જોતજોતામાં કરોડપતિ બનવું હોય તો જાણી લ્યો આ 416 રૂપિયા વાળો ફોર્મ્યુલા, પૈસાના થઇ જશે ઢગલે ઢગલાં….જાણો કેવી રીતે…

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. આ માટે તે પોતાની કમાણી માંથી થોડી ઘણી તો બચત કરે જ છે. અને  બચત તે કોઈ સરકારી યોજના અથવા તો વીમા રૂપે સેવ કરે છે. પણ જો તમે એમ મૂંઝાતા હો કે તમારે ક્યાં બચત કરવાથી વધુ નફો મળી શકે તો અમે તમારા માટે એક એવી જ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ જેમાં તમે PPF રૂપે પૈસાનું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો. ચાલો તો આપણે જાણી લઈએ 416 રૂપિયા વાળી આ યોજના વિશે. 

જો તમે રોકાણ માટે કોઈ એવી સ્કીમની શોધમાં હોય, જ્યાં તમારા પૈસા બિલ્કુલ સુરક્ષિત રહેવાની સાથે તમને તેના પર વ્યાજ પણ સારું એવું મળે. તો પબ્લિક પ્રોવિડંડ ફંડને પસંદ કરી શકાય છે. સામાન્ય રીતે લોકો તેને PPF પણ કહેતા હોય છે. તે દેશની સૌથી પોપ્યુલર સ્મોલ સેવિંગ સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણ કરનારાઓના પૈસા ડૂબતાં નથી. કારણ કે, તેની ગેરેન્ટી કેન્દ્ર સરકાર લે છે.500 રૂપિયાથી કરી શકાય છે રોકાણની શરૂઆત:- આ સ્કીમમાં તમે 500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. વર્ષનું વધુમાં વધુ રોકાણની લિમિટ 1.5 લાખ રૂપિયા છે. રોકાણની રકમ તમે હપ્તામાં કે એકસાથે પણ જમા કરી શકો છો. એક વીતેલ વર્ષમાં 1.5 લાખથી વધારે જમા કરેલ રકમ પર કોઈ વ્યાજ મળતું નથી. ટેક્સ છૂટ માટે જોઈએ તો આ એક સારી એવી સ્કીમ છે. માટે જ તે સરકારી નોકરી વાળા લોકોમાં ખૂબ જ લોકપ્રિય સ્કીમ છે. PPF માં પૈસા જમા કરીને સારા રિટર્નની સાથે સાથે ટેક્સ છૂટનો પણ ફાયદો મળે છે. તમે ઇન્કમ ટેક્સની ધારા 80સી મુજબ, ટેક્સમાં છૂટનો ફાયદો ઉઠાવી શકો છો, જેની વધુમાં વધુ સીમાં 1.5 લાખ રૂપિયા સુધી છે. 

15 વર્ષની મેચ્યોરિટી:- પીપીએફમાં રોકાણ પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી પૂરી થતાં માલતિ રકમ ત્રણેય સાવ ટેક્સ ફ્રી હોય છે. પીપીએફમાં 15 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. જો તમે મેચ્યોરિટી પછી પણ શરૂ રાખવા માંગતા હોય તો, એવી સ્થિતિમાં પીપીએફ અકાઉન્ટ ને 5-5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકાય છે. પીપીએફ એક્સટેન્શન માટે મેચ્યોરિટીને એક વર્ષ પહેલા જ આવેદન કરવું પડે છે. 15 વર્ષની મેચ્યોરિટી વાળી આ સ્કીમમાં તમે ઈમરજન્સી દરમિયાન 50 ટકા રકમ ઉપાડી શકો છો. પરંતુ એ માટે જરૂરી છે કે રોકાણની અવધિ 6 વર્ષ પૂરી હોવી જોઈએ. સુરક્ષિત રોકાણ:- પીપીએફ અકાઉન્ટમાં રોકાણ કરવું ખૂબ જ સુરક્ષિત છે. પીપીએફ ખાતું તમે પોસ્ટઓફિસ સહિત દેશના લગભગ બધા જ સરકારી અને પ્રાઈવેટ બેન્કમાં ખોલાવી શકો છો. તમે નાબાલિક બાળકોના નામે ખાતું ખોલાવી શકો છો. પરંતુ તે માટે એક અભિભાવક હોવો જરૂરી છે. બાળકના ખાતા માંથી થતી કમાણી અભિભાવકની ઉંમરમાં જોડવામાં આવે છે. પીપીએફનું હાલનુ વ્યાજનું દર 7.1 ટકા છે. 

આ રીતે ભેગા થઈ શકે છે 1 કરોડ:- ત્રણ વર્ષ સુધી પીપીએફ ખાતાને ચલાવ્યા બાદ, તમે તેના પર લોન લઈ શકો છો. લોનની સુવિધા અકાઉન્ટ ખોલ્યાના ત્રણ વર્ષથી લઈને છટ્ઠા વર્ષ સુધી ઉપલબ્ધ હોય છે. તમે આ સરકારી સુરક્ષિત સ્કીમમાં થોડા થોડા પૈસા જમા કરીને કરોડપતિ બની શકો છો. ફોર્મ્યુલા સરળ છે.

માત્ર 416 રૂપિયા દરરોજના એટલે કે, 1.5 લાખ રૂપિયા વાર્ષિક જમા કરીને 25 વર્ષ સુધીમાં હાલના વ્યાજદર 7.1%ના આધારે એક કરોડ રૂપિયા ભેગા કરી શકાય છે. તમે જાતે જ પીપીએફ કેલ્ક્યુલેટરની મદદથી આંકડા વેરિફાઇ કરી શકો છો. આમ યોજનામાં રોકાણ તમને ભવિષ્યમાં ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment