આ ફોર્મ ભરીને તમે પણ તમારા બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ આપી શકો છો…. જાણો તે ફોર્મની તારીખ.

આ ફોર્મ ભરીને તમે પણ તમારા બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ આપી શકો છો…. જાણો તે ફોર્મની તારીખ….

મિત્રો દરેક માતાપિતાનું સપનું એવું હોય છે કે તે તેના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવે અને સારી સ્કુલમાં એડમીશન મળે. તો શું તમારે પણ તમારા બાળકોને મોટી પ્રાઈવેટ શાળાઓમાં વિનામૂલ્યે ભણાવવા છે તો આજનો આ લેખ ખાસ વાંચો.

મિત્રો આપણી સરકારે છેલ્લા ઘણા વર્ષોથી RTE (Right to Education) એકટ બહાર પાડેલો છે. જેમાં RTE એક્ટ 2009 અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 % જગ્યા અનામત રાખવાનું નક્કી કરાયેલું છે. એટલે કે કોઈ શાળામાં પહેલા ધોરણમાં 100 જગ્યા છે તો તેમાં 25 વિદ્યાર્થીઓ RTE એક્ટ હેઠળ મફત શિક્ષણ મેળવશે.

તેના માટે દર વર્ષે RTE માં વિદ્યાર્થીઓની અરજી અને ફોર્મ ભરવાનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. એ નક્કી કરેલા સમય ગાળામાં ભરેલા ફોર્મના આધારે બાળકની પસંદગી કરવામાં આવે છે. ત્યાર બાદ પસંદગી પામેલા બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 સુધીનું મફત પ્રાથમિક શિક્ષણ મળે  છે. કોઈ પણ શાળાની મોટી ફી હોય તો પણ તે સ્કુલમાં RTE એક્ટ હેઠળ મફત શિક્ષણ મેળવી શકે છે.

તો RTE ના વર્ષ 2019 માટેના ફોર્મ ભરવાની તારીખ બહાર પડી ગઈ છે. એ મુજબ જે બાળકોને 1 જુન 2019 સુધીમાં પાંચ વર્ષ પુરા થયેલા હોય તે બાળકો આ યોજના મુજબ પ્રવેશ મેળવી શકે છે. વર્ષ 2019 માટે 5 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થઇ જશે અને 15 એપ્રિલ સુધી આ ફોર્મ ભરી શકાશે. બાળકની ઓનલાઈન અરજી આ સમય મર્યાદામાં કરવી ખુબ જ જરૂરી છે.

હવે ઘણા વાલીઓને પ્રશ્ન હોય છે કે આ ફોર્મ કંઈ રીતે ભરવું તો આ ફોર્મ ભરવા માટે તમારે https://rtegujarat.org  વેબસાઈટ પર જઈને Right to Education: 2019-20 પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં બાળકની અને માતાપિતાની જરૂરી માહિતી ભરવાની રહેશે. તમે સાઈબર કાફેમાં જઈને પણ આ ફોર્મ ભરી શકો છો.

ત્યાર બાદ ઓનલાઈન ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજી પૂરવા સાથે તે બંને તમારા નજીકના સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે. અરજી ફોર્મની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો તારીખ 5-4-2019 થી 16-4-2019 સુધીમાં સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે. તો જ તમારી અરજી માન્ય ગણાશે. તમે https://rtegujarat.org  પરથી રીસીવિંગ સેન્ટર ( Receiving center ) પર જઈને વર્ષ અને તમારો જીલ્લો સિલેક્ટ કરીને નજીકના સ્વીકાર કેન્દ્ર વિશેની માહિતી જાણી શકો છો. સ્વીકાર કેન્દ્ર તાલુકા કચેરીમાં પણ હોય છે અને જીલ્લા મથકોમાં પણ આવેલી હોય છે.

આ ફોર્મ માટે જરૂરી દસ્તાવેજોમાં બાળકનો જન્મનો દાખલો, આધાર કાર્ડ, બાળકના પાસપોર્ટ સાઈઝના ફોટા, માતા પિતાનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ, પિતાનો આવકનો દાખલો, પિતાનો જાતિનો દાખલો, લાઈટબીલ અથવા વેરાબિલ અથવા ભાડા કરારનો દાખલો, રેશન કાર્ડ અને બેન્કની પાસ બુક વગેરે પુરાવાઓ આપવાના રહેશે.

મિત્રો અહીં આવકના દાખલામાં ખાસ ધ્યાન રાખવું. જો શહેરી વિસ્તારમાં રહેતા હોવ તો અવાકની મર્યાદા વાર્ષિક 1,50,000 ની અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 ની આવક મર્યાદા રહેશે.

સામાન્ય રીતે આ ફોર્મ કોઈ પણ બાળક માટે ભરવામાં આવે છે. પરંતુ અગ્રતા ક્રમ આ મુજબ છે સૌથી પહેલા અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાત, બાલગૃહના બાળકો, બાળ મજુર અથવા સ્થળાંતરીત મજુરના બાળકો, મંદબુદ્ધિ બાળકો તેમજ વિકલાંગ બાળકો, એચ.આઈ.વી. ગ્રસ્ત બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી / અર્ધસરકારી / પોલીસ દળના જવાનોના બાળકો, બીપીએલ કુટુંબના બાળકો, અનુસુચિત જાતી જનજાતિ, ત્યાર બાદ આર્થિક અને સામાજિક રીતે પછાત અને ત્યાર બાદ જનરલ કેટેગરીના બાળકોને આ રીતે આ ક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

મિત્રો સરકાર દ્વારા બનાવવમાં આવેલા આ નિયમ દ્વારા કોઈ પણ ગરીબ બાળકોને આ શિક્ષણનો લાભ મળી શકે છે. માટે તમારી આસપાસ કોઈ એવા બાળકો તેમને આ જાણકારી આપીને મદદ કરો તેવી વિનંતી. કેમ કે ઘણી વાર ગરીબ લોકોના બાળકો હોંશિયાર તો હોય છે પરંતુ તેમને યોગ્ય શિક્ષણ ન મળવાના કારણે જે પોતાનું ભવિષ્ય બનાવી નથી શકતા. માટે આ જાણકારીને ખુબ જ ફેલાવો.

તો મિત્રો આ લેખને વધુમાં વધુ શેયર કરજો. જેથી દરેક માતાપિતા સુધી પહોંચે અને કોઈ જરૂરીયાત મંદ બાળકને પ્રાઈવેટ શાળામાં મફત શિક્ષણ મળે.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “આ ફોર્મ ભરીને તમે પણ તમારા બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ આપી શકો છો…. જાણો તે ફોર્મની તારીખ.”

  1. (૧)
    શું rte ફોર્મ સબમિટમાં જે બાળક છે તેજ બાળકનું જાતિ પ્રમાણપત્ર ચાલશે પિતાનું ન હોય તો ચાલશે

    Reply

Leave a Comment