એક હિરોઈને કહ્યું, મારા મંદિરમાં લગાવીશ સલમાન ખાનનો ફોટો…. જાણો શા માટે, કોણ છે આ હિરોઈન?

મિત્રો આપણા બોલીવુડમાં ઘણી બધી એવી હિરોઈનો છે જે એક સમયે ખુબ જ ફેમસ હતી. પરંતુ આજે તેને કોઈ નથી ઓળખતું. કેમ કે સમય સાથે પરિવર્તન અને બદલાવ આવતા હોય છે. જેમાં દરેક વ્યક્તિનો બોલીવુડમાં એક સમય હોય છે. ત્યાર બાદ તેનું ભવિષ્યનું કોઈ નક્કી પાસું નથી હોતું. તો આજે અમે એક એવી જ હિરોઈન વિશે તમને જણાવશું. જે સલમાન ખાનની એક ફિલ્મ “વીરગતિ” માં જોવા મળી હતી. જેનું નામ છે પૂજા ડડવાલ. હાલ પૂજા ડડવાલ મૃત્યુ સામે લડીને સ્વસ્થ બની રહી છે. અને બોલીવુડમાં કામ શોધી રહી છે. પરંતુ તે એવું જણાવી રહી છે કે હું કોઈની મદદથી નહિ પરંતુ પોતાની રીતે કાm કરીને મારા જીવનને માણવા માંગું છું.

મિત્રો પૂજા ડડવાલ વિશે 2018 ના માર્ચ મહિનામાં એવા સમાચાર સામે આવ્યા હતા કે પૂજા ડડવાલને ટીબીની ખુબ જ ભયાનક બીમારી લાગુ પડી ગઈ હતી. આ બીમારીના ચાલતા પૂજાને છ મહિના સુધી મુંબઈના શિવડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ સમય દરમિયાન પૂજાની આર્થિક સ્થિતિ પણ એટલી મજબુત ન હતી. પરંતુ આ વાતની જાણ જ્યારે સલમાન ખાનને પડી, તો સલમાન ખાન દ્વારા પૂજા ડડવાલનો બધો જ ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો હતો.

પૂજા ડડવાલ બીમારી સામે લડીને જીત્ય બાદ હવે ફરીવાર બોલીવુડમાં પગ મુકવા માંગે છે. તે શારીરિક રીતે સ્વસ્થ બની ગઈ છે. પરંતુ તેને હાલ ખાવાના પણ ફાંફા છે. કેમ કે તેની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. હાલમાં પૂજા મુંબઈનાં વર્સોવાની એક ચાલીમાં રહે છે અને તેનું ભાડું છે 5 હજાર રૂપિયા. પરંતુ પૂજા પાસે ન તો ખાવા-પીવા માટેની વ્યવસ્થા છે, પરંતુ તેની પાસે પહેરવા માટેના ઢંગના કપડા પણ નથી. પરંતુ તેમ છતાં તેનું કહેવું છે કે બોલીવુડમાં તે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવશે. પરંતુ તે આજકાલ બધા પાસે બોલીવુડમાં કામ માટે તરસી રહી છે.

આ દરમિયાન પૂજાનું પણ એક ઈન્ટરવ્યું લેવામાં આવ્યું હતું અને તેમાં તેણે જણાવ્યું હતું કે, હું, આ સમયમાં મારી શારીરિક સ્થિતિ ખુબ જ સારી છે, પરંતુ આ સમયે મારે કામની જરૂર છે. જેની હું શોધ કરું છું. મને એવી ઈચ્છા છે કે હું હજુ એક વાર બોલીવુડમાં કામ કરું. આજથી લગભગ 2 દાયકા પહેલા ફિલ્મ જગતને છોડી દીધું હતું. પરંતુ તેમાં ફરીવાર હું કામ કરવા માંગું છું. જો મારા લાયક કોઈ કામ મળી જશે તો હું અવશ્ય કામ કરીશ.

આ ઈન્ટરવ્યુંમાં પૂજે તેની માંદગીના સમયને પણ યાદ કર્યો હતો. તેમાં તેણે જાણાવ્યું હતું કે, શરૂ શરૂમાં મને એ જાણ ન હતી કે મને ટીબી થયું છે. એ સમયે હું ગોવાના એક કસીનોમાં રહેતી હતી. ત્યારે મારી પાસે પૈસા પણ ન હતા. મારી આ ભયાનક બીમારીના કારણે મારો પરિવાર પણ મારાથી દુર હતો. સાથે સાથે પરિવાર તરફથી કોઈ પણ મદદ મળતી ન હતી.

જેના કારણે હોસ્પિટલ અને સારવાર મારા માટે ખુબ જ દૂરની વાત હતી. એ સમયે મને લોહીની ઉલટી પણ થવા લાગી હતી. મારા વાળ પણ ખરવા લાગ્યા હતા. તે વાળ ન જવાની બીકથી માથા પર કાંસકો પણ ન ફેરવતી.

