મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કર્જ એ એક ભયાનક દંડ છે. કેમ કે આજે આપણેજોઈએ છીએ કે દેશમાં ઘણા મોટા મોટા ધનિકો છે જેમના પર ખુબ જ કર્જ હોય છે. તો કર્જ એક એવી વસ્તુ છે કે જે માણસને ખુબ જ તણાવમમા મૂકી દે છે. તો આજે અમે તમને એક ઉપાય જણાવશું. જેના દ્વારા તમે કર્જમાંથી મુક્તિ મેળવી શકો. આ ઉપાય એક ધાર્મિક ઉપાય છે. જેને કરવાથી આપનામાં શ્રદ્ધા પણ વધે છે અને આપણું કર્જ પણ ધીમે ધીમે દુર થાય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે કર્જ હોય તો ક્યાં દેવતાની આરાધન કરવી જોઈએ. જેનાથી આપણને કર્જમાંથી રાહત મળે.
કર્જ માંથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલો ઉપાય છે કે નિયમિત ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. તેનાથી આપણા પર ગમે તેટલું કર્જ હોય તેમાં રાહત મળે છે અને ધીમે ધીમે તેની ચુકવણી થઇ જાય છે. કર્જમાં ડૂબેલા વ્યક્તિ માટે સૌથી પહેલું મહત્વનું તો એ માનવામાં આવે છે કે, હિંદુએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેના કુળદેવતા નારાજ તો નથી ! દરેક હિંદુ કુળમાં એક કુળદેવતા અવશ્ય હોય છે. પોતાના કુળદેવતાની જો કોઈ કારણથી બંધ થઇ ગઈ હોય તો, તેની પૂજા અને આરાધના અવશ્ય કરવી જોઈએ. તેનાથી આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને આપણા પરનું કર્જની ચુકવણી પણ થવા લાગે છે.
કુળદેવતા નારાજ થાય તો આપણું ભાગ્ય આપણો સાથ છોડી દે છે અને નાની નાની વિપત્તિઓ આવ્યા કરે છે. જેમાં કર્જ, કેસ, રોગો, મારપીટ, ઘરકંકાસ, ઝગડાઓ અને અન્ય સમસ્યાઓ આપણા બાહ્ય અને આંતરિક જીવનમાં આવે છે. ઘણી વાર નિર્ણય ખોટા લેવાય જાય, મતિભ્રમ થાય, ટૂંકમાં બધી જ બાજુથી નિરાશા અને નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. પરંતુ કુળદેવતાને તરત જ પ્રસન્ન કરવા માટે મહત્વના નિર્ણય લેવા જોઈએ. તેમાં વિલંબ ન કરવો જોઈએ. જો કુળદેવતાને પ્રસન્ન કરવા માટે વિધિવત હવન અને તેનું પૂજન કરવામાં આવે તો કુળદેવતા આપણા પર પ્રસન્ન થાય છે.
બીજી એ પણ વાત છે જે ધ્યાન દેવા યોગ્ય છે. જો પરિવારમાં પિતૃદોષ હોય તો પણ કર્જની સમસ્યા રહેતી હોય છે. જો કોઈ વિદ્વાનને તમારી કુંડળી બતાવવામાં આવે તો તે જણાવી શકે છે કે તમારા પર પિતૃદોષ છે કે નહિ. પરંતુ જો પિતૃદોષ હોય તો તેનું નિવારણ પણ અવશ્ય કરવું જોઈએ. ઘણી વાર પિતૃનો અંશ ન મળવાના કારણે પણ સમસ્યા ઉભી થતી હોય છે. એટલા માટે પિતૃદોષનું નિવારણ તુરંત કરવું જોઈએ તેનાથી પણ તમારું કર્જનું નિવારણ આવી જશે. ઉપર જણાવવામાં આવેલી કમીને જો દુર કરવામાં આવે તો પિતૃ અને કુળદેવતા એટલા શક્તિશાળીછે કે જીવનભર અને પેઢી દર પેઢી કોઈ પણ વસ્તુનો અભાવ નહિ રહે. તેનાથી કર્જ પણ ઉતરશે અને જીવનમાં પછી ક્યારેય પણ કર્જ લેવું પડે.
કર્જથી મુક્તિ મેળવવા માટે કુળદેવતાની આરાધના કરવી જોઈએ. કોઈ પણ દેવતા, તમારા પિતૃના માધ્યમથી જ તમને કંઈક આપી શકે. એટલા માટે પિતૃના માધ્યમથી આપણે કુળદેવતાને પ્રસન્ન કરી શકીએ. તેનાથી આપણે કર્જમાંથી આપણને મુક્તિ મળી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google