ભગવાનના દર્શન કરો એ સમયે મંદિરમાં ન કરો આ ભૂલો….. આવશે આવું પરિણામ… જાણો આ વિશે..

ભગવાનના દર્શન કરો એ સમયે મંદિરમાં ન કરો આ ભૂલો….. આવશે આવું પરિણામ… જાણો આ વિશે..

લોકો મનની શાંતિ માટે અને ભગવાનના દર્શન કરવા માટે અવાર-નવાર મંદિરમાં જતા હોય છે. દરેક લોકો મંદિરમાં એ માટે જતા હોય છે કે તેમને કંઈક  શુભ ફળ પ્રાપ્ત થાય અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. પરંતુ લોકો જાણતા કે અજાણતા મંદિરમાં દર્શન કરતા સમયે અમુક ભૂલો કરતા હોય છે. આ ભૂલના કારણે તમે જે પૂજા કે આરતી કરેલી હોય તેનું ફળ પ્રાપ્ત થતું નથી તે નિષ્ફળ જાય છે. તો જાણો એ બાબતોને ખાસ આ લેખમાં.

તો મિત્રો આજે અમે તમને આ બાબત વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે મંદિરમાં દર્શન કરતા સમયે ન કરવી જોઈએ આ ત્રણ ભૂલો. તો ચાલો જાણીએ કંઈ છે એ ત્રણ ભૂલો.

મિત્રો આપણે કરેલી પૂજા કે આરતી એ ભગવાનનો આહાર માનવામાં આવે છે. પરંતુ આહાર જો અપૂરતો અથવા ન મળે તો, ભગવાન આપણને આશીર્વાદ આપતા નથી અને  આપણા કરેલા કાર્યો નિષ્ફળ જાય છે. તે માટે આપણે મંદિરમાં દર્શન કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

મિત્રો સૌથી પહેલી બાબત જે ધ્યાનમાં રાખવી જોઈએ તે એ કે  મંદિરમાં જતી વખતે આપણે હંમેશા શાંતિ જાળવવી જોઈએ. મંદિરમાં જોર-જોરથી બોલવું અને જોર જોરથી હસવું ન જોઈએ. મંદિરમાં  કોઈપણ પ્રકારના મનોરંજક કાર્ય કરવા જોઈએ નહીં. કારણ કે  ભગવાન પાસેથી આપણે કંઈક મેળવવા ગયા હોઈએ તેથી ત્યાં વિનમ્ર અને શાંત બની રહેવું જોઈએ. તેથી જ તમે જોયું હશે કે મંદિરમાં હંમેશા શાંતિનું વાતાવરણ બનેલું હોય છે.ત્યાર બાદ બીજી ભૂલ એ છે કે આપણે ભગવાનના દર્શન કર્યા બાદ મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ. પરંતુ અમુક લોકો અજાણતા ઉંધી પ્રદક્ષિણા કરતા હોય છે. મંદિરની પ્રદક્ષિણા હંમેશા ડાબેથી જમણે કરવી જોઈએ. અને ભગવાન શિવના મંદિરની અડધી પરિક્રમા કરવી જોઈએ. તો મિત્રો આ રીતે મદિરમાં ભગવાનની પ્રદક્ષિણા યોગ્ય રીતે વ્યવસ્થિત કરે છે.

 ત્રીજી બાબત જે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ તે છે કે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે કદી પણ એવી વસ્તુઓ ન લઇ જવી કે જે શાસ્ત્રોમાં વર્જિત હોય. જેમ કે ચામડાનો પટ્ટો, ચામડાનું પાકીટ જેવી વસ્તુઓ લઈ જવી નહીં. કારણ કે આ દરેક વસ્તુઓ પશુ-પક્ષીના ચામડાની બનેલી હોય છે અને તેની હત્યા કરીને તેની ચામડીમાંથી બનાવેલો હોય છે તેથી તે મંદિરમાં લઈ જવું વર્જિત માનવામાં આવે છે.

એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે જ્યારે આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ત્યારે  ભગવાનના દર્શન કરી લીધા પછી મૂર્તિની એકદમ સામે ઊભું રહેવું જોઈએ નહીં. ત્યાં માત્ર આડું અથવા તો ત્રાસુ ઉભુ રહેવું જોઈએ.

મિત્રો તમે પણ હવેથી મંદિરમાં આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. મંદિરમાં ભગવાનની પૂજા કે દર્શન કરતા સમયે આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. નહિ તો તમારી પૂજા નિષ્ફળ જશે તેનું કોઈ જ ફળ પ્રાપ્ત નહિ થાય. આમ કરવાથી તમને તમારી પૂજા-અર્ચના સફળ થશે. તમારા કાર્યોમાં સફળતા મળશે અને ભગવાનના આશીર્વાદ મળે છે.

તો મિત્રો તમને અમારી માહિતી વિશે કંઈ પણ જણાવવું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અમે તમારી કોમેન્ટનો સંપૂર્ણ નિવારણ આપવાનો પ્રયત્ન કરીશું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

4 thoughts on “ભગવાનના દર્શન કરો એ સમયે મંદિરમાં ન કરો આ ભૂલો….. આવશે આવું પરિણામ… જાણો આ વિશે..”

  1. The info is good. but but there is a trend that leather is part of their richness and fashion. Also, notice that the sweets ie toffee chocolate types are mixed with many new chemicals including the eggs/geletine etc. People should be mor respectful and aware with decepline. My thoughts. !!

    Reply

Leave a Comment