ત્યાર બાદ પૂજા આગળ જણાવે છે કે, મારા એક ડીરેક્ટર મિત્ર રાજેન્દ્ર સિંહ છે. જેમને મેં કોલ કર્યો અને મારી આ ગંભીર સ્થિતિ વિશે જણાવ્યું. પરંતુ તેમણે મને મુંબઈ આવવા માટે એક ટીકીટ આપી. જ્યારે તે મુંબઈ પહોંચી અને બધાએ તેને જોઈ તો લોકો આશ્વર્યચકિત રહી ગયા. કેમ કે પૂજાનું વજન 50 કિલો હતું. પરંતુ તેને ટીબી થયા બાદ તેનું વજન માત્ર 26  કિલો જ રહ્યું હતું. પરંતુ મારી આ સ્થિતિ જોઇને રાજેન્દ્રજીએ મને શિવડીની ટીબી હોસ્પિટલમાં દખલ કરી. પરંતુ પૈસા ન હોવાને કારણે ત્યાર પણ સારવારમાં અડચણ આવવા લાગી.

આ વાતની જાણ જ્યારે મીડિયા પાસે પહોંચી ત્યારે સલમાન ખાન સુધી આ વાત પહોંચી ગઈ. ત્યારે સલમાન ખાનની એક ટીમ આવી અને મને ખાનગી હોસ્પિટલ લઈને જવા ઈચ્છતી હતી. પરંતુ હું શિવડીની હોસ્પિટલમાં જ મારો ઈલાજ કરાવવા માંગતી હતી. કેમ કે ત્યાંની સારવાર ખુબ જ સારી હોય છે. પરંતુ મારો બેડ પણ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. તેની ફરતે પડદો બાંધી દેવામાં આવ્યો હતો. મારી સારવારથી લઈને જમવા, પીવા, નવા બેડથી લઈને ઘણી સુવિધા કરી આપી હતી. દવાઓનો સંપૂર્ણ ખર્ચ પણ સલમાન ખાને જ ઉપાડ્યો હતો. સાથે સાથે એક કેરટેકર પણ મારા બેડની બાજુમાં 24 કલાક રહેતો હતો.

સારવારના દિવસોને યાદ કરતા પૂજાએ જણાવ્યું કે, માત્ર બે જ દિવસની અંદર એ હોસ્પિટલમાં 9 વ્યક્તિને મૃત્યુ પામતા જોયા છે. એ જોઇને મને પણ લાગતું હતું કે હું પણ આ રીતે જ જતી રહીશ. પરંતુ હું બચી ગઈ, કેમ કે સલમાન ખાને મને એક જીવન આપ્યું. આજ પછીનું મારું જીવન સલમાન ખાનનાં નામે જ ગણવામાં આવે. હવે હું પણ એક સારું જીવન પસાર કરવા માંગું છું, બોલીવુડમાં સારી રીતે કામ કરવા માંગું છું. હું કામ અને મહેનતથી એક સારું ઘર ખરીદવા માંગું છું, સાથે સાથે ઘરમાં એક મંદિર પણ રાખીશ જેમાં હું ભગવાનની જગ્યાએ સલમાન ખાનનો ફોટો લગાવીશ. જેની પૂજા હું રોજ કરીશ. સલમાન ખાનને પગે લાગીને મારે તેનો આભાર વ્યક્ત કરવો છે.

પૂજા કહે છે કે, મારા માટે તો સલમાન ખાન જ ભગવાન છે. જેમણે મને જીવનદાન આપ્યું. માંદગીમાંથી સ્વસ્થ થયા બાદ હું પહેલા સલમાન ખાનને મળવા માંગતી હતી. આજના સમયમાં ઘણા ઓછા એવા લોકો હોય છે, બીજાની મદદ કરતા હોય. મારા પરિવારે પણ મને આ બીમારીના કારણે દુર કરી દીધી, કેમ કે પરિવારના બીજા સભ્યો માટે જોખમી ન બને. પરંતુ આ ખરાબ સમયમાં મને સલમાન ખાને સહારો આપ્યો અને હું હાલ જીવંત છું.

પરંતુ આ સમયમાં હવે મારા માટે કામ શોધવું મહત્વનું છે. આજે કામ માટે હું મારા સમયમાં કામ કરતા લોકોનો સંપર્ક કરી રહી છું. પરંતુ હજુ કોઈ કામ મને મળ્યું નથી. પરંતુ હજુ એવું લાગી રહ્યું છે કે, કામને લઈને પણ મારી મદદ માત્ર સલમાન ખાન જ કરી શકશે. સલમાન ખાન મારા માટે આજે ભગવાન સમાન છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment