ટ્રાફિક પોલીસે કર્યું બાળકોને શાળાએ અને ઘરે મુકવાનું કામ… શું હતું તેની પાછળનું સાચું કારણ.. જાણીને દંગ રહી જશો.

ટ્રાફિક પોલીસે કર્યું બાળકોને શાળાએ અને ઘરે મુકવાનું કામ… શું હતું તેની પાછળનું સાચું કારણ.. જાણીને દંગ રહી જશો.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે બધા જ લોકોના દિમાગમાં એક વાત બેસી ગઈ છે. આજે કોઈ પણ વ્યક્તિ પોલીસનું નામ એટલે તેના મનમાં કોઈ ક્રાઈમ અથવા કોઈ ગુના સંબંધિત વાત વિશે જ વિચારવા લાગે છે. પરંતુ આજે અમે તમને વડોદરા શહેર પોલીસના એક એવા કામ વિશે જણાવશું. જે કામ તમે ક્યારેય કોઈ પોલીસવાળા વ્યક્તિને કરતા નહિ જોયા હોય. કેમ કે આપણને હંમેશા મગજમાં એક વાત ઘૂમતી હોય છે કે પોલીસ એ ગુનેગારને પકડવાનું કામ કરે છે. પરંતુ અમે જણાવશું તે પોલીસનું કામ તમે જાણશો તો તમને પણ ગર્વ થશે.

મિત્રો આપણે આજે જોઈએ છીએ કે પ્રાઈવેટ સ્કૂલો ખુબ જ વધી રહી છે. તો તેવામાં આજે લોકો પણ સરકારી સ્કૂલોને છોડીને બાળકને હોંશિયાર બનાવવા માટે પ્રાઈવેટ સ્કુલમાં ભણાવે છે. તો પ્રાઇવેટ સ્કુલમાં આજે બાળકોને લઇ જવાની અને મૂકી જવાની સુવિધા આજે લગભગ દરેક સ્કુલ આપે છે પરંતુ વધારાના પૈસા લઈને.પરંતુ મિત્રો વડોદરા શહેરમાં ત્યાંની પોલીસે સ્કુલના વાહનો સામે લાલ આંખ કરી હતી પરંતુ કંઈક અલગ જ રીતે.

સ્કુલના વાહનોમાં આપણે જોઈએ છીએ કે આજે બાળકોને કેટલા ખીચોખીચ ભરી દીધા હોય છે. જેમાં ઘણી વાર બાળકોના જીવન જોખમમાં પણ આવી જતો હોય છે. તો વડોદરા પોલીસ દ્વારા એક નવી ઝુંબેશ ચલાવવામાં આવી. જેમાં બાળકોની સેફ્ટીને લઈને આ ગાંધીગીરી વાળી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્કુલના વાહનોના માલિકને પાઠ ભણાવવા માટે તેમણે એક અલગ જ તરકીબ કાઢી હતી. જેમાં શહેરના લોકો પણ ખુબ જ પ્રભાવિત થયા હતા. પોલીસની આ કામગીરી શહેરના લોકોને ખુબ જ પસંદ આવી હતી.

વડોદરામાં બે દિવસ માટે સ્કુલોના વાહનો અને સ્કુલ રીક્ષા વાળાઓએ બે દિવસીય હડતાલ પાડી હતી. તો આવા સમયે દુર રહેતા બાળકો સ્કુલે કેમ જાય. પરંતુ આ કામ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યને અંજામ આપવામાં આવ્યો હતો. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કુલના બાળકોને બે દિવસ ઘરેથી સ્કુલ અને સ્કુલથી ઘર સુધી મૂકી જવામાં અને લઇ જવામાં આવ્યા હતા. તો બે દિવસની હડતાળનોનો ખુબ જ કરારો જવાબ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો.

આ હડતાળને લઈને સ્થાનિક ટ્રાફિક પોલીસ વડોદરા દ્વારા લગભગ બાળકોને લઇ જવા અને મૂકી જવા માટે કુલ 52 ગ્રુપ દ્વારા સેટ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા 46 મોટરસાયકલ અને 21 પીસીઆર વાહન હતા એન નવ સરકારી પોલીસ બોલેરો હતો. આ કામમાં પોલીસ દ્વારા એક જ દિવસમાં 250 બાળકોને સુરક્ષિત ઘર સુધી પહોંચ્યા હતા.

આખા શહેરમાં લોકો દ્વારા આ દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા બાળકોને ઘરે પહોંચવાની કામગીરી જોઇને લોકોમાં ખુબ જ આશ્વર્ય જોવા મળ્યો હતો. આખા શહેરના સ્કુલના વાહન ચાલકો દ્વારા હડતાળ હોવાના કારણે બાળકોની કોઈ પણ પ્રકારનું સ્કુલે જવામાં કષ્ટ ન પડે તેના માટે પોલીસ કર્મીઓએ આ જીમ્મો ઉઠાવ્યો હતો. તે દિવસે આખા શહેરમાં બધી જગ્યાઓ પણ બાળકોને પોલીસ દ્વારા જ સ્કુલ અને સ્કુલ થી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

પ્રાઈવેટ વાહનોના માલિકો અને ચાલકો દ્વારા પોતાની કમાણી માટે ખુલ્લે આમ દાદાગીરી કરતા જોવા મળ્યા.જેના પગલે પોલીસ દ્વારા તેને પણ ગાંધીવાદી વિચારધારાથી ખુબ જ આંકરો જવાબ આપવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસના SP સાહેબે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં સવારથી લગભગ આખો દિવસ ૯૨ પોલીસ કર્મીઓ પેટ્રોલીંગમાં કાર્યરત હતા. પરંતુ સ્કુલ વાહનોની હડતાળના કારણે તે કર્મીઓને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અને વાહન ચાલકોની દાદાગીરીને પરચો બતાવવા માટે બધા પોલીસ કર્મીને બાળકોને સ્કુલ અને ત્યાંથી ઘરે પરત કરવાની કામગીરીમાં લાગી ગયા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વાહન ચાલકો સામે સરકાર દ્વારા જાહેર પરિપત્ર પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

તો મિત્રો આ રીતે પોલીસ દ્વારા આખા વડોદરા શહેરને સ્તબ્ધ કરી દેવામાં આવ્યું હતું. આ ખબર સોશિયલ મીડિયામાં ફેલાતા લોકો દ્વારા પણ પોલીસના આ કાર્યને ખુબ જ સમર્થન મળ્યું હતું.

તો મિત્રો પોલીસના આ કાર્યમાં તમારું શું કહેવું છે. તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.. અને જો તમે એક માતાપિતા છો તો પોલીસના આ કાર્ય માટે એક વખત કોમેન્ટમાં THANK YOU જરૂર લખજો.. જયહિન્દ 

Leave a Comment