પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં દેશના લાખો નાગરિકો પોતાના સપના પુરા કરવા માટે કમાણીમાંથી રોકાણ કરે છે. પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકો માટે અનેક પ્રકારની સ્કીમ ચલાવે છે. લોકો પોસ્ટ ઓફિસમાં એટલા માટે રોકાણ કરવાનું પસંદ કરે છે કારણ કે તેની સ્કીમમાં ખૂબ જ સારુ વળતર અને રોકાણની રકમ પણ સુરક્ષિત રહે છે. પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે જેમાં રોકાણ પર તગડું વળતર મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ છે કિસાન વિકાસ પત્ર. લોકો તેમના પૈસા ડબલ કરવા માટે પણ આમાં રોકાણ કરે છે તેના કારણે આ સ્કીમ ઘણી પ્રચલિત છે.
1) કેટલા વર્ષમાં ડબલ થાય છે પૈસા?:- પોસ્ટ ઓફિસ તરફથી કિસાન વિકાસ પત્રમાં રોકાણ પર 6.9% વ્યાજ દર મળે છે. 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો કોઈપણ નાગરિક આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. કિસાન વિકાસ પત્રમાં ઓછામાં ઓછી રોકાણની રકમ 1000 રૂપિયા છે. વધુમાં વધુ રોકાણની કોઈ જ લિમિટ નિશ્ચિત કરવામાં આવી નથી. પોસ્ટ ઓફિસ પ્રમાણે કિસાન વિકાસ પત્રમાં તમારી રોકાણ રકમ 124 મહિના એટલે કે દસ વર્ષ ચાર મહિનામાં ડબલ થઈ જાય છે.2) રોકાણ કરવા માટે ખાતું ક્યાં ખુલી શકે?:- કિસાન વિકાસ પત્રમાં 10 વર્ષથી ઓછી ઉંમરના નાબાલીક તરફથી કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. જેવી નાબાલીક ની ઉંમર 10 વર્ષ થશે, એટલે ખાતું તેના નામ પર કરી દેવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં એક સાથે 18 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના ત્રણ લોકો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આખા દેશમાં કોઈપણ પોસ્ટ ઓફિસમાં આ સ્કીમમાં રોકાણ કરવાથી લાભ લઇ શકાય છે.
3) વળતર પર આપવો પડે છે ટેક્સ:- કિસાન વિકાસ પત્ર સ્કીમ ની પાકતી મુદત 124 મહિના છે. જો કોઈ વ્યક્તિ ખરીદીના એક વર્ષની અંદર આ સ્કીમ પરત કરે છે, તો તેને કોઈપણ પ્રકારના વ્યાજનો લાભ મળતો નથી. પોસ્ટ ઓફિસની આ સ્કીમ ઇન્કમટેક્સ અધિનિયમ એક્ટ 80c હેઠળ આવતી નથી. આ કારણે રોકાણ કરેલી રકમ પર જે પણ વળતર તમને મળશે તેના પર તમારે ટેક્સ ભરવો પડશે. જોકે આ સ્કીમમાં ટીડીએસ ને કાપવામાં આવતો નથી.કિસાન વિકાસ પત્રમાં જો તમે 50,000 થી વધારેની રકમ રોકાણ કરો છો તો તમારે પાનકાર્ડની વિગત આપવી પડશે. આ સ્કીમ દ્વારા તમે લોન પણ લઈ શકો છો. કિસાન વિકાસ પત્રને તમે ગેરંટી રૂપે પણ ઉપયોગ કરી શકો છો.
4) જો તમે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો તમારે તેના માટે તમારા નજીકના પોસ્ટ ઓફિસ પર જવું પડશે. ત્યાં, ડિપોઝિટ રસીદ સાથે અરજી ભરો. ત્યાર બાદ રોકાણની રકમ રોકડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર દ્વારા જમા કરો. અરજી સાથે ઓળખ પત્રની ફોટોકોપી જરૂરથી લગાવો. અરજી અને પૈસા જમા કર્યા પછી, તમને કિસાન વિકાસ પત્રમાં રોકાણનું પ્રમાણપત્ર મળશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી