જો કે શિયાળામાં લોકો ડ્રાયફ્રુટ્સ ખાવાની સલાહ આપે છે. કારણ કે તેનાથી આપણું શરીર અંદરથી ગરમ રહે છે. પણ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી આપણી તબિયત ખરાબ થઈ શકે છે. આવું જ એક ડ્રાયફ્રુટ છે પિસ્તા. જે લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. આપણા મનમાં આ પિસ્તાને લઈને અનેક સવાલો હોય છે. જેમ કે પિસ્તા કેટલા ખાવા જોઈએ. ક્યારે ખાવા જોઈએ. વગેરે. જો તમારા મનમાં પણ પિસ્તાને લઈને કોઈ સવાલ છે તો તમારા માટે આ લેખ વાંચવો ખુબ જ જરૂરી છે.
જ્યારે પણ સૂકા મેવાની વાત થાય છે ત્યારે બદામ, કાજુ, કિશમિશ, અખરોટની સાથે સાથે પિસ્તાનું નામ પણ આવે છે. તે ન તો માત્ર સ્વાદમાં સરસ હોય છે પરંતુ સાથે સાથે પૌષ્ટિક તત્વોથી પણ ભરપૂર હોય છે. તમને જણાવી દઈએ કે, પિસ્તામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, કોપર, આયરન, વિટામિન બી-6 વગેરે પોષકતત્વો રહેલા હોય છે, જે પિસ્તાને વધારે હેલ્થી બનાવે છે.
પરંતુ લોકોના મનમાં પિસ્તાને લઈને ઘણા સવાલ રહેતા હોય છે. જેમ કે પિસ્તાની તાસીર ઠંડી હોય છે કે ગરમ ? અથવા પિસ્તાનું સેવન ક્યારે કરવું જોઈએ ? આજનો અમારો લેખ આ સવાલો પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવશું કે પિસ્તા કેટલા પૌષ્ટિક છે અને તેનાથી જોડાયેલા કેટલાક સવાલો વિશે જાણશું.
પિસ્તા ગરમ તાસીરના હોય છે કે ઠંડા ? : શિયાળામાં પિસ્તા ખાવાની સલાહ એ માટે આપવામાં આવે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે. આજ કારણ હોય છે કે, ગરમીમાં પિસ્તાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ અને ઠંડીમાં તેનું સેવન ગરમ તાસીરના કારણે સરળતાથી કરી શકાય છે. આથી શિયાળામ પિસ્તાનું સેવન સારું માનવામાં આવે છે.
ખરીદતી વખતે પિસ્તાની પસંદગી કેવી રીતે કરવી જોઈએ ? : તમને જણાવી દઈએ કે, મોટા ભાગે લોકોએ છાલ સહિત પિસ્તાની પસંદગી કરવી જોઈએ. પરંતુ જો તમે છાલ વગરના પિસ્તા પસંદ કરો છો તો ધ્યાન રાખવું કે તેનો રંગ લીલો હોય અને તેમાં કાના પડેલા ન હોય. જો તેમાં કાના હોય તો સમજવું કે તેમાં જીવાત રહેલી હશે.
પિસ્તાનું સેવન ક્યારે કરવું જોઈએ ? : ડોક્ટર પિસ્તાનું સેવન સવારના સમયે કરવાની સલાહ આપે છે. સવારના સમયે પલાળેલા પિસ્તા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. તેનાથી અલગ વ્યક્તિ સૂતા પહેલા પણ પિસ્તાનું સેવન કરી શકે છે.
પિસ્તાનું સેવન કેટલું કરવું જોઈએ ? : જો વ્યક્તિ 1 દિવસમાં 35 થી 45 ગ્રામ પિસ્તાનું સેવન કરે છે તો તેના સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર પડતી નથી. જો કે ધ્યાન રાખવું કે, દરેક શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એવામાં વ્યક્તિએ કેટલી માત્રામાં પિસ્તાનું સેવન કરવું તેના માટે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી બને છે.
પિસ્તાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાની રીત ? : જો તમે પિસ્તાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગો છો તો સૌથી પહેલા તો છાલ વાળા પિસ્તાની પસંદગી કરવી જોઈએ. અને તેને એર ટાઈટ ડબ્બામાં પેક કરીને અંધારામાં અને ઠંડી જગ્યામાં રાખવા જોઈએ.
જો પિસ્તા ખરાબ થઈ જાય તો કેવી રીતે જાણવું ? : જો પિસ્તા ખરાબ થઈ ગયા હોય તો તમે તેનું સેવન કરશો તો તમને તેનો સ્વાદ બદલાયેલો લાગશે. તેમજ તે સ્વાદમાં કડવા થઈ ગયેલા લાગે છે.
આમ, પિસ્તાનું સેવન શરીરને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. પરંતુ તેનું સેવન કરતાં પહેલા લોકોને તેનાથી જોડાયેલા સવાલના જવાબ વિશે ખબર હોવી જરૂરી છે. એ માટે એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી