મિત્રો દરેક લોકો એવો બિઝનેસ કરવા માંગે છે, જેમાંથી તેને એવી સારી કમાણી થઈ શકે. આથી જ લોકો વારંવાર નવા નવા બિઝનેસ વિશે વિચારતા રહે છે. પરંતુ ઘણી વખત ખોટા બિઝનેસમાં રોકાણ કરવાથી નફો થવાની જગ્યાએ નુકશાન પણ થાય છે. તો આજે અમે તમને ખેતીને લગતા એક એવા બિઝનેસ વિશે વાત કરશું, જેમાં રોકાણ કરવાથી તમને બમણી કમાણી થશે અને નુકશાન પણ નહિ થાય.
જો તમે પણ ખેતીનો શોખ રાખો છો તો તમે દર મહીને લાખોની કમાણી કરી શકો છો. આજે અમે તમને કેસરની ખેતી વિશે જણાવશું, જેનાથી તમે દર મહીને 3 લાખ રૂપિયાથી લઈને 6 લાખ અને તેનાથી પણ વધુ કમાણી કરી શકો છો. આ ખેતીમાં કમાણી તમારા બિઝનેસની માંગ પણ રહેલ છે.
કેસરની માંગ એટલી વધુ હોય છે કે, લોકો તેને લાલ સોનાના નામે પણ ઓળખે છે. આજે અમે તમને કેસરની ખેતી કરવા વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. જેના દ્વારા તમે કેસરની ખેતી કરીને સારી એવી કમાણી કરી શકો. આ ખેતી દ્વારા ખેડૂતો લાખોની કમાણી સરળતાથી કરી શકે છે.
ભારતમાં આ સમયે કેસરની કિંમત 2,50,000 થી 3,00,000 પ્રતિ કિલો સુધીની થઈ ગઈ છે. આ સિવાય તેના માટે 10 વોલ્વ બીજનો ઉપયોગ કરવામાં આવે છે. જેની કિંમત 550 રૂપિયા આસપાસ છે.
ક્યાં પ્રકારના જળવાયું જોઈએ : કેસરની ખેતી સમુદ્ર તળિયેથી 1500 થી 2500 મીટરની ઉંચાઈ પર કરી શકાય છે. આ ખેતી માટે બરાબર તડકાની પણ જરૂર પડે છે. શિયાળામાં અને ચોમાસામાં તેની ખેતી નથી કરી શકાતી. ગરમ વાળી જગ્યાએ કેસરની ખેતી કરવી બેસ્ટ છે.
ક્યાં પ્રકારની જમીનમાં ઉત્પાદન કરવું ? : કેસરના ઉત્પાદન માટે તમારે ધ્યાન રાખવું પડે છે કે, તમે જે ખેતરમાં કેસરની ખેતી કરો છો તેની માટી રેતાળ, ચીકણી, બલુઈ, અથવા દોમટ માટી હોવી જોઈએ, પરંતુ કેસરની ખેતી અન્ય જમીનમાં પણ સરળતાથી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, પાણી ભરાવાને કારણે કેસરના corms ખરાબ થઈ જાય છે અને પેદાશ ખરાબ થઈ જાય છે. આથી એવી જમીન પસંદ કરવી જ્યાં પાણી ભરાતું ન હોય.
આ પ્રકારે તૈયારી કરો : કેસરના બીજ વાવતા પહેલા ખેતરની સારી રીતે ખોદણી કરવી જોઈએ. આ સિવાય માટીને થોડી દાણાદાર બનાવીને છેલ્લી ખોદણી પહેલા 20 ટન ગોબરનું ખાતર અને સાથે જ 90 કિલોગ્રામ નાઈટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને પોટાસ પ્રતિ હેક્ટરના હિસાબે ખેતરમાં નાખવામાં આવે છે. તેનાથી તમારી જમીન ઉર્વરક રહેશે અને કેસરનું ઉત્પાદન પણ સારું થશે.
યોગ્ય સમયે બીજ વાવો : કોઈ પણ બીજને રોપવા માટેનો એક નિશ્ચિત સમય હોય છે અને યોગ્ય સમયે બીજ ન વાવવાથી આપણને સારું ઉત્પાદન નથી મળતું. આથી બીજને હંમેશા તેના નિશ્ચિત સમયે જ વાવવું જોઈએ. કેસરની ખેતી કરવાનો યોગ્ય સમય ઊંચા પહાડી ક્ષેત્રોમાં જુલાઈથી ઓગસ્ટનો છે. પરંતુ જુલાઈના મધ્ય ભાગને શ્રેષ્ટ સમય માનવામાં આવે છે. જયારે મેદાન ક્ષેત્રમાં ફેબ્રુઆરીથી માર્ચનો સમય યોગ્ય માનવામાં આવે છે.
આમ તમે કેસરની ખેતી તેના યોગ્ય સમય પર કરીને તેનું સારું ઉત્પાદન મેળવી શકો છો. પણ કેસરની ખેતી કરતા તેની ખાસ કાળજી લેવી પડે છે. ઋતુથી લઈને તેના બીજ, તેની વાવણી, ખોદણી, તેમન યોગ્ય સમયે તેની સિંચાઈ વગેરેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કે એક વખત કેસરનું ઉત્પાદન શરુ થઈ ગયું પછી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તેમજ તેમાં નફો પણ તમને સારો મળે છે. આથી જો તમારી પાસે જમીન છે તો તમે આ બિઝનેસ જરૂર શરુ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી