય રીતે તેમને પ્રાર્થના ન કરો અને પૂજા ન કરો તો તમે તેની કુદ્રષ્ટિનો શિકાર બની શકો છો. માટે સૌથી પહેલા તો આ વાત યાદ રાખવી કે ક્યારેય શનિદેવ સામે હાથ જોડવા નહિ તેમની સામે સીધા રહીને હાથ જોડ્યા વગર પ્રાર્થના કરવી.

જ્યારે પણ તમે શનિદેવના મંદિરે જાવ તો તેમને હાથ જોડીને પગે લાગવાને બદલે તેમની સામે શીશ નમાવી સીધા ઉભા રહેવું જોઈએ અને ત્યાર બાદ બંને હાથને પાછળ લઇ જઈને શનિદેવને પ્રાર્થના કરવી જોઈએ. તેનાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે અને તમારું જીવન સુખ સમૃદ્ધિઓથી ભરાઈ જશે.

આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર ભગવાન શનિદેવના મંદિરમાં જતી વખતે અમુક વિશેષ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. શનિદેવની પૂજા ત્યારે ક્યારેય ન કરવી જ્યારે તેમની મૂર્તિ પર સૂર્યની રોશની પડતી હોય. તેના માટે સૌથી ઉત્તમ રસ્તો છે કે જો શક્ય હોય તો સૂર્યોદય પહેલા જ શનિદેવના મંદિરે જતું રહેવું અને શનિદેવની પૂજા પણ કરી લેવી. અથવા તો સૂર્યાસ્ત થયા બાદ શનિદેવના મંદિરે જવું અને પૂજા કરવી જોઈએ.

જ્યારે શનિદેવ પર સૂર્ય પ્રકાશ પડતો હોય ત્યારે ક્યારેય પણ શનિદેવની પૂજા ન કરવી જોઈએ અને જો તમે એવું કરો તો શનિદેવ તમારાથી નારાજ થઇ જશે અને તેમની કુદ્રષ્ટિનો સામનો તામારે કરવો પડશે.

તો મિત્રો જ્યારે પણ શનિદેવના મંદિરે જાવ કે તેમની મૂર્તિ સામે ઉભા રહો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તેમજ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં “ૐ શાનીદેવાય નમ:” લખી આ લેખને આગળ શેયર કરવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment