મિત્રો, તમે જાણો છો કે, હાલમાં આ અઠવાડિયે જ ચીની સેનાએ આપણા સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલાને સામાન્ય ન કહી શકાય. ભારતની સરહદ પર આવેલી ગલવાન ઘાટી પર આપણા ભારતીય સૈનિકો પર પથ્થરો દ્વારા ચીની સૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સેનાના કુલ 20 જવાનો શહીદ થયા હતા.
જ્યારે એક તરફ ભારત પર ચીની સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષના નેતાઓ પીએમ મોદી પર આરોપો લગાવી રહ્યા છે. 20 જુનના એક ભાષણમાં કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે, પીએમ મોદીએ ચીની સેનાને ભારતીય ક્ષેત્રો આત્મસમર્પિત કરી દીધા છે. તો આજે આ અંગે આ લેખમાં વિશેષ જાણકારી જાણીએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પોતાનું નિશાન સાધતા એવું જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી એ ચીની આક્રમણ પછી ભારતીય ક્ષેત્રને આત્મસમર્પિત કરી દીધું છે. આમ આ રીતે પ્રધાનમંત્રી પર આક્ષેપ લગાવી રાહુલ ગાંધીએ ફરી પોતાની મૂર્ખતા સાબિત કરી છે.
જ્યારે આ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે, રાહુલ ગાંધીના આમ કહેવાના એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, ચીની સૈનિકો દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘુષણખોરી કરી ન હતી.
જ્યારે ચીન દ્વારા કરવામાં આવેલા હુમલાની વાત કરીએ તો 15-16 જુનની રાત્રે પૂર્વી લદ્દાખમાં આવેલ ગલવાન ઘાટી સીમા પર સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે ખુબ જ હિંસક લડાઈ શરૂ થઈ હતી. જેમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે આ ખબરને લઈને આખા ભારત દેશમાં ખુબ જ આક્રોશ જોવા મળ્યો હતો.
આમ આ ઘટના બન્યા બાદ હવે ઘણા પ્રકારના રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. આથી જ રાહુલ ગાંધીએ હાલની સરકારને સવાલ પૂછતાં પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે, ‘પ્રધાનમંત્રીએ ચીની આક્રમણ પછી ભારતીય ક્ષેત્રોને આત્મસમર્પિત કરી દીધા છે. જો ભૂમિ ચીનની હતી તો આપણા દેશના સૈનિક કેમ માર્યા ગયા ? તેને ક્યાં મારવામાં આવ્યા હતા ?’
જ્યારે આપણે પ્રધાનમંત્રીની વાત કરીએ તો, પ્રધાનમંત્રીએ પહેલેથી જ એ વાત પર જોર મુક્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને આવશ્યક મજબુત સુરક્ષાના નિર્માણ માટે દરેક પ્રકારના આવશ્યક કદમ ખુબ જ તેજ ગતિ સાથે ઉઠાવવામાં આવશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આપણા દેશની સીમાઓની રક્ષા માટે જેટલા પણ આવશ્યક કદમની જરૂર છે તે દરેક પ્રકારના કદમ ઉઠાવવા માટે સુરક્ષાબળને દરેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. જે એ વાત સ્પષ્ટ કરે છે કે, ભારતીય સૈનિકોને દેશ દ્વારા અને સરકાર દ્વારા પુરતો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
જ્યારથી એ વાત સામે આવી છે કે ચીની સૈનિકો દ્રારા ભારતીય જવાનો પર હુમલો કરવામાં આવ્યો ત્યારથી જ આ ઘટના રાજકીય સ્વરૂપ આપવા માટે રાહુલ ગાંધી દ્વારા અનેક પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર પર અનેક સવાલો દ્વારા આક્રમણ કર્યું છે. આમ અવારનવાર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં અનેક વિરોધી પાર્ટીઓએ સવાલો ઉઠાવીને પોતાની વૃતિ બતાવી છે.