મિત્રો તમે કદાચ પોતાના ભવિષ્ય માટે કોઈને કોઈ પ્રકારની બચત કરતા હશો. જેમાં પોસ્ટ ઓફિસમાં પોતાની બચતનું રોકાણ કરવાથી પણ તમને ઘણો નફો મળે છે. આથી તમે જયારે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ ત્યારે આ બાબત વિશે જાણી લેવું જરૂરી છે. આજે અમે તમને આ લેખમાં પોસ્ટ ઓફિસની વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વિશે જણાવીશું, જેમાં તમે જે પણ રોકાણ કરો છો તેના ડબલ પૈસા તમને મળે છે. ચાલો તો આ સ્કીમ વિશે વિસ્તારથી જાણી લઈએ.
સરકારી સ્કીમમાં પૈસા લગાડવા સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ ગણવામાં આવે છે. અને જો રોકાણ પોસ્ટ ઓફિસની સ્કીમમાં કરવાનું હોય તો શું જ કહેવું. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિષે જણાવીશું જ્યાં તમારે માત્ર એક વખત રોકાણ કરવાનું છે અને મેચ્યોરિટી પર તમને ડબલ પૈસા મળશે.
અમે વાત કરી રહ્યા છીએ કિસાન વિકાસ પત્ર (કેવીપી)ની. આ સ્કીમમાં તમે 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો પરંતુ રોકાણની અહીં કોઈ સીમા મર્યાદા નથી. તેનો મેચ્યોરિટી પિરિયડ 124 મહિના (10 વર્ષ 4 મહિના) છે. આ સ્કીમ ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે જેથી તેઓ લાંબા સમય સુધી રોકાણ કરી શકે. પરંતુ તેમાં કોઈ પણ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં 2.5 વર્ષનો લોક-ઇન પિરિયડ પણ હોય છે.
લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે જબરદસ્ત વિકલ્પ:- અહીં તમને તમારું રોકાણ 124 મહિના સુધી જાળવી રાખવાનું હોય છે માટે જો તમે લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે વિચારી રહ્યા હોય તો આ એક જબરદસ્ત વિકલ્પ છે. અહીં દરેક ત્રીમાસિક વ્યાજ દર નક્કી હોય છે. હાલમાં, સરકાર આ સ્કીમ પર 6.9 ટકાના દરે વ્યાજ આપી રહી છે. જૂનમાં તેના વ્યાજ દરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો. જોકે, રેપો રેટમાં વૃદ્ધિને જોતાં હવે તેના વ્યાજ દરમાં વૃદ્ધિની આશા રાખવામા આવી રહી છે.
ક્યાંથી ખરીદવી આ સ્કીમ:- તમે આ સ્કીમને ડાકઘર સિવાય સાર્વજનિક ક્ષેત્રોની બેન્ક પાસેથી પણ ખરીદી શકો છો. અહીં તમને રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. માટે જ મેચ્યોરિટી પર તમારા પૈસા ડબલ થઈ જાય છે. જો તમે તેમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 124 મહિના પછી આ રકમ ડબલ થઈને 10 લાખ રૂપિયા થઈ જશે.
જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ ઉપલબ્ધ:- કિસાન વિકાસ પત્રને તમે કોઇની સાથે પણ ખોલી શકો છો. સરકાર તેમાં જોઇન્ટ અકાઉન્ટનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવે છે. આમ તો આ અકાઉન્ટને વયસ્કો માટે ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ નાબાલિક (10 વર્ષથી વધુનું બાળક) પણ તેમાં રોકાણ કરી શકે છે પરંતુ અકાઉન્ટની દેખરેખ કોઈ વયસ્કને જ કરવાની રહેશે. તેમાં ટ્રસ્ટ પણ રોકાણ કરી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી