અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનં
ખુદ માતા લક્ષ્મી પણ માને છે આ વસ્તુને શક્તિશાળી….. ઘરમાં તે વસ્તુ રાખવાથી થશે પૈસાનો વરસાદ..
મિત્રો આજે અમે ખુબ જ મહત્વની વસ્તુ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને ઘરમાં રાખવાથી તેમજ તેની પૂજા કરવાથી અનેક સમસ્યાઓ દુર થશે તેમજ ધનમાં વૃદ્ધિ થશે. જો મિત્રો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન હોવ અથવા તો આવી રહી છે આર્થિક સમસ્યાઓ તથા તમારા જીવનમાં અવાર નવાર દુઃખોનો સામનો કરવો પડે છે તો તે દરેક સમસ્યાનો એક માત્ર ઉલ્લેખ લઈને આજે અમે આવ્યા છીએ.
અહીં તમારે તેના નિવારણ માટે ખાસ કંઈ નથી કરવાનું માત્ર તે વસ્તુ ઘરે લાવવાની છે અને તેની પૂજા કરવાની છે. મિત્રો આ વસ્તુનું મહત્વ પૂરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે તેમજ જો તમે તેને સાચા દિલથી ઘરમાં રાખો તો સમસ્યાઓ દુર રહે છે તેમજ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનમાં પણ વૃદ્ધિ થાય છે.
મિત્રો હિંદુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ તુલીસનું ઘણું વિશેષ મહત્વ વર્ણવેલું છે. તમે જોયું હશે કે લગભગ બધાના ઘરે તુલસીનો છોડ તો હોય જ છે અને ઘરની મહિલાઓ રોજ તુલસીને જળ ચડાવી તેની માવજત કરે છે તેમજ સવાર સાંજ ત્યાં એક દીવો પણ પ્રગટાવે છે અને તેની પૂજા કરે છે.
જો તમે પણ તમારા ઘરમાં રોજ આ રીતે તુલસીની પૂજા કરો છો આ લેખ અવશ્ય વાંચો. કંઈક ખાસ જાણકારી આજે અમે આપવા જઇ રહ્યા છીએ.તમે બધાએ લગભગ શાલિગ્રામ ભગવાન વિશે સાંભળ્યું હશે. શાલિગ્રામ એક કાળા રંગનો પથ્થર હોય છે જેને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પુરાણોમાં પણ શાલિગ્રામના મહિમાનું વિશિષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે.
તમે તુલસીની પૂજાની સાથે સાથે શાલિગ્રામના પથ્થરનું પણ પૂજન કરો તો ઘરમાં તેના ઘણા પ્રકારના લાભો જોવા મળશે. જો દૈનિક પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવી, તેને ચંદન લગાવી તુલસીમાં દલ અર્પિત કરી તેનું ચરણા મૃત લેવામાં આવે તો તેનાથી તન, મન અને ધનની દરેક સમસ્યાઓ દુર રહે છે. બધા દોષો દુર થઇ જાય છે. બ્રહ્મવૈવર્ત પૂરાણના પ્રાકૃતિક ખંડ આધ્યાયમાં ઉલ્લેખ કર્યો છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીનો પણ વાસ થાય છે.
પૂરણમાં તો એવું પણ કહેવાયું છે કે જે ઘરમાં શાલિગ્રામ હોય તે ઘરને સમસ્ત તીર્થોથી પણ શ્રેષ્ટ માનવામાં આવે છે. અનેક પૂજન અને દર્શન તેમજ ભોગ જેટલું શુભ ફળ મળે છે. ભગવાન શિવે સ્કંદપુરાણના કાર્તિક મહાત્મ્યની સ્તુતિમાં ભગવાન શાલિગ્રામની સ્તુતિ કરી છે.
મિત્રો તમે જોયું હશે કે અમુક ઘરમાં વાદ વિવાદો અને જગાડોઓ થતા રહેતા હોય છે તેમજ અવાર નવાર સમસ્યાઓ આવતી હોય છે તો તેનું એક કારણ હોય છે આપણા ઘરમાં રહેલ વાસ્તુ દોષ. પરંતુ કહેવાય છે કે જે ઘરમાં રોજે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે તે ઘરના દરેક વાસ્તુદોષ આ પૂજાના કારણે સમાપ્ત થઇ જાય છે.
જે મહિલા એકાદશીનું વ્રત કરે છે તે મહિલાઓ એકાદશીના દિવસે જો શાલિગ્રામની પૂજા કરે તો તેનાથી વ્રતનો વિશેષ લાભ થાય છે. જીવન આત્મમય વ્યતીત થશે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે તેમજ દરેક જગ્યાએ માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે.
આ જ લાભોના કારણે તુલસીની સાથે સાથે શાલિગ્રામ ભગવાનની પણ પૂજા કરવી જેથી અનેક લાભોની પ્રાપ્તિ કરી શકાય.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી